થાઇલેન્ડમાં એક ‘વીંછીઓની રાણી’ રહે છે, જે ઝેરી વીંછી સાથે ડર વગર દિવસ વિતાવે છે..

આ દુનિયામાં ડર એ બહુ અજીબ વસ્તુ છે. દરેક માણસને અલગ-અલગ પ્રકારનો ડર લાગતો હોય છે. એવી રીતે અમુક માણસને જીવજંતુ-જાનવર કે પછી ઝેરી જીવથી વધુ ડર લાગતો હોય છે. એવા વ્યક્તિઓ માટે આ આર્ટીકલ ચોંકાવનારો સાબિત થશે. ચાલો, કરીએ આજની માહિતીની સફર…

આમ તો વીંછી કોઈ જુએ તો ત્યાંથી દૂર નીકળી જાય છે. કારણ કે, વીંછીનો ડંખ બહુ સખત દર્દનાક હોય છે, જેમાં વ્યક્તિની મૃત્યુ પણ થઇ શકે છે. પણ એક વ્યક્તિ વિશેની વાત જાણીને તમે ચક્કર ખાઈ જશો. ડંખ મારવાવાળા ઝેરી વીંછી તેના ખાસ મિત્રો સમાન છે.

થાઇલેન્ડમાં એક ‘વીંછીઓની રાણી’ રહે છે. જે ઘણા દિવસો સુધી વીંછીઓ સાથે રહે છે અને ભૂતકાળમાં રહી પણ ચૂકેલ છે. ૩૩ દિવસ સુધી લગભગ ૫૦૦૦થી વધુ ઝેરી વીંછીઓ સાથે તેને દિવસો વિતાવ્યા છે. આ મહિલાએ તેના મોઢા પર ૩ મિનીટ ૨૮ સેકન્ડ સુધી ઝેરી વીંછીઓને રાખ્યા હતા જેના કારણે તેનું નામ ગિનીજ બુક વર્લ્ડ રેકોર્ડમાં દર્જ છે.

આવું કરવું સામાન્ય વાત નથી. એ માટે પહેલા મનમાં ડરને દૂર કરવો પડે અને ક્યારેય તૂટે નહીં એવી હિંમત જોઈએ. માત્ર એટલું જ નહીં પણ “કંચના કાયેતકાવે” વીંછીઓની એવી શોખીન છે કે તે વીંછીઓની સાથે રહેવાનું પસંદ કરે છે. એટલા માટે જ તેને ‘સ્ક્રોર્પીયો ક્વીન’ નામ મળ્યું છે. તમે જુઓ તસવીરમાં જેમાં બધી જ ખબર પડી જશે. આ મહિલાઓન ગજબ શોખ તેને દુનિયાથી અલગ બનાવે છે.

કદાચ તમને તસવીર જોઇને તેના પરાક્રમનો ખ્યાલ આવી ગયો હશે. હા, આ બિલકુલ સત્ય વાત છે, જેમાં મહિલાને જરા પણ ડર લાગતો નથી અને એ કારણે તો એ ઝેરી વીંછીઓ સાથે દિવસો વિતાવે પણ તેને સહેજ માત્ર અમથો દર લાગતો નથી. દુનિયામાં અલગ લોકો વસે છે, જે સામાન્ય માણસ કરતા અલગ છે એ વાતનું ઉદારહણ પૂરવાર કરે છે.

થાઈલેન્ડની આ મહિલાના અજીબ શોખને કારણે તેને વિશ્વમાં બહુ જ પ્રખ્યાતી મળી છે સાથે તેનું એ પણ કહેવું છે કે ડરને માત્ર જિંદગીમાંથી બાદબાકી કરી નાખ્યો છે. તમારી પણ આવી કોઈ અજબ ગજબ શોખને કંડારવાની કલા હોય તો અમને કમેન્ટમાં જણાવો. એ સાથે અમારા ફેસબુક પેઇઝની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અહીં તમને અવનવી માહિતીઓનો ખજાનો મળી જશે. તો અત્યારે જ લાઈક કરો ફક્ત ગુજરાતી ફેસબુક પેઇઝને…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment