આંખોની રોશની હોય, થાક હોય કે રોગપ્રતિકારક શક્તિ, લીંબુ માં છુપાયેલ છે દરેક રોગો ના ઉપાય

સલાડ માં જો લીંબુના થોડા ટીપાં પડી જાય તો સ્વાદ બમણો થઈ જાય છે. જણાવી દઈએ કે લીંબુનો ઉપયોગ ફક્ત સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ તે તંદુરસ્તી માટે પણ ખૂબ જ જરૂરી છે. કબજિયાતની સમસ્યા હોય કે દાંતોની કોઈ સમસ્યા, તાવ હોય કે લોહીનું દબાણ, આ બધા માટે લીંબુ ખુબ ઉપયોગી છે. જણાવી દઈએ કે લીંબુની અંદર વિટામિન બી, સી, કેલિશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ વગેરે પોષકતત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત લીંબુના રસમાં ભેજ પણ રહેલો હોય છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને જણાવીશું કે લીંબુ ક્યાં ક્યાં રોગોથી તમારી રક્ષા કરી શકે છે. વાંચીએ આગળ.

ગળાની ખરાશ.


લીંબુ ગળાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેને ઉપયોગ કરવાની રીત ખુબ સરળ છે. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને કોગળા કરવાથી તમારું ગળુ ખુલી જાય છે. સાથે જ જો તમને તાવ કે ઉધરસ છે તો તેનું સેવન કરવાથી આ તકલીફ દૂર થઈ જાય છે.

લીંબુ વધારે છે આંખોની રોશની.
લીંબુના સેવનથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે. તેના માટે નિયમિત રૂપે લીંબુ ના રસનું સેવન પાણીની સાથે કરો. આંખોની રોશની માટે આ એક સારો ઘરેલુ ઉપાય છે.

કેન્સર ને દૂર રાખે છે.


જણાવી દઈએ કે લીંબુની અંદર વિટામિન સી મળી આવે છે જે એન્ટી ઓક્સિડન્ટ તત્વ ની સાથે મળીને ખતરનાક રોગો જેમકે કેન્સર વગેરેને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

પેટ અને પાચનક્રિયા માટે લીંબુ.


ધ્યાન રાખો કે જો તમે દરરોજ સવારે ઊઠીને ભૂખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવો તો તેનાથી પાચનક્રિયા સારી રહે છે. આ ઉપરાંત જો તમારા પેટમાં દુખાવો, કબજિયાત કે અતિસાર છે તો લીંબુથી રાહત મળે છે.

થાક અને રોગપ્રતિકારક શક્તિ માટે લીંબુ.


જણાવી દઈએ કે જ્યારે પણ વધારે થાક નો અનુભવ થાય તો એક ગ્લાસ પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી ઊર્જા તો મળેજ છે સાથેજ આ શરીર ને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ છે. જ્યાં સુધી વાત રોગપ્રતિકારક શક્તિ ની છે તો તેનાથી ફકત રોગપ્રતિકારક શક્તિ વધતી જ નથી પરંતુ તેની મદદથી ઘા જલદી ભરાય છે.

આહારનું સંતુલન.


તમે તમારા ભોજન માં લીંબુનો સમાવેશ કરી શકો છો. તે ફકત તમારું જ નહીં પરંતુ તમારા પરિવારનું ધ્યાન પણ રાખે છે. તેના માટે તમે નિયમિત રૂપે બે ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરો. આ ઉપરાંત તમે ભોજનમાં સલાડ ઉપર લીંબુનો રસ નાખીને તેનો ઉપયોગ કરી શકો છો.

ત્વચા ના રંગ અને પેઢા માટે લીંબુ.


લીંબુનું સેવન કરવાથી ત્વચા નો રંગ નિખરી આવે છે. આ ઉપરાંત જો તમારી કોણી, ઘૂંટણ કાળું હોય તો તમે લીંબુની છાલનો ઉપયોગ કરીને આ કાળાશ દૂર કરી શકો છો. આ ઉપરાંત જો તમારા પેઢામાં લોહી નીકળતું હોય કે પેઢા નબળા હોય તો લીંબુનો રસ લગાવવાથી તે સ્વસ્થ થઈ જાય છે.

કેટલીક જરૂરી વાતો.

  • લીંબુમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વ હોય છે. તેનાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા તંદુરસ્ત રહે છે.
  • જો તમે બેક્ટેરિયા, ચેપ થી બચવા માંગો છો તો લીંબુનું સેવન દરરોજ કરો.
  • લીંબુને આયર્ન નો સારો સ્રોત માને છે. તેના સેવનથી આયર્ન ના શોષણની ક્ષમતા વધી જાય છે.
  • તેના માધ્યમથી લોહીમાં હીમોગ્લોબીનની માત્રા વધી જાય છે.
  • કેમ કે તેની અંદર પોટેશિયમ અને ફોસ્ફરસ રહેલા હોય છે તેથી તે મગજના કોષો અને નર્વસ સિસ્ટમ માટે પણ મદદરૂપ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *