ગુજરાત : તનિષ્કે શો રૂમ પર લગાવ્યું માફીનામુ અને લખ્યું કે આ જાહેરાત શરમ જનક હતી

ગુજરાત ના કચ્છ જિલ્લા ના ગાંધીધામ ખાતે તનિષ્ક ના એક શો રૂમ એ વિવાદસ્પદ જાહેરાત ને લઇ ને માફી માંગી છે. શો રૂમ પર ૧૨ ઓક્ટોબરે દરવાજા પર હાથ થી લખેલી જાહેરાત ચિપકાવી – ‘કરછ ના હિન્દુ સમુદાય ની ભાવનાઓ ને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગુ છુ. આ વિજ્ઞાપન શરમજનક હતું.’ શો રૂમ નું માફી નામુ સોશીયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યું હતું. હાલમાં વિજ્ઞાપન ને યુટયુબ ચેનલ પર થી હટાવી લેવામાં આવ્યું છે.

આ દરમિયાન પોલિસ અને શો રૂમ મેનેજર એ શો રૂમ પર કોઈ પણ હુમલો કરવા પર ઇનકાર કર્યો હતો. એસપી મયુર પાટીલ એ તપાસ કરી હતી કે કોઈ હુમલો નથી થયો. તેમજ સ્ટોર મેનેજર રાહુલ મનુજા એ કહ્યું કે ધમકી ભરેલા ફોન જરૂર આવ્યા હતા, પરંતુ હુમલો નથી થયો.

શું હતું વિજ્ઞાપન.

તેહવાર ની સીઝન માટે તનિષ્ક એ તેમના પ્રમોશન માટે નવું વિજ્ઞાપન જાહેર કર્યું હતું. તેનું કાવતરું ઇન્ટરકાસ્ટ લગ્ન પર હતું, જેમાં એક હિંદુ છોકરી ના મુસ્લિમ છોકરા સાથે લગ્ન બતાવાઈ રહ્યા હતા. ત્યાર બાદ ટ્વીટર પર તનિષ્ક ને ટ્રોલ અને # બોયકોટતનિષ્ક સાથે જ્વેલરી બ્રાન્ડ નો વિરોધ કરવામાં આવ્યો.

શું કહ્યું તનિષ્ક એ?

આ મુદ્દા પર ભાસ્કર ના સવાલ ના જવાબ માં તનિષ્ક એ કહ્યું કે પ્રમોશનલ જાહેરાત દ્વારા અમે ફક્ત એકતા નો સંદેશો આપવા માંગીએ છીએ. અમારો હેતુ કોઈ પણ વિશેષ ધર્મ કે સમુદાય ની ભાવનાઓ ને ઠેસ પહોંચાડવાનો નથી. જો આ જાહેરાત થી કોઈ ની ભાવનાઓ ને ઠેસ પહોંચી હોય તો અમને દુઃખ છે. અમે જાહેરાત ને પછી લઈ રહ્યા છીએ.

Author : FaktGujarati Team     

Leave a Comment