સાચા પ્રેમમાં આવા 15 ગુણ હોય છે, આનું નામ જ છે ‘ટ્રૂ લવ…’ છે, નહીંતર સમજો તમે છેતરાઈ રહ્યા છો…

કોઈના પ્રેમમાં પડવું એ એકદમ આસન કામ છે પણ એ જ વ્યક્તિમાં પ્રેમમેં આજીવન નિભાવવો એ અધરી વાત બરાબર છે. અને આમ પણ આખી જિંદગી કોઈ એક વ્યક્તિની સાથે જીવવું અને કોઈ એકનું થઈને રહેવુ એમાં સમજદારી જોઈએ.

ખરેખર, દુનિયામાં સાચો પ્રેમ મળવો એ પણ કિસ્મતની વાત છે, કારણ કે આજકાલ તો પ્રેમ પણ દેખાડા માટે થાય છે! જીવનસાથી સાથે કાયમ માટે પ્રેમ મનમાં જીવિત રહે એવા વ્યક્તિની તલાશમાં માણસ આજે ધુમતો રહે છે. પણ સાચો પ્રેમ મળે મુસીબતથી…

જો તમને પણ કોઈ સાથે પ્રેમ થયો હોય અથવા કોઈના સાચા પ્રેમમાં હોય તો એ વ્યક્તિને ક્યારેય છોડતા નહીં અને તેને દુઃખ પહોંચે એવું એક પણ કામ કરતા નહીં. તમને જે પ્રેમ હાંસિલ થયો છે તેને ઈશ્વર તરફથી મળેલ ભેટ સમજી લો. એવી જ રીતે સાચા પ્રેમમાં એકબીજાનું સર્મપણ હોય છે.

ઉપરાંત સાચા પ્રેમના અમુક ખાસ ગુણધર્મો પણ હોય છે. જો તમે સાચા પ્રેમના સાચા ગુણ જાણવા ઇચ્છતા હોય તો આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં.

સાચા પ્રેમને ઓળખવા માટે પણ સાચી દ્રષ્ટિની જરૂર પડે છે તો તમારી આંખોને સાચું ઓળખવાનું શું છે એ સમજાવો અને સાચા પ્રેમમાં આ ગુણ પણ જાણી લો.

1. સહાનુભૂતિ :

સાચા પ્રેમમાં એકબીજાની સહાનુભૂતિની જરૂર પડે છે અને જો તમારા રિલેશનશિપમાં આ પોઈન્ટ હોય તો સમજો તમને સાચા વ્યક્તિને પ્રેમ કરી રહ્યા છો.

2. સહનશીલતા :

ઘણીવાર સહનશીલતાના મુદ્દે વ્યક્તિઓ કાચા પડે છે અને સારી રીતે ચાલતી રિલેશનશિપને પણ ગુમાવી બેસે છે. તો આ મુદ્દે વધુ સક્રિય રહીને સાચા પ્રેમને હંમેશા માટે એકબીજાના હદયમાં જીવિત રાખી શકાય છે. દરેક વાતમાં થોડું સહનશીલતા દાખવવી.

3. ઈર્ષ્યા :

પ્રેમમાં ઘમંડ નહીં પણ સતત એકબીજાની સાથે જીવવાની ચાહત હોય છે. એટલા માટે એકબીજાની ઈર્ષ્યા હોય તો તેને દૂર કરવી જોઈએ.

4. સમ્માન :

પ્રેમ, સમ્માન અપાવી શકે છે. હવે એ કેવી રીતે સમ્માન અપાવવું એ આપણા જ હાથની વાત હોય છે એટલે એકબીજાને પારિવારિક રીતે અથવા સામાજિક રીતે સમ્માન મળે એવા કાર્ય જરૂરથી કરવા.

5. નિ:સ્વાર્થ :

જો પ્રેમને ખરેખર ભગવાનની અમુલ્ય ભેટ સમજતા હોય તો ક્યારેય બે વ્યક્તિ વચ્ચે સ્વાર્થ આવવો જોઈએ નહીં. નહીંતર રિલેશનને લાંબો ટકાવવો અઘરો બને છે અને સ્વાર્થ વચ્ચે વચ્ચે રિલેશનને ડેમેજ કરતો રહે છે.

6. ઘાર્મિક :

ભલે દુનિયાની ગમે તેવી ભાગદોડમાં જીવતા હોય પણ થોડા અંશે ધાર્મિક રહેવું પણ એટલું જ જરૂરી હોય છે. ક્યારેય બંને પ્રેમીએ એકસાથે મળીને કોઈ ધાર્મિક કાર્ય કરો જેનાથી પ્રેમમાં પણ વધારો થશે અને સારા કર્મનું બંધારણ પણ થશે.

7. રક્ષણ :

સાચો પ્રેમ હંમેશા રક્ષા કરે છે. બાહ્ય રીતે અથવા તો આંતરિક રીતે બંને બાજુથી જે વ્યક્તિ તમારી રક્ષા કરી શકે એવું હોય તો સમજવું એ તમને સાચો પ્રેમ કરી રહ્યા છે.

8. ઈમાનદારી :

સાચા પ્રેમના ગુણધર્મમાં એક નામ ઈમાનદારી પણ છે. જો તમારા પાર્ટનરમાં આ મુદ્દે ક્યારેય કોઈ ફરિયાદ રહેતી ન હોય તો સમજો તમે સાચા પ્રેમને પામી ચુક્યા છો.

9. ભરોષો :

આમ તો માણસ અડધો ભરોષો કરતો હોય ત્યારે વધારે પરેશાન થતો હોય છે એટલે જો તમે કોઈને પ્રેમ કરી રહ્યા હોય તો તેના પર ભરોષો કરવાનું ભૂલતા નહીં. કહેવાય છે ને કે, “વિશ્વાસથી તો વહાણ ચાલે…” આ પણ બિલકુલ એવી જ વાત છે.

10. ઉમ્મીદ :

સાચો પ્રેમ આશાવાદી હોય છે એટલે કે સાચા પપ્રેમીના નિર્ણયોમાં વિશ્વાસ રાખીને શામિલ થતા શીખો અને જો તમારું પાર્ટનર પ[પહેલેથી એવી જ રીતે રહેતું હોય તો સમજો કે તમે સાચા વ્યક્તિને સાચો પ્રેમ કરી રહ્યા છો.

11. કાયમ :

સાચા પ્રેમમાં થોડી તકલીફ પડતી હોય છે પણ આ પ્રેમની અવધી હંમેશા માટેની હોય છે એટલે સાચા પ્રેમમાં કાયમ જીવવાની ઈચ્છા પૂર્ણ થાય છે. જો જિંદગી સાથે કાયમ જીવતા આવડી જાય તો સમજો તમે સાચો પ્રેમ કરી રહ્યા છો અથવા મેળવી રહ્યા છો.

12. નફરત :

સાચો પ્રેમ કરનાર વ્યક્તિ પાર્ટનરની એ વાતને પણ પ્રેમ કરે છે જેનાથી તેને સખત નફરત હોય. જો તમારી સાથે આ મુજબ થઇ રહ્યું છે તો તમે સાચો પ્રેમ મેળવી રહ્યા છો અને તમે પણ આ મુજબનો પ્રેમ કરવાની કોશિશ કરતા રહો.

13. બલિદાન :

દરેક જગ્યાએ પોતાનો જ ફાયદો થાય એવું જે વ્યક્તિ વિચારે છે તેને સરવાળે વધુ નુકસાન થતું હોય છે એટલે પ્રેમમાં પણ એવું જ છે. પ્રેમ બલિદાનથી ચાલે છે, જે વ્યક્તિ તમારા માટે આખી જિંદગી પ્રેમને નિભાવવા ઈચ્છે છે તેના માટે કોઇપણ રીતે બલિદાન આપી શકાય.

14. પોતાનાથી જ પ્રેમ :

કોઈને પ્રેમ થાય એ બીજા નંબરની વાત છે પણ પહેલા પોતાની જાતને જ પ્રેમ કરતા શીખવું પડે એટલે ખુદને પ્રેમ કરતા પણ શીખો. જે વ્યક્તિ પોતાના માટે વ વિચારે છે એ તેના પ્રેમને કાયમી સુખી કરવાના વિચારો કરે છે એ સાબિત થાય છે.

15. આત્મવિશ્વાસ :

પ્રેમ, વિશ્વાસની બીજું નામ છે. અને સાચા પ્રેમમાં એટલી તાકાત હોય છે કે તમે જે પણ કાર્ય કરો એ બધા આત્મવિશ્વાસથી કરો. જે વ્યક્તિ તમને આત્મવિશ્વાસ આપી શકે અથવા તમે તેને આત્મવિશ્વાસ વધારવા માટે શીખવાડ્યું હોય તો સમજવું તમે પ્રેમની યોગ્ય લાઈન પર ચાલી રહ્યા છો.

આર્ટિકલ પૂર્ણ કરવાના શબ્દોમાં લખું તો, સાચા પ્રેમમાં વાસ્તવિક તાકાત હોય છે, જે તાકત તમને બધું જ હાંસિલ કરાવી શકે છે. સાચા પ્રેમને કિસ્મતની અથવા તકદીરને સાચવવાની ચાવી સમજી જીવીએ તો દુનિયા બહુ જ સુંદર લાગે. સાચો પ્રેમ કાયમ માટે સુખ આપે છે. જો તમે પાર્ટનર સાથે આવું જ અનુભવી રહ્યા હોય અથવા તો આવી રીતે જ સંબંધને નિભાવી રહ્યા હોય તો સમજો કે તમે કોઈના સાચા પ્રેમમાં છો અને એ વ્યક્તિ પણ તમને સાચો પ્રેમ કરી રહ્યું છે.

આશા છે કે આજની માહિતી આપને વધુ પસંદ આવી હશે. આવી અન્ય જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *