OMG!! આ ભાઈએ ૧૨૦ વખત લગ્ન કર્યા અને ૨૦ છોકરાઓ પણ છે છતાં આરામની જિંદગી જીવે છે…

લગ્ન દરેક માણસ માટે જરૂરી હોય છે. જેનાથી આખી જિંદગીનો સહારો મળી રહે છે. છોકરો હોય કે છોકરી લગ્નના બંધનથી બંધાવું જ પડે છે. બહુ ઓછા લોકો હોય છે જે એકલું જીવન જીવવાનું પસંદ કરે છે. એમ, મુખ્ય વાત  એ કે વધુ પડતા લોકો એકવાર લગ્ન કરે છે. બાકી કોઈ કારણસર બીજા લગ્ન કરવાની જરૂર પડે છે. પણ હિંદુ સંસ્કૃતિમાં એકવાર લગ્ન થાય એવું આદિ-અનાદિ કાળથી ચાલ્યું આવે છે.

પરંતુ આજ એક એવા શખ્સના કિસ્સાની વાત કરવાના છીએ જેનાથી તમે ચક્તિ થઇ જશો. આ શખ્સે એક-બે કે ત્રણ નહીં પરંતુ ૧૨૦ વખત લગ્ન કરેલ છે. એટલું જ નહીં પરંતુ આ શખ્સે તેની ૧૨૦ પત્નીઓને બધી જ વારના લગ્ન વિશે પણ માહિતી આપેલ છે. આ શખ્સ પહેલા જ તેની ભવિષ્યની પત્ની અને તેના પરિવારને તેના વિશેની તમામ માહિતી જણાવી દે છે.

જુઓ, આ તસવીર જેમાં તે તેની પત્ની સાથે નજરે પડે છે. થાઈલેન્ડના નકોન નાયોક નામના પ્રાંતમાં રહેતા આ શખ્સે તેના ૧૨૦ લગ્ન વાર લગ્ન થયા છે તેનો ખુલાશો કર્યો છે. તાજેતરના રીપોર્ટ મુજબ એવું કહેવામાં આવે છે કે, ફરી ‘તંબન’ નામના આ શખ્સે ૫૮ વર્ષની ઉંમર હોવા છતાં ૨૭ વર્ષની ‘નૈમ ફોન’ સાથે લગ્ન કર્યા છે.

વધુ માહિતી તમને જણાવીએ તો ‘તંબન’ અહીંના લોકલ પોલીટીશિયન અને કન્ટ્રકશન બિઝનેસના ઓનર છે. ખુદ ‘તંબન’ જ જણાવે છે તેને બધી પત્નીને ભૂતકાળ વિશે વાત કરીને જણાવ્યું છે અને તેની એક પણ પત્નીને કોઈ જ વાતથી તકલીફ નથી.

  • આ કારણ છે જેના કારને તંબને કર્યા ૧૨૦ વખત લગ્ન

જયારે આ પ્રશ્ન તંબનને પૂછવામાં આવ્યો તો તે વગર સંકોચે બોલ્યા કે, તેને લગ્ન કરવાનો શોખ છે. ઉપરાંત તેની બધા જ લગ્ન રીત-રીવાજ મુજબ કર્યા છે. એથી વધુ તેને એ પણ જણાવ્યું કે, તેને કન્ટ્રકશન બિઝનેસ શરૂ કર્યો એ દરમિયાન તેની મુલાકાત ખુબસુરત છોકરીઓ સાથે થતી હતી. નવી જગ્યા અને નવી યુવતીઓ સાથે મુલાકાત થઇ ગઈ. જેમ મુલાકાત ગાઢ બનતી અને યુવતીને થોડી જાણ્યા પછી તેની સાથે લગ્ન કરી લેતો. એવી રીતે એક પછી એક તેની ૧૨૦ પત્ની છે અને ૨૦ છોકરાઓ છે.

  • ક્યારે અને કેવી રીતે પહેલા લગ્ન કરેલા

તંબને માહિતી આપતા જણાવ્યું કે, તેના પહેલા લગ્ન ૧૭ વર્ષની ઉંમરમાં થયા હતા. તેની પહેલી પત્ની તેના કરતા પણ ઉંમરમાં બે વર્ષ નાની હતી. એટલે કે, માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં છોકરીને પત્ની તરીકે સ્વીકારી તેની સાથે તંબને લગ્ન કરી લીધા હતા. તંબન તેની બધી પત્ની સાથે વફાદારી સાથે વર્તન કરે છે અને મોટાભાગની પત્નીને તેને ઘર પણ બનાવી દીધું છે. તેની બધી પત્નીઓનો પુરેપુરો ખ્યાલ રાખે છે.

થાઈલેન્ડના રહેવાસી એવા આ શખ્સના લગ્ન કરવાના અજીબ શોખને કારણે વિશ્વમાં તેને પ્રસિદ્ધિ મળી છે. એથી વિશેષ સૌથી વધુ વાર લગ્ન કરવાનો રેકોર્ડ આ ‘તંબન’ નામના શખ્સના ફાળે છે. તો તમે જોયું ને વિશાળ દુનિયામાં માણસોના કેવા-કેવા શોખ હોય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!