પાંચ મિનિટમાં બદલાઈ જશે દાળ-ભાતનો સ્વાદ, જો રેગ્યુલર આહારમાં આ ટિપ્સ ફોલો કરશો

Image Source

દાળ-ભાત એક એવું ભોજન છે, જે દરેક ઘરમાં અઠવાડિયામાં ચાર થી પાંચ દિવસ ચોક્કસપણે બને છે. પરંતુ દરેક દેશમાં દાળ બનાવવાની પણ વિવિધ રીત અને વેરાયટી હોય છે. બધા પ્રદેશોમાં લોકો જુદી જુદી રીતે દાળ બનાવે છે પરંતુ રૂટિનમાં એક જેવા દાળ અને ભાત બનાવવાથી લોકો કંટાળી જાય છે. વૃદ્ધ વડીલો તો પણ દરરોજ એક જેવા દાળ ભાત કોઈપણ ઈચ્છા હોય કે ન હોય તેમ છતાં ખાઈ લે છે, પરંતુ આજકાલના બાળકો દાળ ભાતનું નામ સાંભળતા જ નખરા શરૂ કરી દે છે. હવે તેમાં તેનો પણ શું દોષ, દરરોજ એક જેવું ખાવું કોને સારું લાગે છે. હવે દાળ-ભાત બનાવવાનું બંધ તો કરી શકીએ નહિ પરંતુ જુદી જુદી રીતે દાળ બનાવી ભોજનનો સ્વાદ બદલી અને વધારી તો શકાય છે. જો તમને લાગી રહ્યું છે કે દાળ ભાતને જુદી રીતે બનાવવામાં સમય લાગશે તો મારો વિશ્વાસ કરો કે આવું કશું થશે નહીં. જો તમારે લગભગ દરરોજ દાળ ભાત બનાવવા છે તો પાંચ મિનિટની રીતથી તમે ભોજનના સ્વાદમાં ફેરફાર લાવી શકો છો. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે દરરોજના દાળ ભાતના સ્વાદમાં કેવી રીતે ફેરફાર લાવવો.

દરરોજ દાળના વઘારમાં ટવીસ્ટ આપો

વઘાર વાળી દાળ કોઈને પસંદ ન હોય, દાળનો સ્વાદ તેના વઘારથી આવે છે. તમે હંમેશા એક સરખો વઘાર કરો છો તો દાળમાં સ્વાદ લાવવા માટે તમારે દરરોજની દાળના વઘારમાં ફેરફાર કરવાની જરૂર છે. તમે ઇચ્છો તો દરરોજ એકજ દાળમાં જુદી જુદી વસ્તુઓનો વઘાર આપી તેના સ્વાદમાં ફેરફાર લાવી શકો છો. ક્યારેક જીરાનો વઘાર કરવો તો ક્યારેક રાઈથી દાળ ફ્રાઇ કરો. દાળમાં તમાલપત્રનો વઘાર કરી શકો છો. આ ઉપરાંત સરગવાના બીજ નો વઘાર અને સૂકા લાલ મરચા, કાંદા અને ટામેટાનો વઘાર પણ કરી શકો છો. ઘ્યાન રાખો કે સરગવા સિવાય બધી વસ્તુઓના વઘારમાં ઘીનો ઉપયોગ કરવો.

લસણમાં વધારશે દાળનો

તમે દાળમાં લસણનો વઘાર કરો છો તે તેનાથી પણ વધારે સ્વાદ વાળી ટિપ્સ છે. જેનાથી તમારી દાળનો સ્વાદ તો વધશે જ સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ ઉતમ રેહશે. દાળ ઉકાળતી વખતે જ બે કળી લસણ, સમારેલ લીલું મરચું અને થોડી હિંગ ઉમેરો. દાળમાં લસણની સુગંધ અને હિંગનો સ્વાદ બંને આવશે. આ ઉપરાંત દાળમાં વઘાર કરતી વખતે વધારે તેલ નાખવાની પણ જરૂર નથી. દાળમાં ઘી નાખીને સ્વાદ વધારો.

Image Source

ભાત બનાવવાની રીત

ભાત છૂટા અને વધારે સ્ટાર્ચ હોય તેના માટે સરળ રીત છે. તેના માટે ભાતને સરખી રીતે ધોઈને ઉકાળો. ધ્યાન રાખો કે જો ખુલ્લા વાસણમાં ભાત રાંધી રહ્યા છો તો તેને હલાવો નહિ. તેમજ ભાત બનાવતી વખતે બે ટીપાં તેલ નાખી દો.

ભાતમાં અલગ સ્વાદ લાવવા ઇચ્છો છો તો તેને ધોઈને એક નાની ચમચી ઘી અને બે લવિંગ સાથે ફ્રાઈ કરી લો. પરંતુ ફ્રાઈ કરતી વખતે તેને વધારે હલાવવા નહિ, નહીંતર તે ભાત ભાંગી શકે છે. માત્ર એક જ મિનિટ માટે શેકો અને પછી જેવી રીતે ચોખા રાંધીએ છીએ તે રીતે પકાવો. તેનાથી ચોખા ઝડપથી પણ રંધાશે અને સારો સ્વાદ પણ આવશે.

ક્યારેક ક્યારેક ચોખામાં પાણી વધારે થાય છે, જેના કારણે ચોખાનો સ્વાદ બગડી શકે છે. ચોખામાં પાણી વધારે હોવાથી લોકો તેને વધારે રાંધવા લાગે છે જેથી પાણી સુકાઈ જાય. તેમ ન કરીને તમે એક બ્રેડની સ્લાઈસ ચોખામાં નાખી દો. બ્રેડ ચોખામાં વધારે પાણીને ચુશી લેશે અને ચોખાને વધારે રાંધવા પણ પડશે નહિ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment