એક રેલ્વે કુલીની કહાની – અંત સુધી ખુબ મેહનત કરી – છેવટે IAS અધિકારી બન્યો

અત્યારનાં મોંઘાદાટ ભણતરની જીવનમાં કળ વળે ખરી..? એ ચોક્કસ પણે બનવું મુશ્કેલ છે. પરંતુ એ પ્રશ્નનાં ઉદ્દભવમાં ક્યાંક માતા-પિતા પણ સામેલ થઇ જતા હોય છે. દુનિયાની હરીફાઈમાં શું સાચું છે એ પારખવામાં સમય કાઢી નાખતા હોય છે. મોંઘા ભણતરથી નહીં પરંતુ બાળક તેમની બુદ્ધિશક્તિથી આગળ વધતું જતું હોય છે. પછી એ શાળામાં લેવાતી પરીક્ષા હોય કે કોઈ અંદરની કલા.

બીજી બાજુ જોઈએ તો હાલનાં સમયમાં અલગ જ પ્રકારનો પવન ચાલી રહ્યો છે. આજે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે મોબાઈલ તેમની કારકિર્દીનો દુશ્મન બનીને બેઠો છે. વધુ સમય  વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર દરરોજ વેડફી નાખે છે. પણ રેલવે સ્ટેશન પર મજૂરી કરતાં આ કુલીની કહાની બહું અલગ છે.

ફ્રી વાઇફાઇ અને મોબાઇલના ઉપયોગથી યુ.પી.એસ.સી જેવી  અઘરી પરીક્ષા ઉતીર્ણ કરી ગયો.   છે ને વિશ્વાસ ન આવે તેવી વાત..!!! પણ આ સત્ય હકીકત છે. આજનો આ કિસ્સો તમને પણ ઘણી ખરી હિમ્મત આપે એવો છે.

કોચિંગમાં લાખો રૂપિયા ખર્ચીને પણ જે પરીક્ષા પાસ નથી થતી. એ પરીક્ષા કેરળના અરનાકુલમ રેલવે સ્ટેશન પર કુલી નું કામ કરતાશ્રીનાથેપાસ કરી બતાવી છે. નાના એવા ગામમાં જન્મેલો, આ યુવાન નાનપણથી જ ઘરની જવાબદારીઓ ખભે લઈને ફરે છે. પિતાને દારૂની લત લાગી હતી. માટે રમવાની ઉંમરમાં જ તેના  પર કામનો બોજ આવી ગયો હતો.

 

પરિવારની પરિસ્થિતિ ખૂબ કંગાળ હતી. શ્રીનાથ મજૂરી કામ કરીને ઘર ચલાવતો હતો. તેને પોતાના નાના ભાઈને એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ કરાવ્યો. પરંતુ પોતાનું સપનું છોડ્યું નહીં. તેનામાં કંઈક કરી બતાવવાનું જૂનુન હતું. જે જૂનુને જ તેને સફળતા અપાવી છે.

તેના જીવનની ફાઈટ હજુ અહીંથી અટકતી નથી. ઘણાં સંઘર્ષો ભરી દાસ્તાન બની છે. કેટલી કહાનીમાંથી તો ફિલ્મ બની શકે એમ છે. એ કુલીનાં કામ કરવાની સાથે જ તેને પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. બાદ, રેલવે સ્ટેશન પર કૂલી કામ કરતા કરતા તેણે જોઈન્ટ એક્ઝામ પાસ કરી. ITI માં પ્રવેશ મેળવ્યો. M.Tech માં ટોપ રેન્ક સાથે ઉત્તિર્ણ થયો. પરંતુ હજુ આ મંઝિલ ન હતી.

તેનું સપનું હતું UPSC પાસ કરવાનું. જે તેણે ત્રણ વાર નિષ્ફળતા બાદ આખરે ચોથા પ્રયાસે પૂર્ણ કર્યું. અંતે શ્રીનાથ IAS બની જ ગયો.

Image Source – www.india.com

શ્રીનાથ પાસે તૈયારી કરવા માટે ન કોઈ રેફરન્સ, ન કોઇ કોચીંગ કે ન કોઈ ટ્યુટર હતા. તેની પાસે ફક્ત બે જ વસ્તુ હતી એક તેનો મોબાઇલ અને બીજું રેલવે સ્ટેશનનું ફ્રી વાઇફાઇ. દિન ભર કૂલી બનીને કામ કરતો અને રાતે ઓનલાઇન મટેરિયલનું સ્ટડી કરતો. જૂની બધાનાં મોઢે હોય એવી એક કહેવત છે કે, મન હોય તો માળવે જવાય”. આ રીતે શ્રીનાથે સાચી શીદ્ત અને ખંતથી પોતાનુ સ્વપ્ન સાકાર બતાવ્યું.

Author : Payal Joshi

Leave a Comment