જીભ પર જામેલુ સફેદ ગંદુ પડ રોગનો સંકેત બની શકે છે, આ રીતે કરો મિનિટોમાં સફાઈ

તમને ક્યારેય એવું લાગે છે કે કેટલીકવાર જીભ પર સફેદ જાડુ પડ ભેગુ થઈ જાય છે.આવી સ્થિતિમાં તમારી જીભને કેવી રીતે સાફ કરવી તેના વિશે જાણીએ.

Image Source

એક સ્વસ્થ જીવન જીવવા માટે ન ફકત ખાવું પરંતુ સાફ સફાઈ પણ જરૂરી છે. લોકો ફકત વાળ અને ચેહરા પર ધ્યાન આપે છે પરંતુ જીભ, નખની સફાઈને હળવાશથી લે છે. બધાને દાંત, જીભ અને નખની સફાઈ પર ધ્યાન આપવું જોઈએ. વિશેષ રૂપથી કોરોના વાયરસ મહમારીને જોતા કોઈએ પણ આ પ્રકારની લાપરવાહી ન કરવી જોઈએ. તમે ઘણીવાર મહેસૂસ કરતા હશો કે ક્યારેક જીભ પર સફેદ મોટું પડ જામી જાય છે.

જીભ ગંદી રહેવાથી મોઢામાં દુર્ગંધ, દાંતમાં ખરાબી, શ્વાસમાં દુર્ગંધ, પાચનક્રિયા ખરાબ હોવાની સાથે ફંગલ ઇન્ફેક્શનનું પણ કારણ બને છે. તેવામાં તમને ખબર હોવી જોઈએ કે જીભની સફાઈ કેવી રીતે કરવી જોઈએ. કેમકે તે ગંદી જીભ પર બેક્ટેરિયા અને મૃત કોશિકાઓ ભેગી થઈ જાય છે. ધૂમ્રપાન, તમાંકુ ચાવવું, દાંતોમાં બ્રશ ન કરવું, મોઢાથી શ્વાસ લેવો અથવા એવી દવાઓ લેવી જે સંક્રમણનું કારણ બની શકે છે. જીભને સાફ કરવી ખૂબ સરળ છે. અહીં અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ.

હળદર:

Image Source

સ્વાસ્થ્ય માટે હળદર બધીજ રીતે ફાયદાકારક છે સાથેજ તેનાથી જીભને પણ સાફ કરી શકાય છે. હળદરથી જીભના સફેદ પડને દૂર કરી શકાય છે. તેના માટે હળદર પાવડરમાં થોડો લીંબુનો રસ ઉમેરી લો. આ પેસ્ટને જીભ પર રાખો. થોડો સમય મોઢામાં મસાજ કર્યા પછી હુફાળા પાણીથી કોગળા કરી લો. આ રીતથી જીભનું સફેદ પડ સારું થઈ જાય છે.

લસણ:

જીભની સફાઈ માટે લસણ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનો ઉપયોગ કરવા માટે ૨-૩ કાચા લસણને સારી રીતે ચાવીને ખાવાથી જીભ પર જામેલા સફેદ પડથી છુટકારો મળે છે. તેવુ એટલે માટે કેમકે તેમાં રહેલ એન્ટી માઇક્રોબાયલ ગુણ મોઢાની દુર્ગંધ અને ચેપથી પણ બચાવશે.

કુંવારપાઠુ:

image source

જીભ પરનું સફેદ પડ દૂર કરવા માટે એક કપ પાણીમાં એક ચમચી તાજા કુંવારપાઠાના રસને ભેળવીને તેનું મિશ્રણ તમારા મોઢામાં રાખો. થોડી મિનિટ સુધી ફેરવો અને પછી કોગળા કરો. તે ખુબજ સરળ અને સસ્તો ઉપાય છે.

સફરજનનો સિરકો:

Image by wicherek from Pixabay

એપ્પલ સાઈડ વિનેગર એટલે સફરજનના સિરકા થી પણ તમારી જીભને સાફ કરી શકાય છે. તેના માટે તમે એક ચમચી સિરકાને એક ગ્લાસ ગરમ પાણીમાં ઉમેરો અને પછી આ જ્યૂસને મોંઢામાં રાખો. થોડીવાર પછી કોગળા કરો.

મીઠુ:

image source

મીઠુ જીભની સફાઈ માટે એક કુદરતી સ્ક્રબ છે. તમારી જીભ પર થોડુ મીઠું નાખો અને પછી ચોખ્ખા ટૂથબ્રશથી સ્ક્રબ કરો. ધ્યાન રાખવું કે ટૂથબ્રશ મુલાયમ હોવુ જોઈએ. કડક રેસાઓથી જીભમાં દુખાવો કે છાલા પડી શકે છે. આ રીતથી એક અઠવાડિયામાં જીભ પરથી સફેદ પડ સાફ થઈ શકે છે.

નારિયેળનું તેલ:

Image source

નારિયેળના તેલથી પણ તમે તમારી જીભ પર જામેલા સફેદ પડ ને દૂર કરી શકો છો. નારિયેળના તેલમાં એન્ટીસેપ્ટિક ગુણ જોવા મળે છે અને દિવસમાં બે વાર તેનાથી કોગળા કરો તો જીભની દુર્ગંધથી છુટકારો મળશે. નારિયેળ તેલનો દરરોજ ઉપયોગ કરવાથી જીભના બધા બેક્ટેરિયા સાફ થઈ જાય છે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો “ફકત ગુજરાતી” સાથે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *