આજથી શ્રેષ્ઠ યોગ શરૂ થાય છે; દશેરા સુધી વાહન, સંપત્તિ અને અન્ય ખરીદી માટે શુભ મુહૂર્ત

દુર્ગા તેહવાર ના ૪ દિવસ પેહલા અને નવરાત્રિ માં દરરોજ શુભ સંયોગ હોવાથી ખરીદી માં રહેશે ઘણા શુભ મુહૂર્ત

નવરાત્રિના પેહલા ૪ દિવસ સંપત્તિ, ઓટો મોબાઇલ, ફર્નિચર અને અન્ય પ્રકારની ખરીદી માટે શુભ હોય છે.૧૧ ઓક્ટોબર રવિપુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનવાની સાથે જ દશેરા સુધી શ્રેષ્ઠ સંયોગ બની રહ્યો છે. જેમાં લોકો તમામ પ્રકારની ખરીદી કરી શકશે. કાશી ના  જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા ના મુજબ રવિવાર થી શ્રેષ્ઠ સંયોગ શરૂ થઈ રહ્યો છે. જે દશેરા પછી ,પણ ચાલશે. આ દરમ્યાન ખરીદી માટે ધણા શુભ મુહૂર્ત બનશે. જેમાં  ખરીદી શકાય તેવી ચલ સામગ્રી એટલે કે વાહન અને અન્ય વાહનો લોકો ને ફાયદાકારક અને શુભ  ફળ દેનારા હશે. તેમજ સંપત્તિ ને લગતી ખરીદી પણ શુભ રહેશે.

નવરાત્રિ પેહલા આ વખતે આ ખાસ દિવસ.

૧૪ ઓક્ટોબરે રાજ યોગ બનાવશે. સિંહ રાશિ માં ચંદ્ર હોવાને લીધે વાહનો વગેરે ખરીદવામાં લાભ મળશે. આ દિવસો મા અધિક માસ ની પુરુષોત્તમ એકાદશી અને ત્રયોદશી નો સંયોગ બનશે. તેમજ શુક્રવારે અમાસ ના સંયોગ માં ફર્નિચર, કપડા અને બીજી સુખ સુવિધાઓ ના સામાન ની ખરીદી કરવાનું શુભ રહેશે.

દશેરા સુધી શુભ મુહૂર્ત.

પંડિત મિશ્રા નું કેહવુ છે કે નવરાત્રિ માં તિથિ, વાર અને નક્ષત્રો ના સંયોગ થી લગભગ દરેક દિવસ ખરીદી માટે શુભ મુહૂર્ત બની રહ્યો છે. આ દિવસોમાં ૪ સર્વાર્થ સિદ્ધિ, ૧ ત્રિપુષ્કર અને ૪ રવિયોગ બનશે. આ સાથેજ સૌભાગ્ય, ધૃતિ અને આનંદ યોગ પણ રહેશે. સંપતિ ના રોકાણ અને વેચાણ માટે ૨૨ ઓક્ટોબર એ ખુબ જ સારું મુહૂર્ત છે. તેમજ ૧૯ , ૨૫, ૨૬ ઓક્ટોબરે વાહન ની ખરીદી માટે વિશેષ મુહૂર્ત છે. નવરાત્રિ માં દરેક દિવસે બનતા શુભ યોગો માં નવા કામો ની શરૂઆત કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

રવીપુષ્ય.. સંપત્તિ માં રોકાણ અને ખરીદી માટે શુભ દિવસ.

પંડિત મિશ્રા ના મત મુજબ આ યોગ માં ખરીદી ખુબ જ શુભ ફળદાયક હોય છે. રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી રવિપુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સવારે ૬:૨૦ થી શરૂ થશે અને રાત્રે ૧:૨૦ સુધી રહેશે. આ દિવસે હીરાના ઘરેણાં, ઇલેક્ટ્રોનિક, ઓટો મોબાઇલ, જમીન, મકાન, કપડા અને બીજી ખરીદી કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે. આ ઉપરાંત જમીન, મકાન ના રોકાણ  કરવામાં માગતા હોય તો આ દિવસ ફાયદા કારક સાબિત થઈ શકે છે. તેમજ વાહન, ફર્નિચર, ઘરેણાં ,ઓટો મોબાઇલ, ઇલેક્ટ્રોનિક અને બીજા ઘરેલુ સામાન ની ખરીદી પણ શુભ રહેશે.

Leave a Comment