ફટાફટ બનતી લસણ ની ચટણી એટલી સ્વાદિષ્ટ છે કે તમે બેને બદલે ચાર રોટલી ખાશો.

Image source

મિત્રો આજે અમે તમારી સાથે લસણની ચટણી ની રેસિપી શેર કરીશું, જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે તેનાથી તમે બે રોટલીને બદલે ચાર રોટલી ખાવા લાગશો. તે ચટણી બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. આ સ્વાદિષ્ટ ચટણી ૫ થી ૭ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને સૌથી સારી વાત તમે આ ચટણીને એક વાર બનાવીને ૧૦ દિવસ માટે ફ્રીજ માં સંગ્રહ પણ કરી શકો છો.

જરૂરી સામગ્રી

  •  લસણ – ૨૫ કળીઓ
  • આખા લાલ મરચા – ૨૦
  •  કાપેલા ધાણા – એક ચમચી
  •  જીરુ – અડધી ચમચી
  •  મીઠું – સ્વાદ મુજબ
  •  દહીં – ત્રણ ચમચી
    તેલ – બે ચમચી

રીત

  • લસણની સ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે સૌથી પહેલા લસણને ફોલીને કરકરું વાટી લો.આખા લાલ મરચાને મિક્સર માં બારીક પીસી લો.
  • વાસણ ને ગેસ પર રાખો અને તેમા બે ચમચી તેલ નાખીને ગરમ થવા માટે મૂકી દો. તેલ ગરમ થયા પછી તેમા જીરુ નાખીને સોનેરી કથ્થઈ થાય ત્યા સુધી શેકો. જીરુ સોનેરી કથ્થઈ થાય પછી તેમા ધાણા અને લસણ નાખીને એક મિનીટ સુધી ધીમા તાપે હલાવતા સાંતળી લો.
  • એક મિનીટ પછી તેમા પીસેલું લાલ મરચું નાખી દો. બરણી માં થોડું પાણી નાખી હલાવીને ચટણી ને વાસણમાં નાખી દો. બે મિનિટ હલાવીને ઉચ્ચ તાપે પકાવી લો. બે મિનિટ પછી ચટણીમાં સ્વાદ મુજબ મીઠું નાખીને હલાવો.
  • હવે ચટણીમાં દહીં નાખી હલાવીને એક ઉફાણ આવે ત્યાં સુધી પકાવો. એક ઉફાણ આવે પછી ગેસને ધીમો કરી લો અને ચટણી ને ત્રણ મિનિટ વધુ પકાવો.
  • મેં ચટણીને ધીમે તાપે પકવતા ત્રણ મિનીટ થઈ ગઈ છે. મેં એક થી બે વખત ચટણીને વચ્ચે મૂકી દીધી હતી અને ગેસ બંધ કરી દીધો હતો. ખુબજ સ્વાદિષ્ટ અને ચટપટી આપણી લસણ ની ચટણી બનીને તૈયાર છે. ચટણીને એક વાસણમાં કાઢી લો.
  • આ સ્વાદિષ્ટ ચટણીને રોટલી, પૂરી, પરોઠા, દાળ ભાત કે ખીચડી સાથે મજા લઈ લઈ ને ખાઓ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment