આપણો દેશ પુરાતન કાળથી જ ધર્મ અને સંસ્કૃતિ માટે વિશ્વવિખ્યાત છે હા, અહીં દરેક સ્થાન પર કોઇ ને કોઇ વાર્તા અને અદ્ભુત મહાત્મ્ય પોતાના સમાયેલું છે. અને તેના જ એક અંશ ના રૂપમાં છે ‘વિરૂપાક્ષ મંદિર’. આ મંદિર ખૂબ જ અનોખું મંદિર છે. જે પોતાની અંદર ઘણા બધા રહસ્યને સમાયેલું છે. એવામાં આજે અમે તમને આ મંદિર વિશે જણાવીશું, તમને જણાવી દઇએ કે આ મંદિર ભારતના પ્રસિદ્ધ ઐતિહાસિક મંદિરો માં એક રહસ્યમય મંદિર છે.
જે કર્ણાટકના હમ્પીમાં સ્થિત છે માન્યતા છે કે હમ્પી રામાયણ કાળની ‘કિષ્કિંધા’ છે.અને આ મંદિરમાં ભગવાન શંકરની વિરૂપાક્ષ રૂપની પૂજા થાય છે આ પ્રાચીન મંદિર યુનેસ્કોના વિશ્વ ધરોહરમાં પણ સામેલ છે. આ મંદિરની ઘણી ખાસિયત છે અને તેમાં રહસ્ય પણ જોડાયેલા છે આ મંદિરના રહસ્યને અંગ્રેજોએ પણ જાણવાની ઘણી કોશિશ કરી પરંતુ તેમને સફળતા મળી નહીં.
ઉલ્લેખનીય છે કે ભગવાન વિરૂપાક્ષ અને તેમની પત્ની દેવી પંપા ને સમર્પિત આ મંદિર ની વિશેષતા એ છે કે અહીંનું શિવલિંગ દક્ષિણની તરફ ઝુકેલું છે. ધાર્મિક માન્યતા છે કે રાવણે ભગવાન રામ સાથે યુદ્ધ માં જીતવા માટે ભગવાન શંકરની આરાધના કરી હતી. ત્યારબાદ ભગવાન શંકર જ્યારે પ્રગટ થયા ત્યારે રાવણને તેમને લંકામાં શિવલિંગની સ્થાપના કરવા માટે કહ્યું.
રાવણની વારંવાર યાચના કરવાથી ભગવાન શિવ રાજી થઈ ગયા. પરંતુ તેમને રાવણની સામે એક શરત મૂકી હતી અને તે શરત એ હતી કે શિવલિંગને લંકા લઈ જતી વખતે નીચે જમીન પર રાખવું નહીં. જ્યારે રાવણ શિવલિંગ ને લઈને લંકા જઈ રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાં એક વ્યક્તિને શિવલિંગ પકડવા માટે આપ્યું પરંતુ વજન વધુ હોવાના કારણે તેમને શિવલિંગને જમીન ઉપર મૂકી દીધું. ત્યારથી જ આ શિવલિંગ અહીં ઉપસ્થિત છે અને ઘણી બધી કોશિશ કર્યા પછી પણ તેને હલાવી શકાયું નહીં.
જણાવી દઈએ કે વિરૂપાક્ષ મંદિરની દીવાલો ઉપર તે ઘટનાના ચિત્ર દોરવામાં આવ્યા છે.અને તેમાં જણાવવામાં આવ્યું છે કે રાવણ ભગવાન શંકરને ફરીથી શિવલિંગ ઉઠાવવાની પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ ભગવાન તેઓ તેમને ના કહી રહ્યા છે. માન્યતા એ પણ છે કે આ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન હતું પરંતુ તેમને આ જગ્યા રહેવા માટે વધુ મોટી લાગી અને તે ક્ષીરસાગર પાછા ચાલ્યા ગયા.
ત્યાંજ સ્થાનિક માન્યતાઓ અનુસાર જણાવવામાં આવે છે કે આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે.દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં બનેલું આ મંદિરનું ગોપુરમ 500 વર્ષથી પહેલા બન્યું હતું જે 50 મીટર ઊંચું છે. ભગવાન શિવ અને દેવી પંપા સિવાય અહીં ઘણા નાના નાના મંદિર છે. વિક્રમાદિત્યની બીજી રાણી લોકમાહ દેવીએ વિરૂપાક્ષ મંદિર બનાવડાવ્યું હતું. આ મંદિરને પંપાવતી મંદિરના નામથી પણ જાણવામાં આવે છે.
જણાવી દઈએ કે આ મંદિરની એક હકીકત એ પણ છે કે તેના અમુક થાંભલામાંથી સંગીત વાગવાનો અવાજ આવે છે તેથી જ તેને ‘મ્યુઝિકલ પિલર્સ’ પણ કહેવામાં આવે છે. આ વિષયમાં પ્રચલિત કથા એ છે કે અંગ્રેજોએ આ થાંભલામાંથી સંગીત કેવી રીતે નીકળે છે તે જાણવાની કોશિશ કરી હતી તેથી જ તેમને આ મંદિરના થાંભલા તોડીને પણ જોયા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે થાંભલા અંદરથી ખોખલા હતા અને અંદર કંઈ પણ ન હતું. આ રહસ્યને કોઈ આજ સુધી જાણી શક્યું નથી અને આ વાત આ મંદિરને રહસ્યમય મંદિર ની શ્રેણીમાં સામેલ કરે છે.
ત્યાં જ છેલ્લે એક વિશેષ વાત તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે હેમકુટ પહાડીની તળેટી ઉપર બનેલ મંદિર ગોપુરમ 50 મીટર ઊંચું છે. ભગવાન શિવજી સિવાય આ મંદિરમાં ભુવનેશ્વરી અને ચંપા ની મૂર્તિ પણ બનેલી છે આ મંદિર ની પાસે નાના બીજા ઘણા અનેક મંદિર છે જે બીજા દેવી-દેવતાઓને સમર્પિત છે. વિરૂપાક્ષ મંદિર વિક્રમાદિત્યની બીજી રાણી લોક મહાદેવી દ્વારા બનાવવામાં આવ્યું હતુ. દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં આ મંદિર ઈંટ અને ચુના થી બનાવવામાં આવ્યું છે અને તેને યુનેસ્કો દ્વારા ઘોષિત રાષ્ટ્રીય ધરોહર માં પણ સામેલ કરવામાં આવ્યું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team