તમારી ફેવરિટ સિરિયલ ‘યે હૈ મોહબ્બતે’ ની આ અભિનેત્રીનું થયું નિધન, આખું ટીવી જગત શોક માં😥

ફેમસ ટીવી શો ‘યે હે મોહબ્બતે’ ની એક્ટ્રેસ નીરુ અગ્રવાલનું મંગળવારે નિધન થયું છે. સિરીયલમાં નીરુ રમણ-ઈશિતાની નોકરાણીના રોલમાં નજર આવતી હતી. તે શોનો મહત્વનો ભાગ રહી હતી. તેના આકસ્મિક નિધનથી શોની સ્ટારકાસ્ટ સદમામાં છે. નીરુની પહેલાથી તબિયત ખરાબ હતી અને આજે સવારે તે બાથરૂમમાં લપસી પડી હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું.

નીરુ અગ્રવાલ

નીરુ ‘યે હે મોહબ્બતે’ શો સાથે લાંબા સમયથી જોડાયેલ છે. છેલ્લા ૫ વર્ષથી તે આ શોમાં નજર આવી રહી છે. સિરીયલની ટીમનો તેની સાથે લગાવ હતો. બધા કો-સ્ટાર્સને તેની સાથે લાગણી હતી.

નીરુ શોમાં નોકરાણીનો રોલ પ્લે કરી રહી હતી પરંતુ તેના નાનો રોલ શો માટે વધારે મહત્વપૂર્ણ રહ્યો છે. તાજેતરમાં બતાવવામાં આવેલ એક એપિસોડમાં નીરુના કારણથી ભલ્લા પરિવારમાં રોમાંચક ટ્વીસ્ટ જોવા મળ્યો હતો.

નીરુના અચાનક નિધનથી દિવ્યાંકા ત્રિપાઠી વધારે અપસેટ છે. તેણે સોશિયલ મીડિયા પર નીરુ માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. દિવ્યાંકા સિવાય કરણ પટેલ અને એલી ગોનીએ પણ એક્ટ્રેસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.  તમને જણાવી દઈએ કે, નીરુ અગ્રવાલને ૨ પુત્ર અને ૧ પુત્રી છે. નીરુએ બહુ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું.

એક માતાએ ન કાપવા દીધી પોતાના બાળકની ગર્ભનાળ: જાણો કેમ..

જ્યારે બાળક ગર્ભમાં હોય છે, તો તેને બધું જ પોષણ ગર્ભનાળ એટલે કે એમ્બેલિકલ કોર્ડથી મળે છે. નવ મહિના સુધી બાળક માતાના ગર્ભાશયમાં રહેલા પ્લેસેન્ટાની અંદર જ રહે છે. જન્મ પછી તરત જ આ ગર્ભનાળ થોડી દૂરથી કાપીને અલગ કરવામાં આવે છે. અને બાળકની નાભિની સાથે નાનો ભાગ રહે છે, જે થોડા દિવસમાં આપમેળે સુકાઈને ખરી જાય છે. આ પરંપરા કે પ્રક્રિયા લાંબા કાળથી ચાલી રહી છે, પણ એક માતાએ આ પરંપરા તોડીને પોતાના બાળકને ગર્ભનાળથી અલગ ન કર્યું! આ વાત ચર્ચાનો વિષય બની ગઈ.

અમેરિકાના ટેક્સસમાં રહેતી વેનિસા ફિશર ફ્લાઇટ અંટેન્ટેન્ડ છે અને બે બાળકની માતા છે. તેનો મોટો પુત્ર અગ્યાર વર્ષનો છે અને નાનો પુત્રનો જન્મ આ વર્ષે જાન્યુઆરીમાં થયો. તેનું નામ એશ્ટન રાખ્યું. આ ખબર પણ નાના પુત્ર એશ્ટનની સાથે જોડાયેલી છે.

જ્યારે વેનેસા ગર્ભવતી હતી, તો તેણે ઈન્ટરનેટ પર ગર્ભાવસ્થા અને બાળકના જન્મની ઘણી જાણકારી મેળવી હતી. ઇન્ટરનેટથી જ તેને લોટસ બર્થ વિશે જાણકારી મળી હતી અને તેણે નક્કી કર્યું કે તે પોતાના બાળકનો જન્મ લોટસ બર્થ પ્રક્રિયાથી કરશે.

લોટસ બર્થની પ્રક્રિયામાં બાળકના જન્મ પછી તેની ગર્ભનાળ એટલે એમ્બેલિકલ કોર્ડ નથી કપાતી. આ નાળને બાળકથી જોડાયેલી જ રાખવામાં આવે છે. પછી તે સૂકાઈને આપમેળે જ અલગ થઇ જાય છે. આનાથી ગર્ભનાળમાં રહેલા લોહી અને પોષણ તત્વો બાળકમાં ટ્રાન્સફર થઈ જાય છે.

જણાવીએ કે વેનેસાએ આની જાણકારી ફેસબુક પર પોતાના બાળકના ફોટા સાથે પોસ્ટ કરી છે. વેનેસાને જ્યારે લોટસ બર્થ વિશે જાણવા મળ્યું, તો તેને ખૂબ ભાવુક કરવાવાળી સ્થિતિ લાગી. વેનેસાને લાગ્યું કે જે બાળક નવ મહિના સુધી ગર્ભનાળથી જોડાયેલું રહે છે, તેને અચાનક આવી રીતે અલગ કરી દેવું બાળક માટે દર્દનાક અનુભવ હશે. તેને લાગ્યું કે બાળકને કેમ ગર્ભનાળથી અલગ કરવો જોઈએ; જ્યાં સુધી આપમેળે જ કુદરતી રીતે અલગ ન થાય.

વેનેસની કઝીને એશ્ટનને એક સુંદર પ્લેસેન્ટા બેગ ગિફ્ટ કરી છે. ઇન્ફેક્શનથી બચવા માટે વેનેસાએ ગર્ભનાળ અને પ્લેસેન્ટામાં એસ્ટ્રિજેન્ટ યુક્ત સુગાંધીત હર્બ્સથી કવર કરીને રાખ્યું છે. વેનેસાએ અનુભવ કર્યો છે કે પ્લેસેન્ટાથી જોડાયેલા બાળકો વધારે શાંત હોય છે, કેમ કે તે જન્મ પછી પણ ગર્ભનાળથી જોડાયેલા મેહસૂસ કરે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી એક રિપોર્ટ અનુસાર ગર્ભાવસ્થા દરમ્યાન પ્લેસેન્ટામાં ખૂબ જ વધારે આયર્ન અને પોષક તત્વો જમા હોય છે અને જન્મ પછી ગર્ભનાળથી બાળકને વધારે વાર સુધી જોડાયેલા રાખવાથી આ પોષક તત્વો બાળકમાં ટ્રાન્સફર થઈ જાય છે. આથી બાળકને આયર્નની ઊણપ કોઈ દિવસ થતી નથી.

લોટસ બર્થ વિશે ડોક્ટરોની રાય:

લોટસ બર્થ વિશે અલગ-અલગ ડોક્ટરોના વિવિધ મત છે. ઘણા ડોક્ટરોનું માનવું છે કે લોટસ બર્થ બાળકો માટે સારું હોય છે, જ્યારે તેની દેખભાળ ખુબ સાવધાનીથી કરવામાં આવે છે. ત્યારે જ ઘણા ડોક્ટરો પ્લેસેન્ટાને ડેડ ટિશ્યૂ માને છે, જેનું બાળકથી જોડીને રાખવામાં કોઈ સમર્થન નથી.

અમેરિકાના એક કોલેજિન અધ્યનમાં જોવા મળ્યું કે બાળકની ગર્ભનાળ અલગ કરવામાં જો ૩૦ થી ૬૦ સેકન્ડમાં મોડું કરવામાં આવે, તો બાળકને પ્લેસેન્ટામાં રહેલું લોહી, પોષક તત્વો અને આયર્ન પ્રાપ્ત થઈ જાય છે; પણ લાંબા સમય સુધી ગર્ભનાળને બાળકથી જોડાયેલી રાખવામાં આવે તો થવાવાળા લાભોમાં હજુ સંદેહ છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

1 thought on “તમારી ફેવરિટ સિરિયલ ‘યે હૈ મોહબ્બતે’ ની આ અભિનેત્રીનું થયું નિધન, આખું ટીવી જગત શોક માં😥”

Leave a Comment