આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે ઓક્સોડાઇસ જ્વેલરીનો ક્રેઝ, આ રીતથી તમારા આઉટફિટ સાથે તેને પહેરો 

Image Source

ઓક્સોડાઇસની જ્વેલરી નવા જમાનાની જ્વેલરી છે જેને સ્ટર્લીંગ સિલ્વર થી બનાવવામાં આવે છે.ઓક્સોડાઇસ જ્વેલરીને ઈન્ડિયન આઉટફિટ થી લઈને વેસ્ટર્ન આઉટફિટમાં આપણે આસાનીથી પહેરી શકીયે છીએ.

એક સમય હતો જ્યારે છોકરીઓની વચ્ચે સોનું અથવા તો ડાયમંડની જ્વેલરી પહેરવાનું ખૂબ જ ક્રેઝ હતો પરંતુ આજના સમયમાં ડ્રેસ અનુસાર આર્ટિફિશિયલ જ્વેલરી પહેરવાનું દરેક પસંદ કરે છે અને આ દિવસોમાં ઓક્સોડાઇસની જ્વેલરી પહેરવાનું છોકરીઓની વચ્ચે ખૂબ જ સરસ છે આ જ્વેલરીને સ્ટર્લીંગ સિલ્વર થી બનાવવામાં આવે છે આ કારણે તે ન વધુ સાઈન કરે છે અને ન વધુ ડલ લાગે છે. તથા તેની રંગત લાંબા સમય સુધી તેવી ને તેવી જ રહે છે.

નવા જમાનાની આ જ્વેલરીનો લુક ટ્રેડિશનલ જ્વેલરી થી થોડુંક મળતો આવે છે પરંતુ તેને ઇન્ડિયન થી લઈને વેસ્ટર્ન આઉટફિટ્સની સાથે આસાનીથી પહેરી શકાય છે. ઓક્સોડાઇસ જ્વેલરીની ખાસ વાત એ પણ છે કે તેની માવજત માટે તમારે વધુ તકલીફ ઉઠાવવાની જરૂર હોતી નથી અહીં જાણીશું કે તેને પહેરવાની અલગ અલગ રીત.

1 જો તમે કુર્તી અથવા તો ડ્રેસ પહેરો છો તો તમે ઓક્સોડાઇસની જ્વેલરીને આરામથી પહેરી શકો છો. તેના કાનના જુમખા, ગળાનો હાર તથા હાથ ની બંગડીઓ સુધી કંઈ પણ પહેરી શકો છો.આ જ્વેલરીની ખાસ વાત એ છે કે તમે સાધારણ કુર્તી પહેરીને પણ સ્ટાઇલિસ્ટ લુક મેળવી શકો છો.

2 જો તમે વેસ્ટન ડ્રેસ પહેરો છો તો તેની સાથે તમારે મોટા પેન્ડલ વાળો નેકપિસ પહેરવું જોઈએ તે તમારા લૂકને ખૂબ જ ગ્રેસફુલ બનાવી દે છે. આજકાલ બજારમાં ઓક્સોડાઇસના બ્રેસલેટ, અને રિંગ પણ મળે છે. તમે તેને પણ પહેરી શકો છો.

Image Source

3 જો તમે રાજસ્થાની સ્ટાઇલમાં કોઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેરો છો તો ઓક્સોડાઇસના ચોકર નેકપિસ, ટીકો, રીંગ અને બંગડી પહેરીને ટ્રેડિશનલ લુક મેળવી શકો છો. તે સિવાય જો તમે સાડી પહેરો છો તો પણ ઓક્સોડાઇસ નેકપિસ અને ઝુમખા તમારા લુકને ગોર્જિયસ દેખાડવા માટે કાફી છે.

4. જીન્સ ની સાથે પણ ઓક્સોડાઇસ જ્વેલરી ખૂબ જ સુંદર લાગે છે તમે ઓક્સોડાઇસની ઇયરિંગ્સ, નેકપીસ વગેરેને તમે જીન્સ ટોપ અથવા તો જીન્સ કુર્તી સાથે પહેરીને પરફેક્ટ લુક મેળવી શકો છો. કોલેજ જતી છોકરીઓની વચ્ચે આ લુક ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

5. ગાઉનની સાથે ઓક્સોડાઇસના ઝુમકા અને વાલિયા ખૂબ જ સુંદર લાગે છે જો તમે ધ્યાન રાખ આપશો તો ઘણી હિરોઈનો તમને આ પ્રકારના લુકમાં જોવા મળશે. તે સિવાય ઓક્સોડાઇસના ઝાંઝર અને ટોરીંગ પણ ખૂબ જ સુંદર લાગે છે.તમે તેને પણ પહેરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *