રાત્રે ફળો ખાતા સમયે રાખો અમુક બાબતોનું ખાસ ધ્યાન

Image Source

રાત્રે સુતા પહેલા જો અચાનક જ તમને ભૂખ લાગે તો તમે શું કરો છો? રાત્રે ભૂખ લાગે ત્યારે શું તમે કોઈ ફળ ખાઓ છો કે ચોકલેટ કે નાસ્તો ખાઓ છો? વાસ્તવમાં રાત્રે ભૂખ લાગે ત્યારે કંઈ ખાધા વગર સરળતાથી ઊંઘ પણ આવતી નથી.

ભૂખ લાગે ત્યારે ચીઝ બર્ગર કે આઈસ્ક્રીમ ખાવાની અપેક્ષા કરતાં ફળ ખાવા ઉત્તમ છે પરંતુ તમારે તે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે રાતના સમયે વધારે શુગર તેમજ કેલેરી યુક્ત નાસ્તો નુકસાનકારક થઈ શકે છે. સુતા પહેલા મીઠું તરબૂચ કે સ્ટ્રોબેરી ખાઈને ભૂખ શાંત કરવી સારી છે, પરંતુ વધારે શુગર યુક્ત ફળો રાત્રિના સમયે ન ખાવા જ ઉત્તમ છે.

Image Source

સુતા પહેલા ફળો ખાઓ:

જો સૂતા પહેલા તમને ભૂખ લાગે છે અને નાસ્તો કરવાની ઈચ્છા થાય છે તો નાસ્તાના બદલે ફળ ખાવા વધારે ફાયદાકારક છે. ફળોમાં વિટામિન, ખનીજ, ફાઈટોકેમિકલ અને ફાઈબર મળી આવે છે. અસ્વસ્થ સુગર અને ચરબીયુક્ત નાસ્તો ખાવાને બદલે તમે ફળના ટુકડા ખાઈને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મેળવી શકો છો.

Image Source

રાત્રે સુતા પહેલા કયા ફળો ખાવા?

જો રાત્રે સુતા પહેલા અચાનક તમને ભૂખ લાગે છે તો તમે કેળા, સફરજન, નાસપતી જેવા ફાઇબર યુક્ત ફળો ખાઇ શકો છો. પરંતુ આયુર્વેદ મુજબ ભોજન કરીને થોડા સમય પછી જ ફળો ખાવા જોઈએ. એવું એટલા માટે કારણ કે પાચનતંત્ર પર બંનેની અસર જુદી જુદી હોય છે. ફળો સરળતાથી પચી જાય છે અને પેટ દ્વારા આંતરડામાં ભોજન કરતા પહેલા જ ચાલ્યા જાય છે.

ભોજન પ્રોટીન અને ફાઇબર યુક્ત હોય છે અને તેની પચવામાં વધારે સમય લાગે છે. તેથી સલાહ આપવામાં આવે છે કે રાત્રી પહેલા જ ફળો ખાઈ લેવા જોઈએ. કેટલાક પોષણ વિશેષજ્ઞ સુતા પહેલા કંઈ પણ ન ખાવાની સલાહ આપે છે. કારણકે તે ઊંઘ ને અસર કરે છે અને સુતા પહેલા કંઈપણ ખાવાથી શરીરમાં વધારે સુગર સ્ત્રાવિત થાય છે અને એનર્જી વધી જાય છે.

Image Source

શું ફળો ખાવાથી વજન વધે છે?

મોટાભાગના ફળોમાં ઓછી કેલેરી મળી આવે છે, તેથી તેને ખાવાથી વજન વધતું નથી. એક કપ આઈસ્ક્રીમમાં ફળો ઉમેરીને ખાવાથી વજન વધે છે. રાત્રીના ભોજન પછી અને રાત્રિના ભોજન પછી અને સુતા પહેલા કેળા ખાઈ શકાય છે.

પરંતુ ભોજન અને સૂવાના સમય વચ્ચે ઘણું અંતર હોવું જોઈએ. પરંતુ કેળા દરરોજ ન ખાવા નહીંતર વજન વધી શકે છે.

શું ફળો ખાવાથી પાચન ક્રિયા ખરાબ થાય છે?

જો તમને પહેલાથી જ પાચન સંબંધી સમસ્યાઓ છે તો ફળ ખાવાથી તમારી સમસ્યા વધી શકે છે. રાત્રે સુતા પહેલા ફળ ખાવાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે અને ઊંઘમાં પણ અડચણ આવી શકે છે અને તમે વધારે થાકનો અનુભવ કરી શકો છો.

અનાનસ અને સંતરા જેવા ફળોમા એસીડની માત્રા વધારે હોય છે અને જે લોકો એસિડ રિફ્લેક્સથી પીડિત છે તેમણે વધારે એસિડ વાળા ફળો પણ ન ખાવા જોઈએ.

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ફળો ખાવાથી તમારી સમસ્યા વધી શકે છે કારણ કે ફળોમાં કુદરતી સુગર હોય છે, જે બ્લડ સુગરના સ્તરને વધારે છે. તેથી ફળોનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટર કે પોષણ વિશેષજ્ઞ પાસેથી સલાહ જરૂર લેવી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *