પતિએ પત્નીને નોકરી માટે સમજાવી અને પોતે યુનિવર્સિટી જવા લાગ્યો, પછી ખુલ્યું આ રહસ્ય.

એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ પર જણાવ્યું કે કેવી રીતે પતિની ઇચ્છા પૂર્ણ કરવાના ચક્કરમાં તેનું લગ્નજીવન અચાનક જ બદલાઈ ગયું. જીવનનો ઉતાર ચઢાવ આખરે છુટા છેડા પર આવીને પૂર્ણ થયો.

ઓસ્ટ્રેલિયન આ મહિલાએ જણાવ્યું કે તે સારી કંપનીમાં કામ કરતી હતી. મહિલાએ લખ્યું કે, ‘જ્યારે મેં મારા પતિ પેટેને જણાવ્યું કે હું ગર્ભવતી છું ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેમણે કહ્યું કે સૌપ્રથમ તું આ નોકરી છોડી દે અને પોતાના સ્વાસ્થ્ય અને આવનારા બાળક પર સંપૂર્ણ ધ્યાન આપે.’

મહિલાએ લખ્યું કે,’સંતાન થયાના ત્રણ વર્ષ સુધી બધું સારું ચાલતું રહ્યું. અચાનક એક દિવસ મારા પતિએ કહ્યું કે તે પોતાના કરિયરમાં કંઈક ફેરફાર કરવા ઈચ્છે છે. મને તેની આ વાત યોગ્ય લાગી પરંતુ તેમણે કહ્યું કે  હું ફરીથી કામ પર જાવ જેથી તે પોતાની એમબીએનો અભ્યાસ પૂર્ણ કરી શકે.’

‘પેટે એ થોડા વર્ષો પહેલા એમબીએમાં પ્રવેશ લીધો હતો પરંતુ ખરાબ સ્વાસ્થ્યને લીધે તેને અભ્યાસ વચ્ચે જ છોડવો પડયો હતો. મારા જીવનમાં આ એક ખૂબ જ મોટો ફેરફાર હતો. હું અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ જતી હતી અને બાકીના સમયે પેટે બાળકની સંભાળ રાખતો હતો અને યુનિવર્સિટી જતો હતો. થોડા દિવસ પછી અમે અમારા બાળકને ડે કેરમાં મૂક્યો.’

‘વસ્તુઓ એક વાર ફરી ટ્રેક પર આવવા લાગી હતી. ચાર વર્ષ પછી ફરીથી ઓફિસે જવું થોડું મુશ્કેલી ભર્યું કામ હતું પરંતુ તેમ છતાં હું થોડો સારો અનુભવ કરી હતી. પેટે હવે રાત્રે પણ બહાર જવા લાગ્યો હતો. પૂછતાં તેમણે કહ્યું કે તેની લેટ નાઈટ ક્લાસીસ શરૂ થઈ છે અને મને તે સાંભળીને થોડું આશ્ચર્ય થયું.’

‘મેં મારી તરફથી કેટલીક બાબતો જાણવાની શરૂ કરી. મેં ગુપ્ત રીતે તેના ક્લાસનું શેડ્યૂલ તપાસ્યું અને તેમાં કોઈપણ નાઈટ ક્લાસ ન હતા. હું સમજી ગઈ હતી કે તે મારી સાથે જૂઠું બોલે છે. એક બાબતે મારી શંકા વધુ મજબૂત કરી દીધી હતી કારણકે તે હવે પહેલાની જેમ મારી સાથે સેક્સમાં રુચિ ધરાવતો ન હતો.

મને ખાતરી થઇ ગઈ હતી કે હવે તેના જીવનમાં કોઈ બીજું આવી ચૂક્યું છે.’

‘મારી શંકાના સમાધાન માટે મે તેનું મોબાઈલ પણ તપાસ્યો. તેનો પાસવર્ડ મેં એક વાર પાછળ ઊભા રહીને જોઈ લીધો હતો. તેના મોબાઇલમાં તેની અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચેના ઘણા મેસેજ હતા. તે યુવતી પેટે સાથે યુનિવર્સિટીમાં ભણતી હતી.’

‘મેં તેનો મોબાઇલ બતાવીને તેને બધુ સાચું કહેવાનું કહ્યું અને તેણે જણાવી દીધું. આ રીતે એક જ ઝટકામાં મારા લગ્ન સમાપ્ત થઈ ગયા. પેટે એ મારી માફી માંગતા કહ્યું કે તે અલગ થવા માંગતો નથી અને મારે તેને એક બીજી તક આપવી જોઈએ.’

અંતે મહિલાએ લખ્યું કે,’હું તેને એક તક આપવામાં માંગતી હતી પરંતુ મને અનુભવ થયો કે તેણે મને છેતરી હતી જેના માટે તેણે મને જબરજસ્તી કામ પર મોકલી અને પોતે એક વિદ્યાર્થીની જિંદગી જીવવા લાગ્યો જેથી તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વધારે સમય વિતાવી શકે. આખરે હું તેને માફ કરી શકી નહીં અને તે ઘર છોડીને ચાલ્યો ગયો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *