સાંજના સમયે શંખ વગાડી તેમાં ભરેલું પાણી પીવાથી થાય છે ગજબના ફાયદા

પૂજા-પાઠમાં શંખ વગાડવાનું ચલણ યુગો-યુગોથી ચાલી આવી રહ્યુ છે. દેશના ઘણા ભાગોમાં લોકો શંખને પૂજાઘરમાં મૂકે છે, અને એને નિયમિત રૂપથી વગાડે છે. આપણામાંથી કદાચ ખૂબ ઓછા લોકોને જાણ હશે કે શંખ આસ્થા સાથે જોડાયેલ હોવા ઉપરાંત આપણા આરોગ્ય અને સુંદરતા માટે પણ લાભદાયી છે. હિન્દુ માન્યતાઓમાં ઘણી એવી માન્યતાઓ છે જેની પર સદીઓથી અમલ કરવામાં આવે છે.

હકીકતમાં સનાતન ઘર્મની ઘણી એવો વાતો છે, જે ન ફક્ત આધ્યાત્મિક રૂપથી, પણ ઘણા બીજા પ્રકારે પણ ફાયદાકારક છે. શંખ રાખવા, વગાડવા તેમજ એના પાણીનો ઉચિત ઉપયોગ કરવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. ઘણા ફાયદા તો સીધી રીતે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. આજે આપણે શંખ વગાડી તેનું પાણી પીવાથી કેવા ફાયદાઓ થશે તેના વિષે જાણીશું.

ઘણી એવી માન્યતાઓ છે જેને અપનાવીને આપણે જીવનમાં લાભ લઇ શકીએ છીએ. આ માન્યતાઓમાં શંખને સાંજના સમયે આરતીમાં વગાડવા અને શંખનાદ કરવું ખૂબ પવિત્ર માનવામાં આવેછે. જોકે, શંખ સમુદ્રથી મળે છે. અલગ-અલગ પ્રકારના આકારના શંખોનું તેમનું અલગ મહત્વ છે પરંતુ દરેક શંખ ઇશ્વરનું આહવાન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

માનવામાં આવે છે કે સાંજના સમયે શંખનાદ કરવાથી વાતાવરણમાં રહેલા જીવાણુંઓ નાશ થાય છે. શંખનો અવાજ જ્યાં સુધી સંભળાય છે ત્યાંથી થોડીક દૂર સુધી ખરાબ અસર રહેતી નથી. શંખ વગાડનારના સ્નાયુ તંત્રમાં કોઇપણ પ્રકારની ગડબડી રહેતી નથી.

શંખમાં પાણી ભરીને પૂજામાં રાખી તે પાણીમાં ઘરમાં છાંટવાથી જીવાણુંઓનો નાશ થાય છે. શંખમાં કેલ્શ્યિમ, ફોસ્ફરસ, ગંધકનું પ્રમાણ હોય છે. તેના અંશ પણ પાણીમાં આવી જાય છે. જેથી શંખના પાણીને છાંટવા અને પીવાથી સ્વાસ્થ્ય સારું થઇ જાય છે. શંખ રક્ષક હોય છે તે શત્રુઓનો નાશ પણ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *