”થાય સરખામણી તો ઉતરતા છીએ” ગઝલ BY – હર્ષ પટેલ ગુજરાત નાં ઉભરતા ટેલેન્ટ

યુટ્યૂબ પાર સૌથી વધુ વાયરલ થયેલું ગુજરાતી ગીત “મને એકલી જાણી ને કહાને છેડી રે”. જેને ૧૬ લાખ થી વધુ લોકો એ જોયો છે અને એન્જોય કરે છે એવા ગીત ના ગાયક “હર્ષ પટેલ” દ્વારા ખુબજ પ્રખ્યાત ગુજરાતી ગઝલ “થાય સરખામણી” ને અલગ અંદાઝ માં રજુ કરવામાં આવી છે.એમની ચેનલને સબસ્ક્રાઇબ કરીને એમનો ઉત્શાહ વધારસો.
નીચે ગીતના બોલ અને વિડિઓ જોવા મળશે.
થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.
જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.
 – બરકત વિરાણી ‘બેફામ’
Singer- Harsh Patel
Music- Janam Saraiya
Video- KSKhanwani Productions
Special Thanks- Ahmedabad Police

Leave a Comment