ભોજનમાં સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર એવા બાજરાના રોટલાનો સમાવેશ કરવાથી થઈ શકે છે આ રોગોમાં ફાયદાઓ

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર બાજરાનો રોટલો એક પારંપરિક રાજસ્થાની ભોજન છે, તેને ‘ભાખરી’ પણ કહેવામાં આવે છે. બાજરાનો રોટલો હંમેશા ઘી લગાવીને ખાવો જોઈએ, કેમકે તે ખૂબ જ શુષ્ક હોય છે.

Image Source

ભારતીય ઘરોમાં ઘઉં ઉપરાંત મકાઈ, ચોખા ના લોટ અને બાજરાના રોટલા પણ ખવાય છે. બાજરાનો રોટલો સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘણો ફાયદાકારક હોય છે. તેથી સામાન્ય રીતે શિયાળામાં બાજરાના રોટલાનો ભોજનમાં સમાવેશ કરવામાં આવે છે. ચાલો જાણીએ, સ્વાદ અને પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ તથા આયન જેવા પોષક તત્વોથી ભરપૂર બાજરાના રોટલાના ફાયદા વિશે.

૧. વજન ઘટાડવા માટે ફાયદાકારક:

જો તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તમારા ભોજનમાં બાજરાના રોટલાનો સમાવેશ કરો. ફાઇબરની ઉચ્ચ માત્રા હોવાને લીધે તેને પચતા સમય લાગે છે જેના કારણે પેટ ભરેલું રહે છે, જેનાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

૨.તંદુરસ્ત ત્વચા માટે:

બાજરામાં એન્ટીઓક્સીડેન્ટ, સેલેનિયમ, વિટામીન સી, વિટામિન ઈ મળી આવે છે જે ત્વચા માટે આરોગ્યપ્રદ હોય છે. એન્ટી ઓક્સિડેન્ટ ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. ફ્રી રેડીકલ ત્વચાને ખરાબ કરે છે. વિટામિન સી અને વિટામિન ઈ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવી રાખવામાં મદદ કરે છે. તેનાથી ત્વચામાં નિખારની સાથે સાથે રંગ પણ સ્પષ્ટ થાય છે.

બાજરો ખાવાથી એનર્જી મળે છે. તે ઊર્જાનો ખૂબ સારો સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમની પણ પર્યાપ્ત માત્રા રહેલી હોય છે, જે બ્લડપ્રેશરને સામાન્ય બનાવી રાખવામાં મદદ કરે છે. સામાન્ય બ્લડપ્રેશર હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે.

૪. કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખવા માટે:

Image Source

બાજરાને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવા માટે પણ ઓળખવામાં આવે છે. બાજરાનો રોટલો ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે અને હદય સાથે જોડાયેલા રોગો થવાનો ભય પણ ઓછો થઈ જાય છે.

૫. સારી ઊંઘ માટે:

Image Source

બાજરામાં ટ્રિપ્ટોન મળી આવે છે જે સેરોટોનિન ઉત્પન્ન કરે છે. સેરોટોનિન ખુશી વાળા હોર્મોન્સ હોય છે જે ચિંતા દૂર કરવામાં મદદ કરે છે. તેથી તમારા સાંજના ભોજનમાં બાજરાનો રોટલો જરૂર ખાઓ.

૬. બાજરાનો રોટલો ગ્લુટેન ફ્રી ભોજન છે:

Image Source

બાજરો ગ્લુટેન ફ્રી હોય છે. ઘણીવાર લોકોને ગ્લુટેન યુક્ત ભોજન ખાવાથી પાચનમાં મુશ્કેલી પડે છે, તેથી ઘણા લોકો ગ્લુટેન ફ્રી ભોજન લેવાનું પસંદ કરે છે. તેના માટે બાજરાનો રોટલો એક હેલ્ધી ઑપ્શન છે.

૭. કેન્સર અને ડાયાબિટીસથી બચાવે છે:

 

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં બાજરાનો સમાવેશ જરૂર કરવો જોઈએ. બાજરાનું ગ્લાઇસેમીક ઈન્ડેક્સ ઓછું હોય છે જેના લીધે તે અચાનક વધતા બ્લડ શુગરના સ્તરને રોકે છે. બાજરો બે પ્રકારના કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે જે ઝડપથી પચતો નથી- ફાઇબર અને નોન સ્ટાર્ચી પોલીસેકેરાઈડ. આ બંને બ્લડ શુગરનું સ્તર સામાન્ય બનાવી રાખવામાં મદદ કરે છે. જેનાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બાજરો કેન્સરના બચાવમાં પણ ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી ડાયાબિટીસ અને કેન્સરનો ભય ઓછો થઈ જાય છે. તેથી ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓને તેના નિયમિત સેવનની સલાહ આપવામાં આવે છે.

૮. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર:

બાજરામાં ફિનોલિક કમ્પાઉન્ડ, ફેરીલિક એસિડ અને કેટેચિન ભરપૂર હોય છે. તે એન્ટી ઓક્સિડેન્ટની જેમ કામ કરે છે અને શરીરને રોગોથી બચાવીને રાખે છે. ફ્રી રેડીકલ એ બાહરી રોગજનક હોય છે, જે શરીરના સ્વસ્થ કોષોને ખરાબ કરીને તેને રોગગ્રસ્ત બનાવે છે. અહીં એન્ટી ઓક્સિડેન્ટ પોતાનું કામ કરે છે અને તેને દૂર કરવામાં મદદ કરે છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર આહાર હોવાથી ફ્રી રેડિકલનું જોખમ ઓછું થાય છે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો ફકત ગુજરાતી સાથે.

#Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *