સફળતાની ચાવી એટલે ધીરજ જાળવી રાખવી, પછી ભલે સમય ગમે તેટલો પણ ખરાબ કેમ ન હોય

Image Source

કેહવાય છે કે તમારો તબક્કો જ્યારે ખરાબ ચાલતો હોય ત્યારે મૌન રહીને રાહ જોતા કામ કરીને વિતાવવાની જરૂર હોય છે. જે લોકો તે સમય વિતાવી દે છે તેઓ તેમના અનુભવમાંથી શીખીને ખૂબ મોટા બની જાય છે.

ધીરજ રાખવી એ હિંમતવાન લોકોની નિશાની છે. ખરેખર જે લોકો ધીરજ રાખે છે તેમને વસ્તુઓનું વિશ્લેષણ કરવાની તક મળી જાય છે. એકવાર ભગવાન બુદ્ધ તેમના શિષ્યો સાથે એક ગામમાં ઉપદેશ આપવા માટે જઈ રહ્યા હતા. ગામ જવાના માર્ગમાં તેને ઠેકઠેકાણે ઘણા ખાડાઓ મળ્યા. બુદ્ધ ના એક શિષ્ય તે ખાડાઓને જોઈને જીજ્ઞાશા વ્યક્ત કરી,’ આખરે આ પ્રકારના ખાડા ખોદવાનો અર્થ શું છે?’

Image Source

બુદ્ધ બોલ્યા,’પાણીની શોધમાં એક વ્યક્તિએ આટલા ખાડા ખોદ્યા છે. જો તેણે ધીરજપૂર્વક એક જ જગ્યાએ ખાડો ખોદ્યો હોત, તો તેને પાણી ચોક્કસપણે મળી જાય. પરંતુ થોડા સમય માટે ખાડો ખોદતો હશે અને પાણી ન મળવા પર બીજો ખાડો ખોદવાનું શરુ કરતો હશે. વ્યક્તિએ પરિશ્રમ કરવાની સાથે-સાથે ધીરજ પણ રાખવી જોઈએ.’ આ રીતે ક્રોધના ક્ષણમાં પણ ધીરજની એક ક્ષણ પણ આપણને દુઃખની હજાર ક્ષણો માંથી બચાવવામાં મદદ કરે છે.

કેહવાય છે કે તમારો તબક્કો જ્યારે ખરાબ ચાલતો હોય ત્યારે મૌન રહીને રાહ જોતા કામ કરીને વિતાવવાની જરૂર હોય છે. જે લોકો તે સમય વિતાવી દે છે તેઓ તેમના અનુભવમાંથી શીખીને ખૂબ મોટા બની જાય છે.

Image Source

બીજા અર્થમાં કહીએ તો જે લોકો મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે છે તેઓ સમયની સાથે મજબૂત બનતા જાય છે, પરંતુ આ મજબૂતી સુધી પહોંચવા માટે તેઓને પહેલા ધીરજની કસોટીમાંથી પસાર થવું પડે છે. નસીબ એક દિવસ ચોક્કસપણે બદલાય છે અને જ્યાં રીતે બદલાય છે ત્યારે બધું જ બદલાય છે. તેથી તમારા સારા દિવસો માં ઘમંડી ન બનો અને ખરાબ દિવસોમાં ધીરજને જાળવી રાખો.

એવું કહેવામાં આવે છે કે સ્વર્ગમાં બધું જ છે, પરંતુ મૃત્યુ નથી. ગીતામાં બધું છે, પરંતુ ખોટું નથી. દુનિયામાં બધું છે, પરંતુ શાંતિ નથી. આજના માણસ પાસે બધું છે, પરંતુ ધીરજ નથી, જે વ્યક્તિની સફળતા માટે જરૂરી તત્વ છે. તેથી સમય ગમે તેટલો ખરાબ હોય તો પણ ધીરજ અને સંયમ જાળવી રાખો. તેમાં જ સફળતાની ચાવી છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment