અચાનક વજન વધવાના કારણો ક્યાંક આ પ્રકારની બીમારીઓ તો નથી, તો ચાલો જાણીએ તેના વિશે

જો તમે તમારા ભોજનમાં સામાન્ય દિવસોથી વધારે કેલેરી નું સેવન કરવાનું શરૂ કરી દીધું છે કે પછી જો તમે કસરત કરવાનું ઓછું કરી દીધું છે અને તમારી રોજિંદી ગતિવિધિઓમાં પણ કપાત કરી દીધો છે તો તેવામાં તમારુ વજન વધવું કોઈ આશ્ચર્યની વાત નથી. પરંતુ આવી સ્થિતિમાં શું થશે. જો તમે બધુ તેમજ કરી રહ્યા છો જેમ તમે પહેલા હંમેશાની જેમ કરતા રહ્યા છો અને તે છતાં તમારું વજન વધી રહ્યું છે?

Image Source

અજાણતાં કે અચાનક વજન વધવાની તકલીફ ત્યારે થયા છે જ્યારે તમે વજન વધારવા માટે કંઈ પણ કરતા નથી, ખાવા – પીવાની ટેવમાં ફેરફાર ન કરવો, કસરતમાં ન કરવી, પરંતુ તો પણ વજન વધવા લાગે છે. તે ઘણી વાર શરીરમાં વૉટર રીટેશન, અસામાન્ય ગ્રોથ, કબજિયાત, કોઈ બીમારી, કોઈ દવાના સેવન વગેરેના કારણે થઈ શકે છે. અજાણતાં વજન વધવાની સમસ્યા બે પ્રકારની હોય શકે છે.

  •  પિરિયોડિક કે થોડા સમય માટે : તેમા સમયાંતરે કે થોડા સમય માટે અચાનક વજનમાં નિયમિત રૂપે ઉતાર ચઢાવ થવા લાગે છે. તેના બે ઉદાહરણ છે. પહેલો છે- માસિક ધર્મ જેમાં થોડા દિવસો માટે સ્ત્રીઓનું વજન અચાનક વધતું હોય તેવો અનુભવ થાય છે. બીજો છે- ગર્ભાવસ્થા જેમાં ૯ મહિના સુધી સ્ત્રીનું વજન વધતું રહે છે.
  •  રૈપિડ કે ઝડપથી વજન વધવું : ઘણી વખત કોઈ એવી દવા પણ હોય છે જેની આડઅસરને કારણે ઝડપથી અજાણતા વજન વધી શકે છે. આમતો અજાણતા વજન વધવાની ઘણી બાબતો હાનિકારક હોય છે. પરંતુ ઝડપથી વજન વધવાની સાથે જો કોઈ બીજા લક્ષણો નો પણ અનુભવ થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જ્યારે અચાનક વજન વધવાનો સંબંધ કોઈ બીમારી કે સ્વાસ્થ્યની સ્થિતિથી ન હોય, તો તેના આ સામાન્ય કારણ હોઈ શકે છે:

  •  વધારે ભોજન કરવું
  •  પ્રીમેનોપૉજ અને મેનોપૉજ
  •  ઉમર વધવાની સાથે મેટાબોલિઝ્મની પ્રક્રિયા ધીમી થવી
  •  શારીરિક રૂપથી ઓછું સક્રિય હોવું
  •  ડિહાઈડ્રેશન કે વધારે મીઠા ના કારણે શરીરમાં વોટર રિટેશન
  •  તણાવ, અવસાદ કે ચિંતા
  •  ઊંઘ ઓછી આવવી

જો કોઈ પણ સમયે તમને તવો અનુભવ થાય કે કોઈ સામાન્ય કારણ વગર અચાનક તમારું વજન ઝડપથી વધી રહ્યું છે તો આ સ્થિતિને ગંભીરતાથી લો કેમકે ઘણી વખત બીમારીઓના કારણે કે પછી દવાઓના સેવનને કારણે પણ અચાનક વજન વધવા લાગે છે:

અચાનક વજન વધવાનું કારણ હોય શકે છે  હાઈપોથાઈરોઈડિઝમ:

Image by Barbora Hnyková from Pixabay

જો તમારા ગળામાં રહેલા થાઈરોઈડ ગ્લૈડ પર્યાપ્ત માત્રામાં થાઈરોઈડ હોર્મોન્સનું નિર્માણ કરી રહ્યુ નથી અને તમારા શરીરમાં થાઈરોઈડ ઓછી થઈ ગઈ જેને ચિકિત્સકની ભાષામાં હાઈપોથાઈરોઈડિઝમ કહેવાય છે તો આ કારણે પણ અચાનક તમારું વજન વધી શકે છે. આ બીમારીમા વજન વધવા સિવાય ઘણા બીજા લક્ષણ પણ દેખાય છે જેમકે થાકનો અનુભવ થવો, નબળાઈ કે ઠંડી લાગવી. ખરેખર, શરીરમાં જ્યારે થાઇરોઇડ હોર્મોન્સની ઉણપ થઈ જાય છે ત્યારે મેટાબોલિઝ્મ ની પ્રક્રિયા પણ ધીમી થઈ જાય છે જેમાં જલ્દી અને ઝડપથી વજન વધવા લાગે છે. સાચી દવાના માધ્યમથી હાઈપોથાઈરોઈડિઝમ નો ઇલાજ કરવાથી વધતા વજનને થોડું ઓછું કરી શકાય છે.

વજન વધવાનું કારણ હોય શકે છે અનિદ્રા –

સંશોધનમાં તે વાત સામે આવી છે કે ઉંઘ ઓછી કે અનિદ્રાના કારણે પણ વજન વધવાની સમસ્યા થઈ શકે છે. ઉંઘના ચક્ર ( સ્લીપ સાઈકલ )માં જો કોઈ પ્રકારનું પરિવર્તન થાય છે તો આ કારણે વ્યક્તિની ભોજન કરવાની રીત અને મૂડ બદલી જાય છે. જે કારણે લોકો વધારે જમવા લાગે છે. ૨૦૧૩ ના એક અધ્યયન લેખકે જોયું કે ઉંઘ વંચિત લોકોએ તેમની ઉર્જા ની જરૂરિયાતો પૂરી કરવા માટે વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેડનું સેવન કરવું જેનાથી તેનું વજન વધવા લાગે. આ અધ્યયનમાં ભાગ લેનારા પ્રતિભગીઓએ કુલ મળીને વધારે કેલેરીનું પણ સેવન કર્યું, ખાસ કરીને રાત્રે જમ્યા પછી.

પિસીઓડી વજન વધવાનું કારણ હોય શકે છે-

જે સ્ત્રીઓને પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ ( પિસીઓડી ) ની સમસ્યા હોય છે તેનું વજન પણ ઝડપથી વધવા લાગે છે. પિસીઓડીની સમસ્યામાં સ્ત્રીઓની ઓવરી અસામાન્ય રૂપથી પુરુષ સેક્સ હોર્મોન્સનું વધારે માત્રામાં ઉત્પાદન કરવા લાગે છે. પિસીઓડી હોવા પર વજન વધવાની સાથે જ અનિયમિત માસિક ધર્મ, છાતી, પેટ અને પીઠ પર વધારે વાળ, વાળ ખરવા કે વાળ ખુબ પાતળા હોવા, ખીલ , ગળુ, છાતી , અને કમર માં ત્વચા પર કાળા ધબ્બા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. પિસીઓડી વાળી સ્ત્રીઓમાં ઇન્સ્યુલિન પ્રતિરોધી ની પણ સમસ્યા થઈ જાય છે જેના કારણે તેનું વજન વધવા લાગે છે. તેમાં ખાસ કરીને પેટની આજુબાજુ ચરબી જમા થઈ જાય છે જે કારણે હૃદયરોગ નું જોખમ પણ વધી જાય છે.

અચાનક વજન વધવાનું કારણ હોય શકે છે કુશિંગ સિંડ્રોમ –

વજન વધવું કુશિંગ સિંડ્રોમનું એક સામાન્ય લક્ષણ છે. આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ ખૂબ વધારે તણાવ હોર્મોન્સ કોર્ટીસોલના સંપર્ક માં આવે છે જેના કારણે તેમા વજન વધવાની સાથે જ ઘણી બીજી અસામાન્યતાઓ પણ જોવા મળે છે. જો તમે અસ્થમા, ગઠીયા કે, લુપસ જેવી બીમારીઓ માટે સ્ટેરોઈડ લો છો તો તમે કુશિંગ સિંડ્રોમનો શિકાર થઈ શકો છો. કુશિંગ સિંડ્રોમની સમસ્યા ત્યારે પણ થઈ શકે છે જ્યારે તમારી એડ્રિનાલીન ગ્લૈડ ખૂબ વધારે કોર્ટીસોલ નું નિર્માણ કરવા લાગે છે કે પછી આ એક ટયુમર સંબંધિત પણ હોય શકે છે. કુશિંગ સિન્ડ્રોમ માં ચેહરા, ગરદન, ઉપરની પીઠ, કમર ની આજુબાજુ વધેલું વજન સૌથી વધારે નજરે આવે છે.

વજન વધવાનું કારણ કિડનીની બીમારી પણ હોય શકે છે:

અચાનક વજન વધવું કે શરીરમાં સોજા થવા, કિડની સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે કિડની ફેલ્યર કે નેફ્રોટિક સિદ્રોમના કારણે પણ થઈ શકે છે જેમાં કિડનીને ઘણું નુકસાન પહોંચે છે. જો તમારી કિડની સરખી રીતે કામ કરી રહી નથી તો શરીરમાં વધારે પડતાં તરલ પદાર્થો જમા થવા લાગે છે. ક્ષતિગ્રસ્ત કિડની અપશિષ્ટ પદાર્થો અને પાણીની સાથે જ તરલ પદાર્થોને શરીરમાંથી સરખી રીતે બહાર નથી કાઢી શકતા અને તે ટીશુમાં જમા થવા લાગે છે.

લીવર સીરોસીસ ના કારણે પણ અચાનક વજન વધે શકે છે:

જો કોઈ વ્યક્તિનું વજન અચાનક વધવા લાગે અને એનું પેટ મોટું જોવા મળે તો આ લીવર સીરોસીસ નો સંકેત હોઈ શકે છે. જ્યારે લિવર કોઈ કારણોસર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે તો સ્કાર ઉત્ક કે ઉતકો ઉપર ખરોજ જેવા નિશાન બનવા લાગે છે અને આ સ્કાર ઊતક સ્વસ્થ ઉતકોને બદલીને તેની જગ્યા લઈ લે છે. આ કારણે પેટમાં તરલ પદાર્થો જમા થવા લાગે છે અને લિવરની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. રોગનો ઈલાજ કરાવવાથી વજન પણ ઓછો થવા લાગે છે.

અચાનક વજન વધવાનું કારણ ઓવેરિયન કેન્સર હોય શકે છે:

અચાનક કે કોઈ સ્પષ્ટ કારણ વગર વજન વધવું અને પેટ ફુલવાની સમસ્યા ઓવેરિયન કેન્સર નો સંકેત હોઈ શકે છે. વજન વધવા ઉપરાંત પેટ અને પેલિવસ માં દુખાવો, ઉંઘ આવવામાં સમસ્યા, વારંવાર પેશાબ આવવો, ભૂખ ન લાગવી કે જલ્દી પેટ ભરાઈ જવું, અનિયમિત માસિક ધર્મ ચક્ર અને અપચો જેવા લક્ષણો નો સમાવેશ થાય છે. ઓવેરિયન કેન્સરમાં મોટાભાગના મામલાઓની ખબર પછીના સ્ટેજમાં જ પડે છે. જો કોઈ સ્ત્રીને પેલેવિક ક્ષેત્રમાં અસામાન્ય દુખાવો થઈ રહ્યો હોય તો તેમણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ચિંતાના કારણે પણ વજન વધી શકે છે:

જ્યારે આપણા કામ અને જીવન સાથે જોડાયેલી માંગો શરીર પાસે ખૂબ વધારે થવા લાગે છે તો આપણું શરીર તેનાથી બચવા માટે ઉપાય શોધવા લાગે છે. તેવા સમયમાં શરીરમાં કોર્ટીસોલ, ચિંતાના હોર્મોન્સ રિલીઝ થાય છે, જે ભૂખ માં વૃદ્ધિ નું કારણ બને છે અને તે પણ નિશ્ચિતરૂપે, આપણે તણાવના સમયે ઓછી કેલરીવાળા આરામદાયક ખાદ્ય પદાર્થોનું સેવન વધારે માત્રામાં કરવા લાગીએ છીએ. આ સંયોગ એટલે કે તણાવનું વધુ અને વધારે ભોજન કરવું એ વજન વધવાનું કારણ બની શકે છે.

દવાઓના સેવનથી પણ અચાનક વજન વધી શકે છે:

સ્થળાંતર, હુમલો આવવો, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બાયપોલર ડિસઓર્ડર નાયક ઈલાજ માટે આપવામાં આવતી એવી ઘણી પ્રિસ્ક્રિપશન વાળી દવાઓ છે જેની આડઅસર રૂપે દર્દીઓનો વજન વધવા લાગે છે. આ ઉપરાંત એન્ટિ ઇન્ફ્લેમેટરી સ્ટેરોઈડ અને ડિપ્રેશન દૂર કરવા માટે ઉપયોગ કરાતી એન્ટીડિપ્રેસન્ટ ઉપર વજન વધારવા માટે જવાબદાર હોઈ શકે છે. પરંતુ ક્યારેય પણ આપણા મનમાં કોઈ પણ દવા બંધ ન કરો. તમારા ડોક્ટર સાથે વાત કરો અને આવી દવાઓ વિશે ચર્ચા કરો જે તમારી બીમારી પણ સારી કરે અને જેની આડઅસર પણ ઓછી હોય.

ધુમ્રપાન છોડવાથી પણ વજન વધી શકે છે: (ધુમ્રપાન કરવાનું અમે સમર્થન નથી કરતાં  અને ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે)

સિગારેટ પીવી કે આ પ્રકારના તંબાકુ વાળા પદાર્થો ની આદત છોડવાથી શરૂઆતમાં ઘણા લોકોનું વજન વધવા લાગે છે. નિષ્ણાંતોનું માનીએ તો એવા બે કારણો હોય છે. પહેલું નિકોટીન જે ભુખને દબાવવાનું કામ કરે છે અને બીજું વિનીવર્તંન ના લક્ષણોમાં ચિંતાનો પણ સમાવેશ થાય છે. જેના લીધે વ્યક્તિ વધારે ખાવા લાગે છે. આ વિશે થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે ધૂમ્રપાનની આદત છોડ્યા પછી પહેલા મહિનામાં આશરે ૧ કિલો વજન વધે છે. ધૂમ્રપાન છોડ્યા પછી આશરે પહેલા ત્રણ મહિના દરમિયાન વ્યક્તિના વજનમાં વધારો થાય છે પરંતુ છ મહિના પછી વજન વધવાની આ પ્રક્રિયા ધીમી પડવા લાગે છે.

જોકે ભારતમાં ઘણા લોકો કાતો વધારે વજન વાળા છે કા મેદસ્વિતાથી ગ્રસ્ત છે, આનાથી પણ વધારે લોકો વિપરીત ખૂબ વધારે પાતળા હોવાની સમસ્યાથી પરેશાન છે, અને જાડા થવાના ઉપાયો શોધતા રહે છે. આ એક ચિંતાનો વિષય છે, કેમકે સામાન્યથી ઓછુ વજન હોવું એ પણ તમારા સ્વાસ્થ્ય માટે એટલું જ ખરાબ હોય છે જેટલું મેદસ્વિતા.

આપણે જાણીએ છીએ કે વજન ઓછું હોવાને લીધે લોકોને પોતાની આસપાસ મજાકનું પાત્ર બનવું, અવસાદ, સમાજમાં એકલાપણું વગેરે નો સામનો કરવો પડે છે, આ ઉપરાંત રોગપ્રતિકારક ક્ષમતા ની ઉણપ હોવી, નબળાઈ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે, વજન વધારવા માટે પોતાની દિનચર્યામાં કેટલાક ફેરફારો કરવા જરૂરી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment