ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ના ભારત દેશ જેમાં છે સૌથી સુંદર ખીણો, જાણીએ શું છે તેમાં ખાસ

Image Source

જ્યારે પણ આપણે કોઈપણ જગ્યાએ જવાની વાત કરીએ છીએ ત્યારે હિલ સ્ટેશન, સુંદર દરિયાકિનારો, રોમાંચક જંગલ શાંત દ્વીપ અને સુંદર ઇતિહાસિક સ્થળ આપણા દિમાગમાં આવે છે ભારતમાં એવી ઘણી બધી સુંદર અને આપણને મંત્ર મુગ્ધ કરનાર ખીણો ઉપસ્થિત છે જે ભારતની સુંદરતાને ખૂબ જ વધારે છે આ ખીણ નું દ્રશ્ય ભારતના સૌથી સુંદર દ્રશ્યો માંથી એક છે.

ભારતમાં ખીણ પણ ખૂબ જ સુંદર છે, અને તે જોવા લાયક પણ છે હિમાલયના ખોળામાં આવેલ ઉત્તર ભારતની ફોટોજેનિક ખીણના આપણને ઉત્સાહિત કરનાર દ્રશ્ય દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. દક્ષિણ તરફ અને પૂર્વ તથા પશ્ચિમ ના પહાડોની વચ્ચે ખૂબ જ સુંદર ખીણ આપણા નીરસ શહેરી જીવન થી તદ્દન અલગ છે આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે ભારતના સૌથી સુંદર ખીણ વિશે, કે આખરે કઈ ખીણ છે સૌથી ખાસ

Image Source

સોલંગ ઘાટી

સોલંગ ખીણ હિમાચલ પ્રદેશના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળો માંથી એક છે. મનાલીથી રોહતાંગના રસ્તામાં આવેલ આ ખીણ દર વર્ષે ઘણી બધી સંખ્યામાં પર્યટકો નું સ્વાગત કરે છે સાહસિક અને ઉત્સાહી લોકો માટે અહીં પેરા શૂટિંગ પેરા ગ્લાઈડિંગ અને ઘોડેસવારી જેવા ટ્રેક સામેલ છે જે અલગ-અલગ ઉંમરના પર્યટકોના હિસાબથી તૈયાર કરવામાં આવ્યા છે.

શિયાળા દરમિયાન આ ઘાટી બરફથી ઢંકાયેલાં રહે છે તેના કારણે સ્કીઇંગ અહીં એક લોકપ્રીય રમત છે અને લોકો વચ્ચે તેને ખૂબ જ રમવામાં આવે છે તમે જ્યારે પણ અહીં ફરવા જાવ ત્યારે આ રમત નો આનંદ જરૂરથી ઉઠાવો.

સોલંગ વેલીમાં શું કરવું

  • અહીં તમે બરફમાં રમી શકો છો અને તેનો આનંદ લઈ શકો છો.
  • સોલાંગ ખીણમાં ટ્રેકિંગ કરતી વખતે, રસ્તામાં એક શિવ મંદિર છે, જ્યાં તમે મુલાકાત લઈ શકો છો.
  • અહીં તમે સ્કીઈંગ, જોર્બિંગ અને પેરાગ્લાઈડિંગનો આનંદ પણ લઈ શકો છો.
  • સોલાંગ ખીણની ટેકરીઓ, ગ્લેશિયર્સ અને બરફ થી ઢંકાયેલ પહાડોનો અદ્ભુત નજારો જોવા માટે રોપવેની સવારી કરી શકાય છે.

Image Source

સ્પીતિ ઘાટી 

આ ખીણ ઉત્તર ભારતીય રાજ્ય હિમાચલ પ્રદેશના ઉત્તર પૂર્વીય ભાગમાં હિમાચલમાં સ્થિત એક ઠંડી રેગિસ્તાની પહાડી ખીણ છે. સ્પીતિ નામનો અર્થ થાય છે મધ્ય ભૂમિ કારણકે તે તીબ્બત અને ભારતની વચ્ચે ઉપસ્થિત છે.

સ્પીતિ ઘાટીમાં કરવામાટે સૌથી સારી વસ્તુ

  • રિવર રાફ્ટિંગ પર જાઓ
  • બૌદ્ધ મઠની મુલાકાત લો
  • કેમ્પિંગ પર જાઓ
  • કાઝાના મુખ્ય બજારમાં ખરીદી કરો
  • સ્પીતિ નદીના કિનારે બેસો

Image Source

તીર્થન ઘાટી

હિમાચલ પ્રદેશમાં ઘણી બધી લોકપ્રિય અને પ્રસિદ્ધ ખીણ છે જે ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સ્થિત આ તીર્થન ઘાટીનું નામ તીર્થન નદીથી લેવામાં આવ્યું છે, જે હિમાચલના હીમ નદીમાંથી નીકળે છે.

તીર્થને ઘાટીમાં દર વર્ષે ઘણી બધી સહેલાણીઓ કરવા માટે અને પોતાનો સમય વ્યતીત કરવા માટે આવે છે આ ગાડી ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કની અંદર સ્થિત છે આ પ્રસિદ્ધ ઘાટીમાં ટ્રેક દ્વારા આસાનીથી પહોંચી શકાય છે. તીર્થન ઘાટીને હિમાચલ પ્રદેશની સૌથી સારી ટ્રેકિંગ માટે પણ જાણવામાં આવે છે.

આ ગાડીમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને જીવનની ઘણી બધી પ્રજાતિ જોવા મળે છે આ ઘાટી રિવર ક્રોસિંગ ટ્રેકિંગ, ઓવર નાઈટ, કેમ્પ, રોક ક્લાઈમ્બિંગ, ફોટોગ્રાફી અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ દેશમાં ખૂબ જ જાણીતી છે.

Image Source

અરકુ ઘાટી

અરકુ ઘાટી એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં આવેલ છે, આ ઘાટી ઘણા બધા જંગલો અને આકર્ષક ઝરણા તથા અતિસુંદર પરિદૃશ્ય તથા કોફીના બગીચાથી સુશોભિત છે. આ ઘાટી આંધ્રપ્રદેશમાં સૌથી વધુ જોવાતું હિલ સ્ટેશન છે જે દેશભરના પર્યટકોને ટ્રાયબલ સંગ્રહાલય અને પ્રાકૃતિક સ્થળ માટે આકર્ષિત કરે છે.

અરકુ ખીણમાં જોવાલાયક સ્થળો

  • અરકુ આદિજાતિ સંગ્રહાલય
  • પદ્મપુરમ ગાર્ડન
  • કોફી મ્યુઝિયમ
  • શ્રી મહાલિંગેશ્વર સ્વામી મંદિર

Image Source

કાંગડા ઘાટી 

કાંગડા ઘાટી હિમાચલ પ્રદેશમાં આવેલ છે આ ઘાટી શક્તિશાળી વ્યાસ નદી આગળ થી વહે છે જે તેને એક સુંદર અને હરિયાળી યુક્ત નિવાસ બનાવે છે કાંગડા કિલ્લો દેશનો સૌથી જૂનો કિલ્લો છે અને લગભગ એક હજાર વર્ષ જૂનો છે.આ ક્ષેત્રમાં કરેરી ઝિલ પણ ધૌલાધર પર્વતમાળાઓની મધ્યમાં આવેલું એક મંત્રમુગ્ધ જળ છે. પેરાગ્લાઈડિંગ માટે બીર બિલિંગ દેશના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. આ વિસ્તારમાં જોવાલાયક અન્ય સ્થળોમાં ચામુંડા દેવી મંદિર, ઈન્દ્રહર પાસ અને પાલમપુર ટી ગાર્ડનનો સમાવેશ થાય છે.

કાંગડામાં કરવા માટેની મુખ્ય વસ્તુઓ

  • ત્રિકુંડ સુધીનો ટ્રેક
  • બીર બિલિંગમાં પેરાગ્લાઈડિંગ
  • માઉન્ટેનબાઇકિંગનો પ્રયાસ
  • ધૌલાધર રેન્જ ટ્રેકિંગ અભિયાનમાં જોડાઓ
  • મસરૂર મંદિરો સાથે 10મી સદીની યાત્રા
  • તાશી જોંગ મઠ

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ના ભારત દેશ જેમાં છે સૌથી સુંદર ખીણો, જાણીએ શું છે તેમાં ખાસ”

Leave a Comment