વધતા વજનથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય જોગિંગ છે, તો આજે ચાલો જાણીએ જોગિંગ થી થતા ફાયદા:

Image source

તંદુરસ્તી માટે જોગિંગ ના ઘણા ફાયદા હોય છે અને ચીનમાં કરેલા એક અભ્યાસ મુજબ કેટલીક એવી વાતો સામે આવી છે. આ અભ્યાસ મુજબ મળી આવ્યું છે કે જોગિંગ મેદસ્વીતા થી બચવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હોય શકે છે. જો તમે પણ મેદસ્વિતાથી પરેશાન હોય તો જોગિંગ તમારા માટે ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ડોક્ટર ઘણીવાર દર્દીઓને તંદુરસ્ત રહેવા માટે નિયમિત કસરત અને ભોજન પર ધ્યાન આપવાની સલાહ આપે છે પરંતુ આજકાલની વ્યસ્ત જીવનશૈલીના લીધે આ બંને વસ્તુ પર ધ્યાન આપવું મુશ્કેલ થઈ ગયું છે. આ વિષયમાં ચીને એક શોધ કરી છે, જેમાં શોધકર્તાઓ એ પાંચ પ્રકારના એવા વ્યાયામની ઓળખ આપી છે, જે મેદસ્વીતા થી પીડાતા લોકોને મદદ કરવામાં સૌથી વધારે અસરકારક છે પરંતુ તેમાંથી જોગિંગને વધતું વજન ઘટાડવા માટે સૌથી વધારે અસરકારી મળી આવ્યું છે.

પીએલઓએસ જેનેટિકલ જનૅલ પ્રકાશિત શોધ મુજબ, નિયમિત રૂપે જોગિંગ કરવાથી મેદસ્વીતા અને વજન વધવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપરાંત ચાર બીજા વ્યાયામોને પણ ખૂબ ફાયદાકારક જણાવવામાં આવ્યુ છે. જેમાં માઉન્ટેન ચઢવું, ચાલવુ, કોઈ પ્રકારના નૃત્ય અને લાંબા સમય સુધી યોગનો અભ્યાસ કરવો વગેરેનો સમાવેશ થાય છે.

ઘણા લોકો ઉપર સર્વે કર્યો :

સંશોધન કર્તાઓએ નિર્ણય સુધી પહોંચવા માટે કુલ ૧૮,૪૨૪ લોકો પાસે તેના કસરતની નિયમિતતા વિશે પૂછ્યું. આ સર્વેમાં ૩૦ થી ૭૦ વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતા. ત્યારબાદ સંશોધનકર્તાઓએ સર્વેમાં શામેલ ભાગ લેનારાઓની કસરત રૂટિન ની એક યાદી બનાવી જેની તુલના તેમની જ જિન્સ થી કરી,આ શોધમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કેવી રીતે કાર્યરત રહેવાથી મેદસ્વીતા ને ઓછું કરી શકાય છે.

શોધમાં શું જોવા મળ્યું :

વજન ઘટાડવા માટે કસરત પર થયેલા પૂર્વ અભ્યાસથી જુદા આ શોધમાં મેદસ્વીતા થી પાંચ જુદા જુદા માપદંડો પર ધ્યાન આપ્યું જેમાં બોડી માસ ઇન્ડેકસ ( બીએમઆઈ ), શરીરમાં વસા (ચરબી)નું પ્રમાણ અને કમરથી હિપ્સ પર જામેલી ચરબીનું અનુપાત નો સમાવેશ હતો. આ બધી વસ્તુઓથી તે જાણવાનો પ્રયત્ન કર્યો કે વધતા વજનને નિયંત્રિત કરવા અને વજન વધવાથી રોકવા માટે કંઈ કસરત વધારે અસરકારક છે.

જોગિંગ કેવી રીતે ફાયદાકારક છે? :

  •  સાઇકલમાં બેસવું પડે છે, જ્યારે જોગિંગમાં એવું નથી. જોગિંગમાં સંપૂર્ણ શરીરની ઊર્જા લગાવવી પડે છે તેથી વજન ઘટાડવા કે વજનને નિયંત્રિત કરવા માટે સાઈકલિંગ થી વધારે શ્રેષ્ઠ છે.
  •  સ્નાયુઓમાં લચીલાપણું લાવવા માટે સ્ટ્રેચિંગ એક ઉત્તમ કસરત છે પરંતુ તે ચરબીને ઘટાડવામાં જોગિંગ જેટલી અસરકારી નથી. સ્ટ્રેચિંગથી હાર્ટ રેટ પર્યાપ્ત માત્રામાં વધી શકતું નથી. જેનાથી ચરબી મેટાબોલિઝ્મ માં સુધારો આવતો નથી અને આ રીતે વધતા વજનને પ્રભાવી રીતે નિયંત્રિત કરવામાં અડચણ આવે છે

જોગિંગ ની શરૂઆત કેવી રીતે કરવી :

હવે વાત આવે છે કે જોગિંગ ની શરૂઆત કેવી રીતે કરવી ? જે લોકો જોગિંગ શરૂ કરવા માંગે છે, તેને ધીમે ધીમે ઓછા અંતરે જોગિંગની શરૂઆત કરવી જોઈએ. તમારે કેટલું વજન ઘટાડવું છે તેના માટે ધ્યેય નક્કી કરો.

જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો અને જોગિંગ ના માધ્યમથી પોતાને સ્વસ્થ રાખવા માંગો છો તો જોગિંગ શેડયુલ બનાવો. તેનાથી તમે સ્વસ્થ પણ રહેશો અને વધતા વજનને પણ કાબૂમાં કરી શકશો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *