જમ્યા પછી વરીયાળીનું સેવન કરવાથી મળે છે ખુબ જ લાભ, જાણો તેના ફાયદા

વરીયાળી નું સેવન ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો જમ્યા બાદ વરીયાળી નું સેવન જરૂર થી કરે છે. વરીયાળી ખાવાથી શરીર ને ઘણા પ્રકારના લાભ મળે છે, જાણો આ ફાયદાઓ વિશે.

વરીયાળી ખાવાના ફાયદા –

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે-

વરીયાળી ખાવાથી શરીર માં કોલેસ્ટ્રોલ નું સ્તર કાબુમાં રહે છે અને વરીયાળી ને દિલ માટે ઘણી જ લાભદાયક માનવામાં આવે છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર બની રહે છે. એટલા માટે રોજ વરીયાળીનું સેવન કરવું જોઈએ.

આંખની રોશની માટે સારું રહે છે –

વરીયાળીને આંખ માટે ખુબ જ લાભદાયક માનવામાં આવી છે અને તેને રોજ ખાવાથી આંખની રોશની સારી રહે છે. આયુર્વેદ મુજબ રોજ પાંચ ગ્રામ વરીયાળી ખાવાથી આંખ સારી રહે છે.

લીવર માટે ફાયદાકારક

વરીયાળીનું સેવન કરવાથી લીવર સારી રીતે કામ કરે છે અને લીવર ની રક્ષા ઘણા પ્રકારના રોગોથી થાય છે. તમે બસ થોડી વરીયાળી નું સેવન થોડા ગરમ પાણી સાથે કરી લો.

પેટની બીમારીઓ થી રાહત મળે છે –

અપચો, ગેસ, કબજિયાત અને પેટ દર્દ થવા પર તમે વરીયાળી નું સેવન કરો. વરીયાળી ખાવાથી પેટ સંબંધિત ઘણા રોગો દુર થાય છે અને પેટમાં તુરંત આરામ મળે છે.

કફ દુર થાય છે –

કફ થવા પર તમે એક ગ્લાસ પાણી ગેસ પર ગરમ કરવા રાખી દો અને ત્યારબાદ તેમાં બે ચમચી વરીયાળી નાખો. આ પાણીને થોડીવાર સુધી ઉકાળો. જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે ગેસ બંદ કરી તે પાણી ને છાણી લો અને તે પાણીનું સેવન કરો. આ પાણી પીવાથી કફ ની સાથે સાથે ઉધરસ જેવી સમસ્યાનું પણ સમાધાન થઈ જશે.

શ્વાસ સંબંધિત બીમારિયોથી મળે છે રાહત –

વરીયાળી અને ગોળ એકસાથે ખાવાથી શ્વાસ સંબંધિત બીમારિયો થી રાહત મળે છે. એટલા માટે જે લોકો ને શ્વાસ સંબંધિત બીમારી છે તે લોકો વરીયાળી અને ગોળ નું સેવન એક સાથે કરવાનું ચાલુ કરી દો.

બાળકો માટે લાભદાયક –

ઘણીવાર નાના બાળકો ને પેટમાં ગેસ બની જાય છે અને ગેસના લીધે તેના પેટમાં ખુબ જ દર્દ થાય છે. બાળકને ગેસ થવા પર બે ચમચી વરિયાળીનું પાણી પીવા આપો. જેનાથી તેના પેટને આરામ મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment