આ પાંચ ફિલ્મોની કહાનીમાં પાંચિયાનો પણ દમ ન હતો છતાં સુપર હીટ ચાલી હતી – નં. ૧નું નામ જાણવા જેવું છે…

અઠવાડિયાનો શુક્રવાર આવે એટલે નવી ફિલ્મ જરૂરથી આવે પણ એમાં અમુક ફિલ્મો એવી છે જેને રીપીટ કરવાનું મન થાય અને અમુક ફિલ્મમાં ટીકીટના પૈસા પણ માથે પડે એવું બને છે. હા, એક વાત છે કોઈ ફિલ્મના ગીતો વધારે ગમે, તો કોઈ ફિલ્મના મુવી સ્કેન. એમ અલગ-અલગ ફિલ્મમાં કોઈ ખાસિયત જોવા મળે છે. જો કે આ દ્રષ્ટિએ જોઈએ તો ટીકીટના પૈસા વસૂલ ગણાય.

તો ફિલ્મોની વાત નીકળી છે તો આજે વધુ વાત કરીએ આ ચર્ચામાં તો એક સમયમાં અમુક એવી ફિલ્મો બની હતી જેની સ્ટોરીમાં કોઈ દમ ન હોવા છતાં આ ફિલ્મો વધુ ચાલી હતી. કદાચ તમને એવા ફિલ્મો ક્યાં છે એ વિશે જાણ નહીં હોય. તો વાંચો આગળ એટલે ખબર પડી જશે.

(૧) કુછ કુછ હોતા હૈ

તમને એવું થયું હશે કે આ ફિલ્મનું નામ આ લીસ્ટમાં આ મુવી કઈ રીતે? તો આ ફિલ્મમાં એવું પ્રણય ત્રિકોણ બતાવવામાં આવ્યું છે કે, સવાલ થાય કે તો શાહરૂખે તેના પહેલા પ્રેમને કેમ ન સ્વીકાર્યો? પણ આ વાત જોવાવાળી નજર ઉપર ડીપેન્ડ છે. આમ જુઓ તો સામાન્ય સ્ટોરી છે જેને સારા કેમેરાના રીઝલ્ટથી બેસ્ટ બનાવવામાં આવી છે.

(૨) પ્યાર કા પંચનામા

આ ફિલ્મમાં કહાનીની વાત કરીએ તો વધુ જોર છોકરાઓની વાતો પર દર્શાવવામાં આવ્યું છે. જેમાં પુરૂષ તેના સંબંધોથી નારાજ છે એવું લાગે. વધુ છોકરીઓને થોડી નેગેટીવ રોલમાં બતાવી છે. જે થોડું અજુગતું લાગે છે કારણ કે બધા કિસ્સામાં આવ્યું સત્ય સ્વીકારવું થોડું અઘરું લાગે છે.

(૩) રાંઝણા

નાના ગામનો છોકરો-છોકરીની પાછળ લટ્ટુ થઇ ગયો હોય પણ છોકરી વધુ તેજ દિમાગી અને સ્માર્ટ હોવાથી ક્યાં-કેવા દ્રશ્યો બને છે એ થોડા વિચલિત વિચારોમાં છે એવું લાગે કારણ કે ફિલ્મમાં છેલ્લે છોકરીને-છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. આ વાતને વધુ વિચારવામાં આવે તો છોકરાઓને એવું લાગે કે છોકરીઓનો પીછો કરવાથી તેત તેના પ્રેમમાં પડી જાય તે તદ્દન ખોટું છે.

(૪) બેબી

આ ફિલ્મ ધર્મનું સંબોધન કરતો હોય એવી કહાનીથી બનેલું છે. તેથી દેશમાં ધર્મમાં ઘણાખરા ઊંડા ઉતરેલા માણસો વિવાદ સર્જે છે. ઉપરાંત દેશમાં તણાવની સ્થિતિ પણ ઉભી થાય છે. આમ, જોઈએ તો આ ફ્લોપ સ્ટોરી છે.

(૫) DDLJ

આ ફિલ્મ આમ તો છોકરીઓને વધુ પસંદ પડે છે. પણ ફિલ્મમાં એવું છે કે જયારે શાહરૂખ કાજોલનો હાથ તેના પિતા પાસે માંગે છે. ત્યારે અમરીશપુરી સંપતિની જેમાં કાજોલને-શાહરૂખને સોંપી દે છે. જે બકવાસ વાત ગણાય છે. સ્ત્રી કોઈ સંપતિ નથી, કોઈ રમવાનું રમકડું નથી.

આ એવી પાંચ ફિલ્મો છે, જે માર્કેટમાં ચાલી તો હતી પરંતુ તેની સ્ટોરીમાં કોઈ ખાસ દમ ન હતો. તમને બકવાસ મૂવી લાગી હોય તે કમેન્ટમાં લખજો એટલે લોકોના મંતવ્ય જાણી શકાય.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *