ઉનાળા માં પરવળ ખાવાના ફાયદા અને તેના ઘરેલુ ઉપચાર 

Image Source

પરવળ નો આકાર અને દેખાવ ઘીલોડા જેવો હોય છે. બીજા બધા શાક કરતા પરવળનું શાક જલદી પચી જાય છે. આસામ,પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં તેનું સેવન વધારે કરવામાં આવે છે. ગામડામાં લોકો તેને પંડોળા પણ કહે છે.

પરવળનું શાક ને સૌથી પૌષ્ટિક શાક માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામિન જોવા મળે છે. જેમ કે વિટામિન એ, B2,અને વિટામિન સી.

પરવળ મા કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે.

પરવળ ખાવાના ફાયદા

Image Source

કબજિયાતનો નાશ કરનાર

પરવળ ના બીજમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો કબજિયાત દૂર કરે છે અને પાચનક્રિયા માં તેની હકારાત્મક અસર પડે છે, તેથી જો તમને પેટ અને કબજિયાત સંબંધિત ફરિયાદ હોય તો તમારે તેનું સેવન કરવું જોઈએ.

પાચનશક્તિ સારી કરે 

પરવળ પચવામાં ખૂબ જ સરળ હોય છે.  તેમાં રહેલા ફાઈબર યકૃત અને પેટના સ્વાસ્થ્ય માટે સારું છે.

Image Source

ઘણા વિટામિન થી સમૃદ્ધ

વિટામિન-એ, વિટામિન-બી 1, વિટામિન બી 2 અને વિટામિન-સી ઉપરાંત, કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે.

કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર ઓછું કરી શકે 

પરવળના બીજ કુદરતી રીતે કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર નું પ્રમાણ ઘટાડે છે.

વજન ઓછું કરી શકે 

તે તમારી ભૂખને શાંત કરે છે સાથે જ તમને તમારું પેટ ભરેલું હોય તેવી અનુભૂતિ કરાવે છે જેના કારણે તે તમારા સ્વાસ્થ્ય માટે સારી શાકભાજી છે અને ઓછી કેલરી ને કારણે તમારું વજન ઓછું કરી શકે છે.

મોં ના ચાંદા દૂર કરે

પરવળ ના પાન નો જાડો ઉકાળો બનાવીને તેની અંદર ગેરું ના ભુક્કા ને ઉમેરીને એક પેસ્ટ બનાવો તેમાંથી એક લેપ તૈયાર થશે એ ચાંદા પર લગાવવાથી રાહત મળે છે.

ડાયાબિટીસ મા લાભકારી

પરવળ ના પાંદડા તથા તેનું શાક ડાયાબીટીસના દર્દીને આપવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

Image Source

ઝાડા મા પરવળ નો ઉપયોગ

પરવળ,જવ અને ધાણા ને સરખા ભાગે લઈને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. તે ઠંડો થાય ત્યારે બળ તેમાં મધ અને ખાંડ નાખીને પીવાથી ઉલટી તથા ઝાડા મા ફાયદો થઇ શકે છે.

Image Source

એક શાકભાજી ઘણા ઉપાયો

100 ગ્રામ પરવળની છાલમાં 24 કેલરી હોય છે અને તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આયુર્વેદ મુજબ પરવળ માં ત્વચાના રોગો, તાવ અને કબજિયાતની સમસ્યા દૂર કરવાના ઔષધીય ગુણધર્મો છે.

ચરબી ઓછી કરે 

પરવળ માં કેલરી ઓછી હોય છે અને તે પેટ ને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી વજન ઘટે છે.

તાવ ને દૂર કરે 

આયુર્વેદમાં પરવળ શરદી, ખાંસી અને તાવ ને નિયંત્રણમાં રાખે છે.

લોહી સાફ રાખે 

આયુર્વેદ અનુસાર પરવળની શાકભાજી લોહી ને શુદ્ધ રાખે છે.કારણ કે તે કફનાશક હોય છે.

Image Source

ત્વચા માટે ફાયદાકારક 

જો શરીરમાં પિમ્પલ્સ આવે છે, જો ઓછા મસાલા થી તૈયાર કરેલ પરવળ નુ શાક પંદર દિવસ સુધી સતત ખાવામાં આવે તો રાહત મળે છે.

પરવળ બનાવે જવાન 

પરવળ એન્ટીઓક્સિડન્ટ થી સમૃદ્ધ હોય છે, જે ત્વચાની વૃદ્ધત્વ, જેમ કે મોં પર ડાઘ અને કરચલીઓ ને ઘટાડવામાં મદદ કરે છે, અને ત્વચાને ટાઈટ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ તે તાણ નો સામનો કરવામાં પણ મદદગાર છે.

Image Source

કમળા માં ફાયદાકારક

ભૂખની ગેરહાજરીમાં પરવળનો ખોરાક ખૂબ જ ફાયદાકારક છે.  પરવળ ના સેવનથી પેટના કીડા પણ મરી જાય છે અને તે કમળાની સારવારમાં પણ મદદગાર છે.

શરીરની પીડા ઓછી કરે 

શરીરના કોઈપણ ભાગમાં માથાનો દુખાવો અથવા કોઈ પણ ભાગ મા દુખાવા ની સારવાર માં પરવળ ના બીજ અથવા તેના પાંદડા વપરાય છે. તથા તેને પીસીને તેની પેસ્ટ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *