તારક મહેતા સીરીયલના નટુકાકાને શુટિંગ માટે પરવાનગી ના મળતા બોલ્યા કંઈક આવું

ટીવીના સૌથી જાણીતા કૉમેડી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર લોકોના મનમાં ખાસ જગ્યા ધરાવે છે. આ જ કારણ છે કે આ શો આટલા સમયથી ચાલી રહ્યો છે. અને જોરદાર ટીઆરપી પણ મેળવી રહ્યો છે. સાથે જ અનલૉક 1 હેઠળ જે છૂટ મળી છે તે પ્રમાણે આ શોનું શૂટિંગ ફરી ચાલુ થઇ રહ્યું છે. જ્યાં એક તરફ અનલૉક-1થી ટીવી શોના મેકર્સને રાહત મળી છે. ત્યાં જ આ શોમાં વર્ષોથી કામ કરી રહેલા અભિનેતા ઘનશ્યાન નાયક ઉર્ફૂ નટ્ટુ કાકા આ વાતથી દુખી છે જે અંગે તેમણે હાલમાં પોતે આપેલા એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સેટ પર બાળકો અને વૃદ્ધ કલાકારો જે 60 વર્ષથી વધુ વયના છે તે કામ નહીં કરી શકે. જેના કારણે નટ્ટુ કાકાની મુશ્કેલીઓ વધી છે.

image source

એક્ટિંગ તો મારી લાઇફ છે. જો હું એક્ટિંગ નહીં કરું તો મરી જઇશ

લોકડાઉનમાં રાહત આપવાની સાથે સાથે સરકારને કેટલાક આદેશોનું પાલન કરવું ફરજિયાત બનાવ્યું છે જે મુજબ બાળકો કે વયસ્કો શૂટિંગ કરી શકે તેમ નથી. આમ તારક મહેતામાં માત્ર એક ઘનશ્યામ નાયક જ એવી વ્યક્તિ છે જેમને આ આદેશોનું પાલન કરવું પડશે કેમ કે તેમની ઉંમર વધારે છે. આ અંગે નટુકાકાએ કહ્યું કે એક્ટિંગ તો મારી લાઇફ છે. જો હું એક્ટિંગ નહીં કરું તો મરી જઇશ. હું આ શોમાં પુનરાગમન કરીશ કેમ કે હું આરોગ્યની રીતે સ્વસ્થ છું અને સક્ષમ પણ છું.

image source

હું સિરિયલનો હિસ્સો જરૂરથી રહીશ

નિર્માતાએ હજી સુધી મને કાંઈ કહ્યું નથી એટલે હું આ સિરિયલનો હિસ્સો જ રહીશ. સરકારે આ આદેશ કર્યો ત્યારથી મારા ફેન્સ મને કહી રહ્યા છે કે તમારા વિના આ શો અધૂરો છે. હું કામ કરવા માટે તૈયાર છું. નટુકાકા 75 વર્ષની વય ધરાવે છે પરંતુ તેઓ કહે છે કે હું કામ કરી શકું તેમ છું અને નવરો રહીશ, એક્ટિંગ નહીં કરું તો જીવવાનો કોઈ અર્થ નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *