સાસરિયામા નવી વહુ ને પૂછવામા આવે છે આ ૫ પ્રશ્નો, જેના જવાબ તેને મજબુરી મા આપવા પડે છે.

મિત્રો, એવુ કહેવામા આવે છે કે, જ્યાં સુધી લગ્નના મકાનમા શોરબકોર અથવા નૃત્ય ગીત ન હોય ત્યા સુધી આનંદ નથી આવતો. એક તરફ, નવી પુત્રવધૂ ઘરે આવવાની રાહ જોવાતી હોય છે ત્યારે બીજી તરફ છોકરા ની બહેનો, તેમની કાકી અને ફઈ નવી વહુ માટે સારા પ્રશ્નો ની સૂચિ તૈયાર કરતી હોય છે.

image source

જો કે આ વાતને નકારી શકાય નહીં કે જ્યારે છોકરાઓ છોકરી ને જોવા માટે આવે છે,  ત્યારે તે તેને આવા ઘણા પ્રશ્નો પૂછે છે, જેનો જવાબ નવવધૂએ મજબૂરીમા આપવો પડે છે. જ્યારે લગ્ન પછી નવવધૂ તેના સાસરિયાના ઘરે જાય છે તો પછી અમુક જ અમુક પ્રશ્નો તેના માટે સમસ્યા બની જાય છે.

આ બધામા સૌથી રસપ્રદ વાત એ છે કે, નવી પરણીત કન્યાઓ આ પ્રશ્નોના યોગ્ય જવાબ પણ નથી આપી શક્તી કે ના તો તેને નકારી શકે છે. આવી સ્થિતિમા આજે અમે તમને એવા પાંચ પ્રશ્નો વિશે જણાવવા જઈ  રહ્યા છીએ, જે સુસરાલમા નવી પરિણીત નવવધૂ ને વધુ પૂછવામાં આવે છે.

પતિ ને તમે બોલાવશો કે તુ?

image source

જો તમને સોનમ કપૂર ના લગ્નના વાયરલ વીડિયો યાદ હોય તો  જ્યારે આ અભિનેત્રીએ લગ્ન પછી તેના પતિનું નામ લીધું હતુ, ત્યારે તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘ પતિને નામ લઈને નહીં પણ તમે કહીને બોલાવવુ.’  લગ્ન પછી મોટા ભાગના નવવધૂ ને આ પ્રશ્ન પુછવામાં આવે છે. ઘણીવાર ઘરમા હાજર નણંદ તેમની ભાભી ને ચીડવે છે કે, તમે તેમને નામથી બોલાવશો કે તમે કહીને બોલાવશો. 

ભોજન મા શુ સારુ બનાવી લો છો? 

image source

લગ્ન થાય પછી  દરેક પુત્રવધૂએ રસોઈઘરમા ભોજન બનાવવા જેવી વિધિમાંથી પસાર થવુ પડે છે, જેના માટે તેમને અમુક પ્રશ્નો પૂછવામા આવે છે. ઘરના વડીલો નવવધૂ ને પૂછેછે કે, તમને ખાવામાં શું સારું બનાવતા આવડે છે? આ સમય એવો હોય છે કે જ્યારે નવવધૂ હા પણ ના બોલી શકે અને ના પણ ના બોલી શકે. 

સારા સમાચાર ક્યારે આપવા જઈ રહી છો? 

image source

જ્યારે લગ્ન પછી નવવધૂ ઘરે આવી હોય અને હજુ તો ચાર દિવસ થયા હોય ત્યા તેના પ્રિયજનોએ પહેલાથી જ તેમને સારા સમાચાર ની માંગ કરવાનુ શરૂ કરી દે છે. જો કે, તે હજુ તો તે તેના પારિવારિક જીવનને સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે આ જવાબદારી વિશે તુરંત નિર્ણય કેવી રીતે લઈ શકે.

શુ ઘરની જવાબદારી સંભાળી શકશો ?

image source

આ પ્રશ્ન એ કોઈપણ કન્યા માટે સૌથી મુશ્કેલ પ્રશ્નોમાથી એક હોય છે,  જેનો તેમણે બધા સંજોગોમાં હા મા જ  જવાબ આપવો પડે છે પરંતુ, દરેક વ્યક્તિ માટે આ વિચારવા જેવી વાત છે કે, લગ્ન પછી તુરંત જ નવવધૂ ઘરની જવાબદારી કેવી રીતે સંભાળી શકે? હજુ તો તે ઘરની જવાબદારીઓ વિશે શીખી રહી હોય ત્યારે તે આવતા ની સાથે જ તે ઘરની જવાબદારી કેવી રીતે સંભાળી શકે?

હનીમૂન કેવુ રહ્યુ ?

image source

મોટાભાગના લોકો હનીમૂન જેવી ખાનગી વાતો વિશે પૂછવામા પણ અચકાતા નથી. જો કે, આવા પ્રશ્નો મોટે ભાગે છોકરાની બહેનો અથવા છોકરી ના મિત્રો પૂછતાં હોય છે. તમે જ્યાં ગયા ત્યાં શું કર્યું? તમારા બંને વચ્ચેનો સમય કેવો રહ્યો? શુ તમે બીચ પર રોમેન્ટિક ડિનર લીધું છે?  હવે તમે મને કહો કે, છોકરીઓ માટે  આ પ્રશ્નોના જવાબો આપવાનુ કેટલુ મુશ્કેલ સાબિત થઈ શકે?

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *