શું તમે જાણો છો કે ”ટર્મિનલ”, ”જંક્શન”, ”સેન્ટ્રલ” અને “સ્ટેશન”માં શું તફાવત હોય છે??

ભારતમાં મોટાભાગે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ખાસકરીને લાંબા અંતરની મુસાફરી માટે સામાન્ય લોકો ટ્રેનની યાત્રાને મહત્વ આપે છે. આ કારણે આજે ઇન્ડિયન રેલવે એશિયાનું બીજુ સૌથી મોટું રેલ નેટવર્ક અને વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક બની ગયું છે. ભારતમાં રેલવે પાટો 92,081 કિલોમીટરમાં ફેલાયેલ છે જે 66,687 કિલોમીટર એરીયો કવર કરે છે. ભારતમાં નાના મોટા લગભગ 8,500 રેલવે સ્ટેશન છે જ્યાંથી લગભગ 22 મિલિયન લોકો દરરોજ મુસાફરી કરે છે. દેશમાં રેલ્વે સ્ટેશનને ચાર ભાગમાં વહેચવામાં આવેલ છે. તેમાં ટર્મિનલ, સેન્ટ્રલ, જંક્શન અને સ્ટેશનનો સમાવેશ થાય છે

Image Source

1. ટર્મિનલ

ટર્મિનલ અથવા ટર્મિનસનો અર્થ થાય છે, એવું સ્ટેશન જ્યાંથી ટ્રેન આગળ જતી નથી. એટલે કે જે દિશામાંથી ટ્રેન તે સ્ટેશન પર પહોંચે છે, બીજા સ્થળ પર જવા માટે તેને તે દિશામાં ફરી થઈને પસાર થવું પડે છે. ભારતમાં કુલ 27 ટર્મિનસ અથવા ટર્મિનલ સ્ટેશન છે. તેમાં આનંદ વિહાર ટર્મિનલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ, લોકમાન્ય તિલક ટર્મિનસ, બાંદ્રા ટર્મિનસ અને રાજેન્દ્ર નગર ટર્મિનસનો સમાવેશ છે.

Image Source

2. સેન્ટ્રલ

સેન્ટ્રલ તે રેલ્વે સ્ટેશનને કેહવામાં આવે છે જેમાં ઘણા સ્ટેશનનો સમાવેશ થાય છે. એટલે કે જ્યાંથી તમે ઘણા રૂટની ટ્રેન લઈ શકો છો. તે શહેરનું સૌથી વ્યસ્ત સ્ટેશન પણ હોય છે. ઘણા સ્થળો પર આજે પણ જુના સ્ટેશનને સેન્ટ્રલ કેહવામાં આવે છે. ભારતમાં કુલ 5 સેન્ટ્રલ સ્ટેશન છે. તેમાં મુંબઈ સેન્ટ્રલ, ચેન્નઈ સેન્ટ્રલ, કાનપુર સેન્ટ્રલ, ત્રિવેદમ સેન્ટ્રલ અને મૈંગલોર સેન્ટ્રલનો સમાવેશ છે.

Image Source

3. જંક્શન

જંક્શન તે રેલ્વે સ્ટેશનને કેહવામાં આવે છે જ્યાં ટ્રેન આવવા જવા માટે ઓછમાં ઓછા 3 અલગ અલગ રૂટ હોય. એટલે કે જ્યાંથી ટ્રેન ઓછામાં ઓછી એક સાથે બે રૂટથી પણ આવી શકે છે અને જઈ શકે છે, જેને જંક્શન કેહવાય છે. ભારતમાં મથુરા જંક્શનથી સ્વાર્ધિક 7 રૂટની ટ્રેન પસાર થાય છે. ત્યારબાદ સલીમ જંક્શન ( 6 રૂટ), વિજયવાડા જંક્શન (5 રૂટ ) અને બરેલી જંક્શન (5 રૂટ) નો નંબર આવે છે.

4. સ્ટેશન

સ્ટેશન તે જગ્યાને કેહવાય છે જ્યાં ટ્રેન આવતા જતા યાત્રીઓ અને સામાન માટે રોકાઈ છે. ભારતમાં નાના મોટા કુલ લગભગ સાડા આઠ હજાર રેલ્વે સ્ટેશન છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શું તમે જાણો છો કે ”ટર્મિનલ”, ”જંક્શન”, ”સેન્ટ્રલ” અને “સ્ટેશન”માં શું તફાવત હોય છે??”

Leave a Comment