બે જ મિનિટમાં ચહેરાને સાફ કરવાનો બેસ્ટ ઉપાય, બ્લેકહેડ્સ અને ઓઇલી સ્કિન થશે ચપટીમાં ગાયબ 

Image Source

શું તમે ઘરે જ ચહેરાને પાર્લર જેવું સાફ કરવા માંગો છો? તો મોઢું ધોવા ના આ ઉપાય જરૂર અપનાવો. ધૂળ માટી ગંદકી પ્રદૂષણ તેલ વગેરે ને કારણે આપણી ત્વચાના રોમછિદ્ર બંધ થઈ જાય છે જેના કારણે ત્વચા યોગ્ય રીતે શ્વાસ લઈ શકતી નથી અને તેના કારણે પિમ્પલ્સ,બ્લેકહેડ્સ જેવી સમસ્યા થવા લાગે છે. પરંતુ તમે માત્ર બે મિનીટમાં ચહેરાને બિલકુલ સાફ કરી શકો છો અને તેની માટે તમારે વધુ મહેનત પણ કરવી પડશે નહીં આવો જાણીએ ચહેરાને સાફ કરવાના શાનદાર ઉપાય શું છે

ચહેરો ધોવાની તૈયારી

ચહેરાને અંદરથી સાફ કરવા માટે તમારે અડધો કપ દૂધ લેવાનું છે અડધા કપ દૂધમાં બે ચમચી ઓટ્સ ઉમેરી ને સાઈડ પર રાખો. તમે જોશો કે અમુક જ મિનિટમાં ઓટ્સએ બધું જ દૂધ શોષી લીધું છે. અને તે ખૂબ જ મુલાયમ બની ગયું છે. હવે આ ઓટ્સની ચમચીની મદદથી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને થોડું અધકચરું રહેવા દો જેથી તે યોગ્ય રીતે તમારા ચહેરાની સફાઈ કરી શકે. 

બે મિનિટમાં ચહેરો ધોવાની બેસ્ટ રીત

 જો તમારી ચહેરો ધોવાની પૂરી તૈયારી થઈ ગઈ છે તો હવે પોતાનો ચહેરો ધોવા માં માત્ર બે મિનીટ લાગશે. તમે સૌ પ્રથમ તમારા ચહેરા પરનો સંપૂર્ણ મેકઅપ દૂર કરી લો. જો મેકઅપ છે તો.તેમાં લિપસ્ટિક અને કાજલ જેવી વસ્તુ પણ સામેલ છે હવે ચહેરાને માઈલ્ડ ફેસ વોશ ની મદદથી સાફ કરો અને ટુવાલથી લૂછી લો. ત્યારબાદ હલકા હાથોથી ચહેરા પર આ પેસ્ટ લગાવીને બે મિનિટ સુધી મસાજ કરો. મસાજ સરકયુલર મોશન માં કરો અને પછી ચહેરાને ધોઈ ને ટુવાલથી લુછો.

જો સમય હોય તો થોડો વધુ ટાઈમ લગાવો

જો તમારી પાસે સમય ની કમી નથી તો તમે બે મિનિટની જગ્યાએ પાંચ મિનિટ ચહેરા પર મસાજ કરો. જેનાથી તમને વધુ સારું પરિણામ મળશે અને ફાયદો પણ વધુ મળશે. પાંચ મિનિટ મસાજ કર્યા બાદ આ પેસ્ટને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને પછી તેને ધોઈ લો. ચહેરાને ધોઈ નાખ્યા પછી ટુવાલથી લૂછો. હવે તમારા ચહેરા પર ગુલાબજળ લગાવો પછી મૉઇસ્ચરાઇઝર નો ઉપયોગ કરો.

અહીં આપેલી જાણકારી કોઈ પણ ચિકિત્સા સલાહનો વિકલ્પ નથી. આ માત્ર તમને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment