દરેક ના ઘરે બનતા પૌઆ – જેને ખાવાથી આપણા શરીરને મળે છે અઢળક ફાયદાઓ… સાથે તમારુ વજન પણ ઓછું થઈ શકે છે ..

Image Source

પૌઆ એક એવી વેરાઈટી છે કે જેને તમે ગમે તે સીઝનમાં ખાશો તો તમારા શરીર માટે તે હંમેશા ફાયદેમંદ રહેશે. સાથેજ પૌઆ ખાવાથી તમારી ભૂખ પણ સંતોષાઈ જાય છે. અને તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે. જેના કારણે તમારું વજન પણ નિયંત્રણમાં રહેતું હોય છે. જેથી તમે પણ પૌઆ ખાવાનું રાખશો તો તમને પણ ઘણો ફાયદો મળી રહેશે.

ખાસ કરીને પૌઆમાં તમે લીલા શાકભાજી સીંગ અને સેવ નાખીને તમે તેને વધારે ટેસ્ટી બનાવી શકો છો. સાથેજ તમે તેમા ફળ પણ નાખીને ખાઈ શકો છો. મોટાભાગે  લોકો ગરમીઓમાં હળવો ખોરાક ખાનવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે ગરમીઓમાં પણ તમે સવારના સમયે નાસ્તામાં પૌઆ ખાઈ શકો છો.

ત્યારે આજે અમે તમને જણાવીશું કે પૌઆ ખાવાથી તમને કેટલા અને કયા કયા ફાયદાઓ મળી રહેશે. કારણકે પૌઆમાં ભરપૂર માત્રામાં પ્રોટીનના સ્ત્રોત રહેલા હોય છે.

ન્યૂટ્રિશનથી ભરપૂર

પૌઆમાં વિટામિન એ અને વિટામિન સી રહેલું હોય છે. સાથેજ કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન, અને કાર્બોહાઈડ્રેટ પણ તેમા ભરપૂર પ્રમાણમાં હોય છે. જે આપણા શરીર માટે ઘણાજ સારા હોય છે. સાથેજ તેમા કોલેસ્ટ્રોલની માત્રા પણ ઓછી હોય છે. જેથી જે લોકોને હ્રદય સંબંધી બીમારી છે. તે લોકોએ તો ખાસ કરીને પૌઆ ખાવાજ જોઈએ…

ફાઈબરથી ભરપૂર

પૌઆમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે. જેના કારણે તમારુ પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. સાથેજ તમને ભૂખ પણ ઘણી ઓછી લાગશે. ઉપરાંત પૌઆ પચવામાં પણ સરળતાથી પચી જાય છે. અને આંતરડાને પણ તે સાફ કરતા હોય છે. સાથેજ તેના કારણે શરીરમાં રહેલી ચર્બી પણ કપાય છે. જેથી વધારે વજન ધરાવાતા લોકોએ તો ખાસ પૌઆ ખાવા જોઈએ

એનર્જીથી ભરપૂર

પૌઆમાં હેલ્ધી કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે. જે તમારા શરીરમાં લાંબા સમય સુધી એનર્જી આપવા માટે સક્ષમ રહેતા હોય છે. સાથેજ તમને જણાવી દઈએ કે પૌઆમાં 76.9 ટકા કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે. જ્યારે 23 ટકા ફેટ રહેલું હોય છે. જે લાંબા સમય સુધી આપણા શરીરને ઉર્જા આપે છે. સાથેજ તેના કારણે આપણું વજન પણ ઓછું થતું હોય છે.

પાચનતંત્ર મજબૂત કરશે

પૌઆમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલા હોય છે. જેના કારણે આપણી પાચન શક્તિમાં વધારો થાય છે. પૌઆ પચવામાં ઘણા સરળ હોય છે. સાથેજ તે પેટ પણ સાફ કરી નાખે છે. જેના કારણે આપણાને ગેસ તેમજ કબજીયાત જેવી સમસ્યાથી રાહત મળી રહે છે. ઉપરાંત તે શરીરમાં બ્લોટિંગની સમસ્યાને પણ દૂર કરે છે. જે આપણા માટે ઘણું ફાયદાકારક છે.

ડાયાબિટીસ કંટ્રોલમાં રાખશે

પૌઆમાં ફાયબર અને આયર્નની ભરપૂર માત્રા હોય છે. જેથી જો તમે તેનું સેવન કરશો તો બ્લડ શુગરની માત્રા બરાબર રહેશે. કારણકે શુગરના દર્દીઓ હંમેશા ચિંતા કરતા હોય છે. કે તેઓ શું ખાઈ શકે. પરંતુ આપને જણાવી દઈએ કે પૌઆ ખાવાથી ડાયાબિટસના દર્દીઓને કોઈ નુકશાન નથી થતુ સાથેજ તેમના માટે તો પૌઆ સૌથી સારો બ્રેકફાસ્ટ કહી શકાય..

શરીર ફીટ રહેશે

પૌઆમાં ખુબજ ઓછા પ્રમાણમાં કેલરી રહેલી હોય છે. જેથી જો તમે વધતા વજનથી પરેશાન છો અથવા તો તમને અન્ય ચીંતાઓ થતી હોય છે. તો તમે નાસ્તામાં પૌઆ ખાવાનું રાખો. કારણકે પૌઆ ખાવાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરાયેલું રહેશે. સાથેજ તમારું શરીર પણ ફીટ રહેશે. ખાસ કરીને જો તમે જીમમાં કસરત કરવા માટે જાઓ છો તો પછી તમારે પૌઆનું સેવન જરૂરથી કરવું જોઈએ…

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *