ગુજરાતમાં આવેલા આ તળાવમાં આપમેળે જ બદલાય છે પાણીનો કલર, જાણો શું છે તેની પાછળનો રાજ

આપણે બધાએ કાંચીડો રંગ બદલે એ તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે તમને સાંભળીને નવાઈ લાગશે કે ગુજરાતમાં આવેલા વડોદરા શહેરના ભાયલી વિસ્તારના ટીપી-2 માં જે તળાવ આવેલું છે તે દિવસમાં બે વાર તેનો પાણીનો રંગ બદલે છે. જી હા, થોડું અજીબ છે પરંતુ તે જ હકીકત છે. આવો તેના કલર બદલવા પાછળનું કારણ જાણીએ.

image source

હકીકતમાં આ તળાવમાં સવારે સૂર્યોદય થતાની સાથે જ તેના પાણીનો રંગ ધીરેધીરે લાલ રંગનો થવા માંડે છે. બપોર સુધીમાં તો આખુ તળાવ લાલ ચટ્ટાક બની જાય છે. સૂર્યાસ્ત પછી પાણીનો રંગ પાછો બદલાઈને પારદર્શક બની જાય છે. રંગ બદલતા આ તળાવે સમગ્ર ટીપી-2 વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જયુ છે. ભાયલી ટીપી-2માં આવેલા શિનો પેલેડિયમ એપાર્ટમેન્ટમાં રહેતા ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસર ડો. અમોલ રાણદીવે માહિતી આપી હતી કે, ટીપી-2માં આવેલા કોર્પોરેશનના બગીચાની બાજુના એક નાનકડા તળાવનું પાણી દિવસમાં બે વખત કલર બદલે છે. સૂર્યોદય થતાની સાથે જ તળાવના પાણીનો રંગ બદલાવા માંડે છે અને બપોર સુધીમાં તો આખુ તળાવ લાલ રંગનું બની જાય છે.

image source

સૂર્યાસ્તની સાથે જ પાણીના રંગ બદલવાની પ્રક્રિયા ફરીથી ઝડપી બને છે અને અંધારૂ થતાની સાથે જ તળાવનું પાણી પાછુ પારદર્શક બની જાય છે. પાણીના રંગ બદલવાની પ્રક્રિયા છેલ્લા 10થી 12 દિવસથી જોવા મળી રહી છે. ડો. અમોલ કહે છે કે, તળાવમાં ખાસ પ્રકારની લીલ હોય તો તેના લીધે તળાવના પાણીનો રંગ બદલાઈ શકે છે. આ ખાસ પ્રકારની લીલ સૂર્યના કિરણો પડતાની સાથે જ એક્ટિવેટ થતી હોય છે અને અંધારૂ થાય પછી આપોઆપ પોતાનો રંગ છોડી દેતી હોય છે.

આ તળાવના પાણીના રંગ બદલાવાનું કારણ શુ હોઈ શકે ? તે તપાસનો વિષય છે. પાણીના રંગ બદલાવાની પ્રક્રિયા અંગે એમ એસ યુનિવર્સિટીના એન્વાર્યન્મેન્ટ સાયન્સના હેડ ડો. કૌરેશ વછરાજાની કહે છે કે, માઈક્રોસ્કોપથી જોઈ શકાય તેવા અત્યંત સુક્ષ્‍મજીવોનું પ્રમાણ પાણીમાં વધી જાય તો તેને લીધે પણ તળાવના પાણીનો રંગ બદલાઈ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment