મહારાષ્ટ્રના એક બિઝનેસમેન પતિએ પત્ની માટે બનાવ્યું તાજમહેલ જેવું ઘર! જુઓ કેવો છે અંદરનો નજારો?

Image Source

વિશ્વની સાતમી અજાયબી તાજમહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. મુગલ બાદશાહ શાહજહાં એ તેની પત્ની મુમતાઝ માટે તાજમહેલ બનાવ્યો હતો. તેવુંજ એક મધ્યપ્રદેશના વ્યક્તિએ તેની પત્ની માટે તાજમહેલ જેવું ઘર બનાવીને ભેટ આપી છે. મધ્યપ્રદેશના બુરહાનપુરના રેહનાર એક બિઝનેસમેને તાજમહેલની પ્રતિકૃતિને ભવ્ય ઘર સ્વરૂપે બનાવ્યું છે. જેવી રીતે શાહજહાં એ તેની પત્ની માટે પ્રેમના પ્રતિક રૂપે તાજમહેલ બનાવ્યો હતો તેવીજ રીતે આ વ્યક્તિએ પણ તેની પત્નીને ભેટ આપી હતી.

દરેક લોકો આ ઘરને જોઈને ચોંકી જાય છે. ઘરમાં એવી લાઇટિંગ કરવામાં આવી છે કે અંધારામાં તે તાજમહેલની જેમજ ચમકે છે. બુરહાનપુરના રેહનાર આનંદ ચોકસે વ્યાપારી છે જેણે તેની પત્નીને હાલમાં જ તાજમહેલ જેવું ઘર બનાવીને ભેટ આપ્યું છે. આનંદ ચોકસેએ જણાવ્યું કે હું હમેંશા વિચારતો રહ્યું છે કે મારા શહેર બુરહાનપુરમાં તાજમહેલ કેમ બનાવવામાં આવ્યો નહિ કેમકે શાહજહાંની પત્ની મુમતાજનું મૃત્યુ તો તે શહેરમાં થયું હતું.

Image Source

કહેવામાં આવે છે કે તાજમહેલનું નિર્માણ તાપ્તી નદીના કિનારે થવાનું હતું પરંતુ આગ્રામાં બનાવવામાં આવ્યું, તાજમહેલની જેવું જ આ ઘરને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. મકાન બનાવનાર એન્જિનિયરનું કહેવું છે કે મકાન બનાવવામાં ઘણી સમસ્યાઓ આવી હતી. તેમણે વાસ્તવિક તાજમહેલનો નજીકથી અભ્યાસ કર્યો ત્યારબાદ આ ઘર બની શક્યું. તેમણે ઘરની અંદર નકશી માટે બંગાળ અને ઇન્દોરના કલાકારો પાસેથી મદદ લીધી હતી. તાજમહેલની ચોક્કસ નકલવાળા આ ઘરમાં ચાર બેડરૂમ બે નીચે છે અને બે ઉપર છે. ઘરનો ગુંબજ 29 ફૂટ ના ઊંચાઈ પર છે.

તેમાં તાજમહેલ જેવો ટાવર છે અને ઘરનું માળખું રાજસ્થાનના મકરણા માથી બનાવવામાં આવ્યું છે અને ફર્નિચર મુંબઈના કારીગરો દ્વારા કરવામાં આવેલું છે. આ ઉપરાંત તેમાં એક મોટો હોલ છે, એક લાઇબ્રેરી છે અને નોલેજ રૂમ પણ છે, લાઈટિંગ તો એવી છે જાણે કે અંધારી રાતમાં સાચો તાજમહેલ સામે હોય. એટલું જ નહીં ઘરની અંદર અને બહાર બન્ને જગ્યાએ લાઈટો એ રીતે કરવામાં આવી છે કે જેમકે તે વાસ્તવિક તાજમહેલની જેમજ અંધારામાં ચમકતો રહે. બુરહાનપુરમાં આ ઘરને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. કહેવામાં આવે છે કે બુરહાનપુર તે સ્થળ છે જ્યાં શાહજહાં અને મુમતાઝનો પ્રેમ ખીલ્યો હતો અને પેહલા તાજમહેલ ત્યાજ બનવાનો હતો. કેહવામાં આવે છે કે મુમતાઝનો મૃતદેહ છ મહિના સુધી બુરહાનપુરમાં રાખવામાં આવ્યો હતો.

આ ઘરના ફોટા ઇન્ટરનેટ પર ઘણા ચર્ચામાં રહ્યા છે અને દરેક લોકો આ અજુબાને જોવા માટે ઉત્સાહી પણ છે, હવે આ ઘરને બનાવવામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેની માહિતી અમે આપીશું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment