આ શાકભાજીની છાલમાં વધારે પોષક તત્વો હોય છે, તેથી ભૂલથી પણ છાલ કાઢીને ખાશો નહિ

Image Source

શાકભાજી પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત હોય છે, જે રોજિંદા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. જેટલું મહત્વ શાકભાજીનું હોય છે, તેટલું જ મહત્વ તેની છાલનું હોય છે.

વ્હોલિટેરિયન લાઇફસ્ટાઇલના ક્રીએટર, મલીના મલકાની, એમએસ, આરડીએન, સિડીએનના મુજબ, શાકભાજીની છાલ સામાન્ય રીતે નોનવેજની સરખામણીમાં એન્ટી ઓક્સિડન્ટ, ફાઇબર, વિટામિન અને મિનરલનો વધારે સ્ત્રોત હોય છે.

છાલ વગરની શાકભાજીની સરખામણીમાં છાલ વાળી શાકભાજીમાં ૩૩ ટકા વધારે ફાઇબર હોય છે, તેમજ જો ફળોની વાત કરીએ, તો ફળોની છાલમાં એન્ટી ઓક્સિડન્ટનું પ્રમાણ નોનવેજમાં જોવા મળતા એન્ટી ઓક્સિડન્ટની માત્રા કરતાં ૩૨૮ ગણું વધારે હોય છે.

જેમકે હું તે વાતથી સહમત છું કે શાકભાજીની છાલ સ્વાદિષ્ટ લાગતી નથી. પરંતુ તેમ છતાં પણ તે મેટાબોલિઝ્મને વધારે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, આંખોની રોશનીમાં સુધારો કરવાની સાથે ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સંશોધન મુજબ, કેટલીક શાકભાજીની છાલ ખાવાથી ઘણા પ્રકારના સ્વાસ્થ્યને લગતા ફાયદા થઈ શકે છે. તેથી આજે આ લેખમાં તે શાકભાજીઓ વિશે જણાવીશું, જેની છાલનું સેવન કરવું ઘણું ફાયદાકારક હોય છે.

નોંધ: જૈવિક રીતે ઉગાડવામાં આવતી શાકભાજીની છાલ ખાવા લાયક હોય છે. કેમકે વધારે શાકભાજી પર કીટનાશક અને અન્ય રસાયણોનો છંટકાવ થાય છે, જે સ્વાસ્થયને નુકશાન પહોંચે છે.

Image Source

૧. બટાકા:

આપણામાંથી મોટાભાગના લોકો બટાકાની છાલને ફેંકી દે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તે આયર્ન, કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે મેટાબોલિઝ્મનો વધારો કરવામાં મદદ કરે છે અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

એક જીવાણુવિરોધી કીટાણુ હોવાને કારણે, બટેકાની છાલ તમારી ત્વચા માટે પણ સારી હોય છે. તે કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે.

લિનુસ પોલિંગ ઇન્સ્ટિટ્યૂટ મુજબ, ચાર બટાકાની છાલમાં ૬૨૮ મીલિગ્રામ પોટેશિયમ હોય છે, જે પોટેશિયમના રોજિંદા ખોરાકનો ૧૩ % હોય છે.

બટાકાની છાલમાં જોવા મળતું આયર્ન લાલ રક્ત કોષોના કામને પ્રોત્સાહન કરે છે જે શરીરના જુદા જુદા ભાગ સુધી ઓક્સિજન લઈ જવા માટે મહત્વપૂર્ણ છે.

બટાકાની છાલ ખાવાના ફાયદા તો છે, પરંતુ રેસ્ટોરન્ટમાં વધારે ફૈટ અને મસાલાની સાથે બનેલા બટાકાનુ સેવન કરવાથી બચવું જોઈએ, નહિતર તે શરીરમાં વધારે ફૈટ અને સોડિયમની માત્રાને વધારે છે.

Image Source

૨. ટામેટા:

મોટાભાગના ઘરોમાં ટામેટાની કઠણ છાલને દૂર કરી શાકભાજી બનાવવામાં આવે છે અને તેનું સેવન કરવામાં આવે છે. જેમકે તેમ કરવાથી બચવું જોઈએ. ટામેટાની છાલમાં ફ્લેવોનોઈડ નારિગેનીનનું પ્રમાણ વધારે હોય છે, જે સોજા ઓછા કરે છે અને કેટલાક પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે.

પરંતુ તેના પર વધારે સંશોધન કરવાની જરૂર છે, અન્ય સંશોધન પરથી તે પણ જાણવા મળ્યું છે, કે ટામેટાની છાલની સાથે પકવવાથી કેટલાક પોષક તત્વોની ઉપલબ્ધતા પણ વધે છે.

Image Source

૩. શક્કરિયા:

શક્કરિયાની છાલ ખાવાથી ભોજનમાં ફાઇબર, બીટા કેરોટિન, વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વોની માત્રા વધી જાય છે. શક્કરિયાની છાલનો સ્વાદ સારો હોય છે અને તે સરળતાથી ખાઈ પણ શકાય છે.

શક્કરિયાની છાલમાં જોવા મળતું બીટા કેરોટિન એક એન્ટી ઓક્સિડન્ટ છે, જે શરીરમાં વિટામિન એ માં બદલી જાય છે. તે આંખોની રોશનીમાં સુધારો કરવાની સાથે સ્વસ્થ ઈમ્યૂન સિસ્ટમ એટલે કે પ્રતિરક્ષા પ્રણાલી બનાવવમાં મદદ કરે છે.

એક સામાન્ય કદના શક્કરિયાની છાલમાં ૫૪૨ મિલિગ્રામ પોટેશિયમ જોવા મળે છે. તેમાં રહેલ વિટામિન સી અને વિટામિન ઈ બંને એન્ટી ઓક્સિડન્ટ છે, જે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરીને ઘણી બીમારીઓથી બચાવે છે.

Image Source

૪. કોળુ:

કોળુ તકનિકી રીતે એક ફળ છે. પરંતુ તેને શાકભાજી રૂપે પણ ખાઈ શકાય છે. તેની છાલમાં આયર્ન, વિટામિન એ, પોટેશિયમ ઘણી વધારે માત્રામાં જોવા મળે છે. તેથી તેનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.

ઘણા ઘરોમાં કોળાની છાલને કાઢ્યા વગર બનાવવામાં આવે છે. કોળાની છાલ થોડી જાડી હોય છે, તેથી કોળુ જ્યારે મુલાયમ હોય અથવા તો જ્યારે તેને ઉકાળવામાં આવે, ત્યારે તેનું સેવન સરળતાથી કરી શકાય છે.

નિષ્કર્ષ: હવે તમે જાણી ગયા હશો કે ક્યાં શાકભાજીની સાથે તેની છાલ ખાવાના કેટલા ફાયદા હોય છે. તો પછી વિલંબ શું છે, અહી જણાવેલી શાકભાજીની છાલ કાઢવાને બદલે છાલ સાથે ખાઓ જેનાથી પૂરતી માત્રામાં તેના ફાયદા મળી શકે. વધારે જાણકારી માટે તમારા નજીકના ડોકટરની સલાહ લઈ શકો છો.

તમને આ લેખ કેવો લાગ્યો ? અમને ફેસબુક પર કૉમેન્ટ કરી જરૂર જણાવો. આ પ્રકારની અન્ય જાણકારી મેળવવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *