આખો મહિનો રેહશે ચેહરા પર ચમક, આ રીતે કરો ગુલાબજળ નો ઉપયોગ.

મિત્રો, જો તમે એવુ વિચારતા હોવ કે ફેશિયલ માટે ફક્ત ખર્ચાળ ક્રિમની જ જરૂર હોય છે તો  એવુ નથી. તમે ગુલાબજળની મદદ થી પણ ફેશિયલ કરી શકો છો. ગુલાબજળ એ તમારા ચહેરાની ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી  ત્વચાના બંધ છિદ્રો ખુલી જાય છે અને ત્વચા આકર્ષક બની જાય છે. તે તમારા ચહેરા પરના ખીલ અને ફાઇન લાઇનની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

image source

આજે આ લેખમા અમે તમને ઘરે ગુલાબજળ થી ફેશિયલ કેવી રીતે બનાવવુ તેના વિશે માહિતી આપીશુ. હંમેશા એ વાત યાદ રાખો કે, ફેશિયલમા પાંચ મુખ્ય પગલા હોય છે – ક્લીજિંગ , એક્ઝોલીટીંગ, મસાજ, ફેસ પેક અને મોઇશ્ચરાઇઝિંગ. તો ચાલો આ દરેક પગલાં વિશે વિગતવાર માહિતી મેળવીએ. 

પગલુ ૧ : ક્લીજિંગ 

image source

આવશ્યક ચીજવસ્તુઓ : 

  • ગુલાબજળ : ૨ ચમચી અને કાચુ દૂધ : ૧ ચમચી 

વિધિ :

સૌથી પહેલા તો એક બાઉલમા એક ચમચી કાચું દૂધ લો અને તેમા ૨ ચમચી ગુલાબજળ ઉમેરો કારણકે, ગુલાબજળ એ એક શ્રેષ્ઠ ક્લીનર છે, જે છિદ્રોમાં એકત્રિત થતી ઓઇલીનેસ ને દૂર કરે છે. આ તૈયાર કરેલા મિશ્રણમા રૂ ઝબોળી અને તેનાથી તમારો ચહેરો સાફ કરો. તમારા ચહેરા પર જમા થયેલ ધૂળ, ગંદકી વગેરે તુરંત દૂર થશે.

પગલુ ૨ : એક્ઝોલીટીંગ 

image source

આવશ્યક ચીજવસ્તુઓ : 

  • ખાંડ : ૧ ચમચી ,
  • ગુલાબજળ : ૨ ચમચી

વિધિ 

જો તમે એક બાઉલમા એક ચમચી ખાંડ લો અને ત્યારબાદ તેમા બે ચમચી ગુલાબજળ ઉમેરો અને આ બંને ઘટકોને સારી રીતે મિક્સ કરી અને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ બંને પેસ્ટને તમારા બંને હાથોથી ચહેરા પર મસાજ કરો. ૧-૨ મિનિટ માટે મસાજ કરો. તે તમારી ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે તથા તે મૃત કોષોને દૂર કરીને નવા કોષોની રચના કરવામા પણ સહાયરૂપ સાબિત થશે. આ મસાજ કર્યા પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

પગલું 3: ફેશિયલ મસાજ

image source

આવશ્યક ચીજવસ્તુઓ : 

મધ : ૧ ચમચી , ગુલાબજળ : ૧ ચમચી 

વિધિ 

સૌથી પહેલા એક બાઉલમા એક ચમચી મધ લો અને ત્યારબાદ તેમા એક ચમચી ગુલાબજળ ઉમેરો. ત્યારબાદ આ પેસ્ટ ને તમારા હાથમા લઈને આંગળીથી તમારા ચહેરા ની હળવી મસાજ કરો. મધ એ તમારી ત્વચાને નરમ અને હાઇડ્રેટ બનાવે છે. આ માલિશ કર્યા પછી તમે તમારા ચહેરા ને ઠંડા પાણીથી ધોઈ લો.

પગલુ 4: ફેસપેક લગાવો 

image source

આવશ્યક ચીજવસ્તુઓ : 

ચંદન પાવડર : ૧ ચમચી, ગુલાબજળ : ૨ ચમચી 

વિધિ 

સૌથી પહેલા એક બાઉલમા એક ચમચી ચંદન પાવડર લો. ત્યારબાદ તેમા ૨ ચમચી જેટલુ ગુલાબજળ ઉમેરો. આ બંને યોગ્ય રીતે મિક્સ કરીને એક જાડી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા આખા ચહેરા પર લગાવો. ત્યારબાદ ૧૦-૧૫ મિનિટ માટે એ જ અવસ્થામા રહો. આ પેસ્ટ સુકાઈ જાય એટ્લે તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેક નો ઉપયોગ એન્ટીએજિંગ માસ્ક તરીકે પણ થઈ શકે છે. આ પેક તમારા ચહેરા પરના છિદ્રો ને બંધ કરીને તમારી ત્વચા ને કડક બનાવવામાં મદદ કરશે.

પગલુ ૫ : મોઈશ્ચરઇઝિંગ 

image source

આવશ્યક ચીજવસ્તુઓ : 

  • ગુલાબજળ : ૨ ચમચી અને ગ્લિસરિન : ૧ ચમચી 

વિધિ 

જો તમે એક બાઉલમા ૨ ચમચી ગુલાબજળ લો. ત્યારબાદ તેમા ૧ ચમચી ગ્લિસરિન ઉમેરો. જો તમારી ત્વચામાં વધારે પડતું ઓઇલીનેસ હોય તો તમે તેમા વિટામિન-ઇ ની કેપ્સ્યુલ પણ ઉમેરી શકો છો. તમારી આંગળીઓ પર થોડુ મિશ્રણ લો અને ત્યારબાદ તેને ચહેરા પર હળવા હાથથી લગાવો. થોડા સમય માટે માલિશ કરો, જેથી તે ત્વચામા સંપૂર્ણપણે ઓગળી જાય. આ મિશ્રણ તમારી ત્વચા ને શુષ્ક બનતી અટકાવે છે અને ત્વચામાં ભેજ જાળવી રાખે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment