ગુજરાતમાં છે એક આલીશાન લોજ – વિદેશમાં હોય એવી લોજ – “ધ ગ્રાન્ડ ઠાકર..”👌😋

ગુજરાતનું રાજકોટ શહેર ખાવા-પીવા અને હરવા-ફરવા માટેનું શોખીન છે. આમ તો શોખીન શબ્દ બોલવા કરતા એકવાર અહીંનો ટેસ્ટ જીભે ચાખીને જોઈએ તો મજા આવે. ગાઠીયા, ભજીયા ખમણ કે સમોસા વગેરે અને વગેરે નસેનસમાં દોડતો હોય એવો સ્વાદ છે. એ બધા ટેસ્ટ માટે રાજકોટની સફર કરવી પડે.

તો રાજકોટની મજા માણવા ઘણા સ્થળો છે કે જ્યાં તમે ફરવા જઈ શકો છો પણ સારા અને અતિ સારા સ્વાદની મજા માણવી હોય તો આ જગ્યાએ જ જવું પડે –  એ છે રાજકોટની “ધ ગ્રાન્ડ ઠાકર” લોજ. અહીં ખાવાના ટેસ્ટમાં લોકો આંગળા ચાટતા રહી જાય છે. સુપર્બ ક્વોલીટી અને આલીશાન લોજ બનાવેલી છે તેથી જમવાની મજા સાથે એન્જોય પણ મળે.

ગમે ત્યારે જાવ માણસોની ભીડ અહીં હોય જ છે. કારણ કે અહીંનો ટેસ્ટ બધાને બહુ પસંદ આવે છે. સાથે સીવીલ હોસ્પિટલ સર્કલની નજીક હોવાથી બહારગામના યાત્રીઓ પણ સ્વાદની મજા માણવા અહીં પધારે છે અને ખાસ તહેવારોના દિવસે તો બહુ લાંબુ આવું વેઇટિંગ લીસ્ટ હોય છે. રાજકોટમાં ગમે ત્યાં ફરો પણ જમવા માટે ઠાકર લોજની મુલાકાત લેવી જ પડે. આહલાદક અનુભવ લાગે એવી છે “ધ ગ્રાન્ડ ઠાકર” લોજ.

ગરમાગરમ પુરી, પૂરણપોળી, પુડલા, દુધની આઇટેમ તેમજ ઘણી જાતના અલગ-અલગ શાકનો ટેસ્ટ જીભને યાદ રહી જાય એવો છે. ખાસ વાત તો એ છે કે અમુક હોટેલના માત્ર નામ જ મોટા હોય છે એમ રસોડા વિભાગની મુલાકાત લઈએ તો ખબર પડે કે શું અંદર ચાલે છે. પણ એ વાતે ઠાકર લોજનું કહેવું પડે!! આ નામ આવે એટલે બિન્દાસ્ત રહો. રસોડાની અંદરના ભાગે પણ જોરદાર વ્યવસ્થા એ સાફ-સફાઈ જોવા મળે છે. દરેક લોકોને આંગળા ચટાડી દે એવા રસોઈયાઓ રસોઈ બનાવે છે.

રાજકોટીયન જમવા સાથે છાશ પીવાના શોખીન હોય છે એ માટે છાશની મોટી એવી ટાંકી બનાવવામાં આવી છે. ઠંડી મસ્તમજાની ઘટ્ટ એવી છાશ પીવામાં પણ મજા પડી જાય છે. સાથે દૂધની પ્રોડક્ટની વાત કરીએ તો સારી ઉચ્ચ ક્વોલીટીનું દૂધ વાપરવામાં આવે છે. આટલું રસપ્રદ ભાણું માત્ર રૂ. ૨૫૦/- જેવા ભાવમાં મળે છે. અહીં તમે પેટભરીને અનલીમીટેડ જમવાનો આંનદ માણી શકો છો. બસ, આદમીમેં ખાને કે લિયે દમ હોના ચાહિયે

બાકી સ્વાદ એટલે સ્વાદ. મહેમાનોને લઈને જવું હોય તો પણ જઈ શકાય એવી લોજ છે. મોરબીવાળાની આ લોજ ગ્રાન્ડ ઠાકર ધ બેસ્ટ છે. પુરણપોળી અને ઊંધિયાના શાક માટે ઠાકર લોજ વખણાય છે. સાથે ગરમ પૂરી-શાક ખાવાના શોખીન માટે પણ બેસ્ટ ઓપ્શન છે. તો હવે પછી જયારે પણ તમે રાજકોટ આવો કે રાજકોટમાં જ રહેતા હોય તો એકવાર અચૂક “ધ ગ્રાન્ડ ઠાકર”ની મુલાકાત લેજો.

રાજકોટમાં ખાવાનો જેટલો શોખ છે એટલો લગભગ ક્યાંય નહીં હોય. સવારના ગરમ ગાઠીયા અને સાંજના સમયે મળતા વડાપાઉં કે ઘૂઘરા/સમોસાની મહેક અહીંની ઘરતીમાં ભળી ગઈ છે. અહીંના માણસોના બ્લડના ગુણ એવા છે કે ખાવા-પીવા અને હરવા-ફરવા માટેના શોખીન હોય છે. આજની માહિતી તમને કેવી લાગી એ જણાવવાનું ભૂલતા નહીં અને અમારા પેઇઝને લાઈક કરવાનું ચુકતા નહીં.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!