ઘા રૂઝાવવાથી લઈને બ્રેસ્ટ-ફીડિંગ માં વધારો કરવાનું કામ કરે છે આમલીના પાન, તો ચાલો જાણીએ તેના ઘરેલુ નુસ્ખા.

Image Source

આમલીના ઝાડના પાંદડાંઓના ફાયદાઓ:

આમલીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. વર્ષોથી ભારતીય રસોઈમાં ભોજનમાં ખટાશ વધારવા માટે મોટાભાગે આમલીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આમલી ફક્ત સ્વાદિષ્ટ જ હોતી નથી પરંતુ ઔષધીય ગુણોથી ભરપૂર પણ હોય છે. આ ઉપરાંત આમલી જ નહીં તેનાં પાંદડાં પણ એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે.

આજે અમે તમને આમલીનાં પાંદડાંના ઔષધીય ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંક્રમણ, સોજા અને ઘા પર ઝડપથી અસર કરવામાં મદદરૂપ છે. એવા ઘણા ઘરેલુ નુસખા છે જેમાં આમલીનાં પાંદડાંનું સેવન કરવાથી તરત સારવાર મેળવી શકાય છે.

Image Source

ઘા મટાડે છે:

આમલીના પાંદડાનો રસ કાઢીને ઘા પર લગાવવામાં આવે છે, તો તે ઘાને ઝડપથી સારો કરે છે. તેના પાંદડાંનો રસ કોઈપણ અન્ય સંક્રમણ અને પરોપજીવી વૃદ્ધિને રોકે છે. આ ઉપરાંત તે નવા સ્નાયુઓનું નિર્માણ પણ ઝડપથી કરે છે.

બ્રેસ્ટ મિલ્કમા વધારો કરે છે:

એવું કહેવામાં આવે છે કે આમલીનાં પાંદડાંનો રસ કાઢીને જો સ્તનપાન કરાવતી સ્ત્રીઓને પીવડાવવામાં આવે તો તેના દૂધની ગુણવત્તામાં સુધારો થાય છે.

Image Source

જનનાંગ સંક્રમણ:

આમલીનાં પાંદડાંના રસનું સેવન જનનાંગ સંક્રમણને અટકાવે છે અને પૂર્વ અસ્તિત્વમાં રહેલી બીમારીના લક્ષણોથી રાહત મળે છે.

આમલીનાં પાંદડાંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે કોઈ પણ સૂક્ષ્મજીવોના સંક્રમણથી આપણા શરીરને સંપૂર્ણપણે દૂર રાખે છે. જેનાથી શરીર સ્વસ્થ રહે છે.

Image Source

ડાયાબિટીસને નિયંત્રિત કરે છે:

આમલીનાં પાંદડાંનું સેવન કરવાથી શરીરમાં રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેનાથી ડાયાબિટીસ જેવા રોગોને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

Image Source

સ્કર્વીને દૂર રાખે છે:

સ્કર્વી વિટામિન સીની ઉણપને કારણે થાય છે. સામાન્ય રીતે સ્કર્વી પેઢા અને નખ, થાક વગેરે જેવા લક્ષણો સાથે થાય છે. આમલીના પાંદડામાં ઉચ્ચ એસ્કોર્બિક એસિડનું પ્રમાણ હોય છે, જે એન્ટી સ્કર્વી વિટામિન રૂપે કામ કરે છે.

Image Source

સોજા અને સાંધાથી છુટકારો:

આમલીના પાનના રસનું સેવન કરવાથી શરીરના સોજા અને કમરના દુખાવામાં રાહત મળે છે અને કોઈપણ પ્રકારના શારીરિક સોજો ઓછો થઈ શકે છે. પાંદડાની અસરકારકતા વધારવા માટે પપૈયા, મીઠું અને પાણીને પાંદડામાં ઉમેરી શકાય છે. પરંતુ પેહલા નક્કી કરો કે તમે ખૂબ વધારે મીઠાનો ઉપયોગ કરતા નથી. આમલીના પાંદડાનો રસ શરીરમાં થતી એલર્જીને પણ અટકાવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *