તમારી પસંદગીના રંગમાં છુપાયેલું છે તમારા વ્યક્તિત્વનું રહસ્ય, જાણો કઇ રીતે 

Image Source

આવો એક્સપર્ટ દ્વારા જાણીએ કે તમારા પસંદગીના રંગથી તમારા વ્યક્તિત્વ વિશે કેવી રીતે જાણ કરી શકાય છે. દરેક વ્યક્તિનો પોતાનો પસંદગીનો એક રંગ હોય છે. પસંદગીનો રંગ ન હોવા છતાં પણ દરેક વ્યક્તિની રંગો માટે અમુક પ્રાથમિકતા જરૂર જોવા મળે છે. ખાસ કરીને દરેક વ્યક્તિ પોતાના પસંદગીના રંગના હિસાબથી જ કપડાં પહેરે છે. રંગની પસંદગી એવી હોય છે જે તમારા વિશે ઘણું બધું જણાવે છે કે તમે એવું કાર્ય કરો છો અને તમારું વ્યક્તિત્વ કેવું છે તથા તમારો સ્વભાવ કેવો છે. અને બીજા વ્યક્તિ તમને કેવી રીતે જુએ છે.

આમ તો જરૂરી નથી કે તમારા વ્યક્તિત્વનો રંગ એ જ હોય જે તમે હંમેશા પહેરો છો. તે ખાસ કરીને એ રંગ હોય છે જે તમને સૌથી વધુ ઉત્સાહિત કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ વ્યક્તિનો પસંદગીનો રંગ તેમના વિશે ઘણું બધું જણાવે છે. આવું શીતલ સાપરીયા જે લાઈફ કોચ અને એસ્ટ્રોલોજી છે. તેમની પાસેથી જાણીએ કે કયા પ્રકારના કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ તેમના પસંદગીના રંગ ઉપર નિર્ભર હોય છે.

Image Source

કાળો રંગ

 જો તમને કાળો રંગ પસંદ છે તો એ વાતની તરફ ઇશારો કરે છે કે તમે સ્વભાવથી શર્માળ છો. પરંતુ જ્યારે પણ કોઈપણ સ્તિથીની આવશ્યકતા હોય ત્યારે પોતાના મનની વાત કહેવામાં જ વિશ્વાસ કરો. તમે આસાનીથી નિરાશ થતા નથી અને જીવનની દરેક બાધાને દૂર કરવાનો પ્રયાસ કરો છો. તમે શક્તિ અને નિયંત્રણ માટે પ્રયાસ પણ કરો છો. તમે પોતાની વાતોને ગુપ્ત રાખવા પર ખુબ જ ભાર આપો છો. અને કોઈપણ વ્યક્તિની સામે ખુલ્લી ચોપડી ની જેમ બહાર આવતા નથી. માત્ર નજીકના મિત્ર અને પરિવારના સભ્યો જ જાણે છે કે તમારા જીવનમાં શું મહત્વ પૂર્ણ છે. તમે તમારી આસપાસ અને પોતાના દ્વારા કરવામાં આવતી વસ્તુ માં પણ નિર્મળતા બનાવી રાખવાનું પસંદ કરો છો.

લાલ રંગ

લાલ રંગ ખાસ કરીને ખતરાનો સંકેત આપે છે પરંતુ રંગો નો અર્થ અલગ અલગ ભાષામાં અલગ અલગ જોવા મળે છે. જો તમને લાલ રંગ પસંદ છે  તો તે તમને જણાવે છે કે તમે બહારની દુનિયાને ખૂબ જ પસંદ કરો છો અને તમે એ સ્વભાવના છો તમે આસાનીથી દોસ્ત બનાવી શકો છો તથા અજનબી સાથે વાત પણ કરી શકો છો. તમારું પોતાનું જીવન એક રાજા અથવા રાણીની જેમ જીવવા માં વિશ્વાસ રાખો છો. તમે કોઈપણડર વિના પોતાના સપનાઓને સમર્પિત રહો છો અને તેમની પાછળ આવતા રહો છો  એટલું જ નહીં તમે દરેક પરિસ્થિતિમાં પોતાના સપનાને પુરા કરવાની કોશિશ કરતા રહો છો.

Image Source

ગુલાબી રંગ

તમારું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક છે અને તમે પોતાની આસપાસના લોકોને ખૂબ જ સહજ મહેસૂસ કરાવો છો. તમે સ્વભાવથી ભાવુક છો અને તમને તમારી ભાવનાઓ નો સામનો કરવાથી નફરત કરો છો તમે પોતાના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને સંતુલિત બનાવી રાખવું ખૂબ જ પસંદ કરો છો કારણ કે તમે બંનેને સમાન રૂપથી મહત્વ આપો છો. તમે સપના જોવાવાળા સ્વતંત્ર અને ઉત્સાહી સ્વભાવના વ્યક્તિ છો.

ભૂરો રંગ

તમારી પસંદગીના રંગના હિસાબથી એવું થઈ શકે છે કે જ્યારે તમે ખુબ જ મધુર અને મૃદુભાષી દેખાવાની કોશિશ કરો છો ત્યારે લોકોને એ વાતની ખબર હોતી નથી કે તમારી પાસે એક વધુ પક્ષ છે જ્યાં તમે કઠિન પરિસ્થિતિમાં પોતાની માટે ઊભા રહી શકો છો. તમે વફાદાર છો અને દોસ્ત તથા પરિવારની ખૂબ જ નજીક છો તમે સ્વભાવથી ખૂબ જ વધુ પડતા સંવેદનશીલ પણ છો અને નાટકીય પરિસ્થિતિને બિલકુલ પ્રોત્સાહિત કરતા નથી.

લીલો રંગ

જો તમારો પસંદગીનો રંગ લીલો છે તો તમે એક સ્વતંત્ર અને ઉત્સાહી વ્યક્તિ છો. અને જીવનમાં રોમાંચનો આનંદ લો છો તમે એક અત્યંત સામાજિક, અવિશ્વસનીય, સ્નેહી અને વફાદાર વ્યક્તિ છો. પરંતુ તમે લગભગ બેચેન રહ્યા કરો છો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમે એક ચતુર વ્યક્તિ છો. જે વેપાર પ્રવૃત્તિ વિશે ખૂબ જ સમજદારી રાખે છે.

સફેદ રંગ

તમે દરેક વસ્તુમાં સારાઈ દેખવાનું પસંદ કરો છો. તમે એક એવા વ્યક્તિ છો જે લોકોને શાંત કરી શકે છે.અને પોતે શાંત રહેવામાં જ વિશ્વાસ રાખે છે. તમે લગભગ પોતાના શબ્દોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરો છો. અને કોઈ તમારા વિષે વધુ જાણી શકતું નથી. તમે એક દયાળુ વ્યક્તિ છો અને લોકોની મદદ કરવા માટે હંમેશા સંભવ પ્રયાસ કરો છો. ભલે તે કોઈ અજનબી વ્યક્તિ જ કેમ ન હોય.

પીળો રંગ

 આ વાત પરિભાષિત કરે છે કે તમે ખૂબ જ શાંત સ્વભાવના વ્યક્તિ છો. તમે આશાવાદી છો અને ખોટું થતી વાસ્તુમે છોડવાથી ના કહો છો તમે ખૂબ જ ભરોસા વાળા વ્યક્તિ છો અને હંમેશા પોતાના જીવનના ઉજ્જવલ પક્ષને જુઓ છો.તમે ગૌરવશાળી છો અને કોઈ પણ જગ્યા ઉપર પોતાનો મત આપવા થી ડરતા નથી. તમારા વ્યક્તિત્વને કારણે લોકો તમારી કંપની ખુબ જ પસંદ કરે છે.

Image Source

જાંબલી રંગ

તમે એક કહાનીકાર છો અને બીજા લોકોનો વિચાર સાંભળવાનું પસંદ કરો છો. તમે સ્વભાવથી હોશિયાર અને મજાક વાળા છો.તમને લોકોને સલાહ આપવી ખૂબ જ પસંદ છે અને તમે તેને પોતાના દિલથી પસંદ કરો છો. તમે સ્વભાવથી સ્વતંત્ર છો અને પોતાનામાં તેવી ક્ષમતા રાખો છો જે તમને બીજાથી અલગ બનાવે છે.

આ પ્રમાણે તમારા પસંદગીના રંગોથી તમારા વ્યક્તિત્વની જાણ કરી શકાય છે પરંતુ આ એક સામાન્ય ધારણા છે જે દરેક વ્યક્તિના હિસાબથી અલગ-અલગ પ્રભાવ નાખે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment