ઝાડના પાંદડા તોડવા પર જાનવરોને સંભળાય છે તેની ચીસો, જાણો તેની હકીકત વિશે

જયારે આપણા નાના હતા ત્યારે સાંજે અથવા રાત્રે પાંદડાઓ તોડતા હતા તો માં અથવા દાદી-નાની બોલતી હતી કે બેટા આ સમયે પાંદડાઓ ના તોડાય, ઝાડ સુતા હોઈ છે, તેને દુખ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે ઘણી જ વસ્તુઓ મહેસુસ કરી શકે છે. ખાસ કરી ઝાડ જયારે દર્દ અથવા તણાવમાં હોઈ છે ત્યારે તે ખેંચાઈ છે.

સંશોધન દ્વારા સાંભળી છોડવાઓની ચીસો –

તમને જણાવી દઈએ કે એક સંસોધન દરમ્યાન એવો ખુલાસો થયો છે કે જેમાં વૃક્ષ, છોડને પણ દર્દ થાય છે. આ સંશોધન તેલ અવીવ યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યું છે. આ લોકોએ તેનું સંસોધન ટામેટા અને તંબાકુના છોડ પર કર્યું છે. આ સંશોધનકર્તાઓ એ છોડની 10 મીટરની દુરી પર એક હાઈ ક્વોલીટી વાળો માઈક્રોફોન રાખ્યો ત્યારબાદ આ છોડની દરેક ગતિવિધિઓ પર રેકોર્ડ કર્યો.

પાંદડાઓ તોડવા અથવા ખેંચાવા પર છોડને થાય છે દુખ –

એક સંસોધન મુજબ જો કોઈ પણ વ્યક્તિ આ છોડ ઉપર તણાવ આપે એટલે કે પાંદડાઓ તોડવા કે છોડને ખેંચવા જેવું કામ કરે તો આ છોડ 20 થી 100 કિલોહર્જટ સુધી અલ્ટ્રાસોનિક ફ્રિકવન્સી ઉત્પન્ન કરે છે.

પાણી ના મળવા પર પણ ચીસો નાખે છે –

સંસોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જયારે ટામેટું અને તંબાકુ ના છોડને ઘણા દિવસ સુધી પાણીના આપવામાં આવે તો તેની અંદરથી 35 અલ્ટ્રાસોનિક ડીસ્ત્રેસ અવાજ ઉત્પન્ન થશે. જેની અવાજ માણસને સંભળાતી નથી. તેને સાંભળવાની વધુ ક્ષમતા રાખતા જીવ જેમ કે ઉંદર અને ચામાચીડિયા જેવા પ્રાણીઓ જ તેની અવાજ સાંભળી શકે છે.

એટલા માટે હવે ઝાડ છોડને પાણી દેવામાં કંજુસી ના કરવી અને સાથે જ ઓછામાં ઓછા ઝાડ કપાઈ એવું ધ્યાન રાખવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment