શું તમે ક્યારેય વિચાર્યું છે થપ્પડ દ્વારા તમે તમારા ચેહરાની સુંદરતા વધારી શકો છો ? જાણો આ થેરાપી વિશે

આજની આ ભાગદોડ ભરેલી લાઇફ અને અનિયમત ખાનપાનથી ચહેરાની રંગત જાણે ઓછી થઇ જાય છે. જ્યારે યુવક હોય કે યુવતી દરેક લોકોને સુંદર ત્વચા જોઇએ છે. પરંતુ ધૂળ-માટી અને પ્રદુષણને લઇને ચહેરા પર ખીલ થઇ જાય છે. જેને હટાવવા અને ગોરી ત્વચા માટે બ્યુટી પ્રોડક્ટ્સ નો સહારો લે છે.

ત્વચા પર ગ્લો લાવવા માટે યુવતીઓ પાર્લરમાં જઈ ફેશિયલથી લઈ ક્લિનઅપ સુધીની ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ તેનાથી સુંદરતા પર અસર થતો નથી. પરંતુ શું તમે જાણો છો કે સ્લેપિંગ થેરાપી એટલે થપ્પડથી ચહેરાની સુંદરતા વધે છે ? આ વાત વિચિત્ર જણાશે પરંતુ તે સાચી છે. આ વાત નિષ્ણાંતોએ પણ સ્વીકારી છે. 

અમેરિકાના કેલિફોર્નિયામાં કેટલાક થઆઈ મસાજ થેરાપિસ્ટએ આ વાત વિશે ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે શરીરમાં ઊર્જા રેખા હોય છે. આ રેખાઓ ચહેરા પર પણ હોય છે. તેવામાં થપ્પડ મારવાથી સ્નાયૂને આરામ મળે છે અને આ રેખાઓ ખુલી જાય છે. ફેશિયલ એરિયા પર થપ્પડ મારવાથી ચહેરાનો ગ્લો વધે છે અને એનર્જી લેવલ બમણું થઈ જાય છે. 

આ ટેકનીકનો ઉપયોગ ક્રીમ કે લોશન લગાડતી વખતે કરી શકાય છે. આ સમયે ચહેરાને હળવા હાથે થપથપાવવો અને ઉપરથી નીચે તરફ ક્રીમ લગાવવી. કહેવાય છે કે જેમની ત્વચાનો રંગ શ્યામ હોય છે તેમની ત્વચામાં જે છિદ્રો અને કરચલીયો હોય છે તેને દૂર કરવા તેમજ રક્તસંચાર વધારવા આ થેરાપી કામ લાગે છે. 

આ થેરાપી સ્નાયૂને સક્રિય કરી રક્ત સંચાર વધારે છે તેનાથી ત્વચા કોમળ થાય છે. કોલેજનનું ઉત્પાદન ઉત્તેજિત થવાથી ત્વચા પર ગ્લો આવે છે. જો કે અહીં થપ્પડ મારવી એટલે ગુસ્સામાં નહી. થપ્પડ થેરાપીમાં હળવા હાથ ચહેરાને થપથપાવવામાં આવે છે. 

કોરિયા અને અમેરિકામાં આ થેરાપી ખૂબ લોકપ્રિય છે. લોકો સ્કીનને સોફ્ટ કરવા અને કરચલીયોને દૂર કરવા માટે આ થેરાપી કરાવે છે. પરંતુ આ થેરાપીમાં ચહેરા પર કેટલું પ્રેશર કરવું તે ખાસ ધ્યાનમાં રાખવું જરુરી છે. જો તમે ત્વચાને સાફ કરવા સ્ક્રબ કરતા હોય કે બ્રશનો ઉપયોગ કરતા હોય તો આ થેરાપી તમારા માટે નુકસાનકારક સાબિત થશે નહીં. જો આ થેરાપીથી ત્વચા લાલ થઈ જાય તો તેને કરવાનું ટાળવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *