પત્ની કોઈ બીજાને કિસ કરી રહી હતી, તેમ છતાં પતિએ તેણીને ચૂપચાપ સ્વીકાર કરી

Image source

મોટાભાગના લોકો લગ્નમાં છેતરાયા પછી ભાંગી પડે છે અને તેમના લગ્નનો અંત કરવાનું નક્કી કરે છે, પરંતુ 36 વર્ષીય ક્રેગની વાર્તા થોડી અલગ છે. ક્રેગે રિલેશનશિપ પોર્ટલ પર પોતાની વાર્તા કહી છે. ક્રેગે કહ્યું કે તે તેની પત્ની કેટ સાથે સુખી જીવન જીવે છે. અચાનક એક દિવસ કેટ એ કહ્યું કે તેણે ફૂટબોલ રમતા શીખવું છે. ક્રેગ માટે આ વાત વિચિત્ર હતી કારણ કે તે જાણતો હતો કે કેટને રમતમાં કોઈ પ્રકારનો રસ ન હતો.

Image source

ક્રેગે લખ્યું કે, ‘મેં કેટને ફૂટબોલની તાલીમ આપવા માટે પ્રોત્સાહન આપ્યું. હું તેની રમત જોવા મેદાનમાં જતો હતો પરંતુ થોડા દિવસ પછી તેણે ત્યાં આવવાની ના પાડી. તે તેના સાથી ખેલાડીઓ સાથે વધારે સમય પસાર કરતી હતી. જ્યારે પણ હું પૂછતો કે શું હું પણ તમારી સાથે આવી શકું છું, તો તેનો જવાબ હતો કે આ ફક્ત ટીમના લોકોનું ગ્રુપ છે અને જીવનસાથી ને અહીં આવવાની મંજૂરી નથી.

Image source

ક્રેગએ લખ્યું કે, ‘કેટ મોટાભાગે ઘરે મોડી આવતી હતી. મેં જોયું કે તેણી હંમેશા તેના સાથી ખેલાડી જોન્નો વિશે વાત કરતી હતી. મેં ભાગ્યે જ તેના મોએ અન્ય કોઈ બીજા સાથીનું નામ સાંભળ્યું હશે. પલંગ પર પણ અમારો પ્રેમ પહેલા જેવો નહોતો. આખરે મેં તેને પૂછ્યું કે શું તેને હવે મારામાં રસ નથી ત્યારે કેટે કહ્યું કે એવી કોઈ વાત નથી અને હું બિનજરૂરી વાત કરી રહ્યો છું. જોકે મને શંકા હતી કે કંઈક ગડબડ હતું.

Image source

હું એક મિત્રની કાર લઇને રાત્રે ફૂટબોલના મેદાનમાં ગયો. મેં કેટ અને જોન્નોને એક બીજાને ગળે લગાડતા જોયા. બધા સાથી ખેલાડીઓ કેટ અને જોનો વિશે જાણતા હતા. કાર તરફ જતા બંનેએ એકબીજાને કિસ કરી. હું આ જોઈને સંપૂર્ણ રીતે તૂટી ગયો. હું ઘણો મૂર્ખ જેવો અનુભવ કરી રહ્યો હતો. ક્રેગ એ કેટ અને જોન્નો ની એક કિસ કરતી ફોટો પાડી લીધી હતી.

Image source

ક્રેગે લખ્યું કે, ‘આ જોઈ લીધા પછી પણ મારા મનમાં અમારા લગ્ન ખતમ કરવાનો વિચાર આવ્યો નહીં કેમકે હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. મે તેની છેતરપિંડી માટે મારી જાતને જવાબદાર માની, કે મારા પ્રેમમાં કોઈ ઉણપ રહી હશે. હું વિચારવા લાગ્યો કે મેં એવું શું કર્યું, કે શુ ન કર્યું જેના લીધે તે બીજા કોઈની નજીક જતી રહી.

Image source

ક્રેગે કહ્યું કે, ‘તે રાત્રે મેં કેટને જોન્નોને વિશે પૂછ્યું અને તેણીને તે બંનેના ફોટા બતાવ્યા. આ જોઈને તે રડવા લાગી અને માફી માંગવા લાગી. તેણે કહ્યું કે તેની અને જોન્નો વચ્ચે કોઈ શારીરિક સંબંધ નથી અને તેઓએ એકબીજાને ફક્ત કિસ કરી અને ગળે લગાવ્યા હતા. જોકે, મને તેની વાત પર વિશ્વાસ ન હતો, કેમકે ટીમની સાથે જવાના નામ પર તે છેલ્લા અઠવાડિયે ઘરે આવી નહોતી.

Image source

‘મેં મારી જાતને સમજાવી લીધી હતી કે હું લગ્ન સમાપ્ત કરીશ નહીં અને બાકી રહેલી ઉણપને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. પરંતુ કેટ આ માટે તૈયાર નહોતી. તેણે કહ્યું કે તે જોન્નોને પ્રેમ કરે છે. આ પછી મારે મારું લગ્નજીવન તોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. બરબાદી થી વધુ મને મારી બેઇજ્જતી નો અનુભવ થઈ રહ્યો હતો.

Image source

ક્રેગએ લખ્યું કે, ‘આ સમયે મારા મિત્રોએ મને ખૂબ સહકાર આપ્યો, પરંતુ તે પછી હું મારુ દુઃખ ઓછું કરી શક્યો નહીં. હું પોતાની હારેલો અનુભવી રહ્યો હતો. અંતે હું મારા હૃદયને હળવું કરવા માટે એક મનોચિકિત્સકને મળ્યો. મનોચિકિત્સકને મળ્યા પછી, હું વધુ સારું અનુભવ કરવા લાગ્યો.

Image source

અંતે ક્રેગે લખ્યું, ‘આ આખી ઘટનાને બે વર્ષ વીતી ગયા છે અને હું નવા જીવનસાથી સાથે સારી જિંદગી જીવી રહ્યો છું. કેટએ ફરીથી લગ્ન પણ કર્યા, પરંતુ જોનો સાથે નહીં. તેમના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. તે બંનેના અલગ થવાનું કારણ જાણવા અને કેટ સાથે ફરીથી સંપર્ક કરવાની મારી કોઈ ઇચ્છા નહોતી.

Image source

આજે પણ હું મારી જાત સાથે આ જ દલીલ કરું છું કે ભલે કેટ એ મને તેની રીતે પ્રેમ કર્યો હોય પણ તેણે મને એટલો પ્રેમ ન કર્યો કે તે મારા માટે વફાદાર રહી શકે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *