પીઝા તો તમે ખાધા જ હશે, પરંતુ આજે તવા પર બનેલા સ્વાદિષ્ટ પિઝાની રેસિપી જાણો અને ઘરે જ બનાવો

પિઝા આપણે ઓવનમાં બનાવીએ છીએ, પરંતુ ઓવન ન હોય કે લાઈટ ન હોય તો પિઝા તવા પર પણ સરળતાથી બનાવી શકાય છે અને તવા પર બનેલા પિઝા એટલા જ સરસ બને છે જેટલા કે ઓવનમાં બનેલા પિઝા.

જરૂરી સામગ્રી –

  • મેંદો – ૨ કપ
  • ઓલિવ ઓઈલ – ૨ ચમચી
  • મીઠુ – અડધી નાની ચમચી
  • ખાંડ – ૧ નાની ચમચી
  • ઇન્સ્ટન્ટ ડ્રાઈ એક્ટિવ યિસ્ટ – ૧ નાની ચમચી લેવલ પ્રમાણે

પિઝાની ઉપર ટોપિંગ કરવા માટે:

  • શિમલા મરચું -૧
  • મકાઈ -૩
  • પિઝા સોસ – અડધો કપ
  • મોજેરિલા ચીજ – અડધો કપ
  • ઇટાલિયન મિક્સ હબસૅ – અડધી નાની ચમચી

રીત.

મેંદાને કોઈ વાસણમાં ચાળીને કાઢી લો. ડ્રાઈ ઇન્સ્ટન્ટ યીસ્ટ, ઓલિવ ઓઈલ, મીઠુ અને ખાંડ નાખીને ભેળવો. બધી વસ્તુઓને સરખી રીતે ભેળવો અને હૂફાળા પાણીની મદદથી રોટલી જેવો લોટ બાંધી લો. લોટ બંધયા પછી લોટને ૫-૭ મિનીટ સુધી મસળી મસળીને એકદમ ચીકણું થાય ત્યાં સુધી બાંધો. લોટને બાંધીને કોઈ પ્યાલામાં તેલ નાખીને ૨ કલાક માટે ઢાંકીને ગરમ જગ્યા પર રાખી દો, એટલી વારમાં લોટ ફૂલીને ડબલ થઇ જશે. લોટ પિઝા બનાવવા માટે તૈયાર છે.

પિઝા માટે ટોપીંગ તૈયાર કરી લો:

શિમલા મરચાને કાપીને તેના બીજ કાઢીને લંબાઈમાં પાતળા પાતળા કાપી લો.બેબી કોર્નને ગોળ અડધા સેમી. ના ટુકડા કાપી લો અને શાકભાજીને તવા પર નાખીને ૨ મિનીટ ચમચાથી હલાવતા રહો હળવું નરમ કરી દો.

પિઝા માટે અડધો લોટ કાઢીને લઈ લો અને ગોળ લુઆ બનાવો, લુઆ ને સૂકા મેંદાની મદદથી ૧૦-૧૨ ઇંચના વ્યાસમા ૧/૨ સેમી. મોટા પિઝા વણીને તૈયાર કરો.

ગેસ પર તવો કે વાસણ રાખીને હળવું ગરમ કરો, વાસણ જો નોનસ્ટિક નથી તો વાસણની ઉપર થોડું તેલ લગાવીને પિઝા શેકવા માટે નાખો અને ઢાંકીને ૨ મિનીટ માટે પિઝાની નીચેની બાજુ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ગેસ ધીમો જ રાખવો.

Image Source

પિઝાને ફેરવો, ગેસ એકદમ ધીમો કરી દો અને પિઝાની ઉપર ટોપિગ કરો. સૌથી પહેલા પિઝાની ઉપર સોસની પાતળું સ્તર લગાવો અને હવે શિમલા મરચું અને બેબી કોર્ન થોડી થોડી દૂરથી નાખો દો. શાકભાજી ઉપર મોજેરિલા ચીજ નાખી દો.

પિઝાને ઢાંકીને ૫-૬ મિનીટ સુધી ધીમા તાપ પર શેકાવા દો. ચીજને ઓગળી જવા દો અને નીચેની બાજુથી પિઝા બેસીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પીઝાને દર ૨ મિનીટમાં તપાસતા કરતા રહેવું. ખુબજ સારા પિઝા બનીને તૈયાર છે, પિઝાની ઉપર હબૅ નાખી અને કાપો. ગરમા ગરમ પીઝા પીરસી અને ખાઓ.

નોંધ :

પિઝાની ટોપીંગ માટે તમારી ઈચ્છા મુજબ કોનૅ, ઓલિવ, ટામેટા, પનીર, નારિયેળ કે કાંદા લઈ શકો છો. લોટમાં નાખવા માટે કોઈપણ કુકિંગ ઓઈલ લઈ શકાય છે.

જો તમે ઇન્સ્ટન્ટ યિસ્ટ ની જગ્યાએ ડ્રાઈ યિસ્ટ લઈ રહ્યા છો તો તેનાથી ખાંડ અને દૂધના હુફાળા ઘોળમાં પાંચ મિનિટ નાખીને એક્ટિવ કરી લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *