પવિત્ર જેઠ મહિનો ચાલુ થઈ ગયો છે, આ ઉપાય કરવાથી તમારા પર બની રહેશે પ્રભુની કૃપા દ્રષ્ટિ

તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મ માં જેઠ મહિના ને ખુબ જ શુભ માનવામાં આવે છે, આ મહિનો એટલે પ્રભુ ની વધુ નજીક જવાનો સમય ,વધુ ભક્તિ કરવા નો સમય . હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસ અથવા જેઠ મહિનો ચંદ્ર માસના ત્રીજા મહિનામાં આવે છે. તેને જ્યેષ્ઠ નક્ષત્ર પણ કહે છે. ફાગણ માસની વિદાયની સાથે ગરમી શરૂ થઈ જાય છે.

image source

જેઠ મહીનાને ગરમીનો મહીનો પણ કહેવાય છે. આ મહિનામાં જળને વધુ મહત્વ આપવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા તહેવારો અને વ્રત કરવામાં આવે છે. આ મહીનામાં જળની પૂજા કરાય છે અને આ મહીનામાં જળને લઈને બે તહેવાર પણ છે, પહેલો ગંગા દશેરા અને બીજુ નિર્જલા એકાદશી. આ મહીનામાં જળને બચાવવાનો પ્રયાસ કરાય છે.

image source

આ વખતે 23 મેના રોજ જેઠ મહિનાની શરૂઆત છે. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીએ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી પાપ માંથી મુક્તિ મળે છે. જેઠ મહિનાની પૂનમે દાન અને ગંગા સ્નાનું મહત્વ છે. તેનાથી અનેક ગણું ફળ મળે છે. આ જ મહિનામાં વટસાવિત્રીનું વ્રત પણ કરવામાં આવે છે. આ વ્રત સૌભાગ્ય પ્રાપ્તિ માટે હોય છે. સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષમાં પૂનમે આ વ્રત કરવાનું વિધાન છે.

image source

અકાળ મૃત્ય બાધા દૂર કરવા કરો આ ઉપાય

જેઠના મહીનામાં તલનું દાન ઉત્તમ હોય છે. શિવપુરાણમાં કહ્યું છે કે આ મહીનામાં તલ દાનથી અકાળ મૃત્યુ બાધા દૂર થાય છે. આ મહિના દરમિયાન ગરમીમાં સખત વધારો થતો હોય છે, જેના કારણે શરીરમાં જળનું સ્તર ઘટી જવા લાગે છે. એવામાં પાણીનું બને તેટલું વધુ સેવન કરવું જોઇએ જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન રહે.

image source

આની સાથે જ તમારી ખાણી-પીણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઇએ. બહારનું ભોજન ન લઇને ઘરમાં બનેલું સાદું ભોજન જ લેવું જોઇએ. તાજાં ફળ અને પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ. સાથે જ આ મહિના દરમિયાન તડકામા ન નીકળવું અને શક્ય હોય તેટલું ઘરે જ રહેવું જોઇએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *