મનુષ્યના કરેલા કર્મો હંમેશા તેના જીવનમાં કામ લાગે છે..ઈશ્વર પણ તમારા કર્મો પર નજર રાખે છે

Image Source

ઈશ્વરના અનુગ્રહનો શાબ્દિક અર્થ હોય છે. ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપા હંમેશા મુષ્યોના કર્મો પર આધાર રાખતી હોય છે. આ સંસારમાં દરેક મનુષ્ય એવી ઈચ્છા રાખે છે. કે તેના પર ઈશ્વરની કૃપા રહે. ઘણા લોકો હંમેશા પોતાને દુખી અને અસહાય માનતા હોય છે. કારણકે તેમને જીવનમાં બધુજ મેળવવું હોય છે. આપણા આધ્યાત્મિક ગ્રંથોનો પણ આજ સંદેશ છે. કે જો તમે ઈચ્છો છો કે ઈશ્વરની દયા હંમેશા તમારા પર રહે તો પહેલા તમારે તેના લાયક બનવું પડે છે.

ભગવાન ક્યારેય પણ કોઈની સાથે પક્ષપાત નથી કરતા. તેની કૃપા તો હંમેશા બધાના પર રહેલી હોય છે. પરંતુ જે લોકો ઈશ્વરની કૃપાથી વંચત રહી જતા હોય છે. તે લોકો તેમની વિકૃતિઓને કારણે વંચીત રહેતા હોય છે. તમારા કરેલા કર્મો હંમેશા તમને નડતા હોય છે. જે રીતે ધૂંધળા કાચમાં તમે તમારો ચહેરો નથી જોઈ શકતા, ગંદા પાણીમાં તમે કોઈ વસ્તુ પડી હોય તેને નથી જોઈ શકતા. તેજ રીતે જો તમારુ મન પણ મેલું હશે તો તમે કશું નહી જોઈ શકો.

Image Source

જે મનુષ્ય હંમેશા વાસનામાં રહેતો હોય સાથેજ જે મનુષ્યની આખો પર ઘમંડની પટ્ટી બંધાયેલી હોય છે. તે લોકોને તેમની માનસીકતા હંમેશા પકડી રાખે છે. તે ક્યારેય ક્યા પણ આગળ નથી વધી શકતા. કારણકે ઈશ્વર પર તેમના પર તેમની કૃપા નથી વરસાવતા. જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જો તમારુ મન સાફ હશે તો ઈશ્વરનો પ્રેમ તમારા પર હંમેશા રહેશે

ઈશ્વરની કૃપા દ્રષ્ટીતો વિશ્વના દરેક મનુષ્ય પર રહેલી હોય છે. તેના માટે ક્યારેય ઈશ્વર પાસે માગ કરવી જરૂરી નથી. પરંતુ માણસના કર્મોને કારણે તેના મગજ પર તેની અસર પડતી હોય છે. સારા કર્મોની અસર સારીજ પડશે. પરંતુ જો માણસના કર્મો સારા નહી હોય તો તે હંમેશા નીચેજ પટકાશે ક્યારેય ઉપર નહી આવી શકે. કારણકે તે લોકો પર ક્યારેય ઈશ્વર તેમની કૃપા નથી રાખતા.

મોટા મોટા પહાડો ઉપર પણ જ્યારે વરસાદ પડે તો પહાડ ઉપર પણ હરિયાળી આવી જાય છે. પરંતુ તેના માટે તમે વાદળોને વરસાદ ન કરવા માટે વિનંતી ન કરી શકો. તમારે જાતેજ તે હરયાળીને દૂર કરવી પડશે. તેજ રીતે જો તમારા મનને પણ તમે સાફ રાખવા માગો છો. તો તમારા મન પર જે મેલ જામી ગયો છે. તેને દૂર કરવો પડશે તોજ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ તમારા પર રહેશે.

મનુષ્ય એક વિવેકશીલ પ્રાણી છે. નર થી નારાયણ, પુરુષથી પુરુષોત્તમ લઘું થી મહાન બનવા માટે એકજ ઉપાય છે. કે તમારુ મન હંમેશા સાફ રાખો. જે મનુષ્યનું મન સાફ હોય છે. તે મનુષ્ય પર ઈશ્વરની કૃપા હંમેશા રહેશે.

માણસના અવતારમાં મળેલું આ જીવન તમારા માટે વરદાન સમાન છે. જીવનમાં જે પણ દુખ આવે તેને સહન કરતા શીખવું જરૂરી છે. કારણકે સુખ અને દુખ જીવનમાં આવતા રહેતા હોય છે. દુખમાં ડૂબીને ક્યારેય પણ ઈશ્વરની ભક્તિ ન છોડી દેવી જોઈએ. આપણા મનમાં અનેક શક્તિ રહેલી હોય છે. પરંતુ માનસીક રીતે આપણે હંમેશા તૂટેલા રહીએ તો તમને એવુંજ લાગશે કે તમારા પર ઈશ્વરની કૃપા નથી.

ક્યારેય માણસે એવા કાર્યમાં ન ફસાવું જોઈએ કે જેનાથી તેના કર્મો પર તેની અસર પડે. જો તમે તેવા કાર્યોથી દૂર રહેશો તો ઈશ્વરની દયા હંમેશા તમારા પર રહેશે. જીવનમાં તમારી માનસીકતા જેટલી સારી રહેશે. તેટલાજ સારા તમને વિચારો આવશે. સાથેજ તમને એવું પણ લાગશે કે ઈશ્વર હંમેશા તમારી સાથેજ છે. જેથી માનસીકતા સારી રાખવી  ખૂબ જરૂરી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment