તમારા ગુસ્સા ને તરત શાંત કરી દેશે આ મુદ્રા… સાથેજ જાણો તેના અઢળક બીજા અન્ય ફાયદાઓ

આખો દિવસ ઓફીસ ના પ્રેશર માં કામ કરવું કોઈ ટાસ્ક થી ઓછુ નથી. ઓફિસમાં રોજ આ રૂટીન ણા કારણે ઘણીવાર તણાવ આવી જાય છે જેના કારને સ્વભાવ માં ઇરીટેશન વધી જાય છે. આજ ઇરીટેશન ગુસ્સા નો રૂપ લઇલે છે. ઘણીવાર કોઈ વ્યક્તિ એટલો ડીસ્ટર્બ રહે છે કે ધીરે ધીરે તે ડીપ્રેશન નો શિકાર પણ થઇ જાય છે. આવી સ્થિતિ થી ખુદને બચાવા માટે સૌથી બેસ્ટ તરકીબ છે શક્તિ મુદ્રા.

આમ તો જાણતા-અજાણતા આપણે ઘણીવાર આ પોઝીશન માં આવીએ છીએ પણ સરખી રીતે કરીએ તો શરીર ની પોઝીટીવીટી પણ રહશે અને ગુસ્સો પણ શાંત થઇ જશે. જે લોકોને નાની નાની વાતો પર ગુસ્સો અને ક્રોધ આવી જાય છે તેમના માટે આ શક્તિ મુદ્રા રામબાણ છે.


શક્તિ મુદ્રા કરવાની રીત 

મુઠ્ઠી ની આંગળીયો ને સામ-સામે સીધી રાખો ( ઉપર ની દિશા માં ) બન્ને મુઠ્ઠી ની વચ્ચે લગભગ ૨ ઇંચ નો અંતર રાખો. અને પછી લાંબો સ્વાસ લો. જો શક્તિ મુદ્રા વજ્રાસનમાં કરવામાં આવે તો વધુ લાભ થશે.

શક્તિ મુદ્રા કરવાના ફાયદા 

શક્તિ મુદ્રામાં શારીરિક અને માનસિક શક્તિ માં વધારો થાય છે. આ મુદ્રા કરવાથી નાડિયો બરાબર કામ કરે છે. આ મુદ્રા જીમ કરનારાઓ, તણાવ માં રહેનારાઓ, નકારાત્મક વિચાર કરનારાઓ માટે ખુબજ ફાયદેકારક છે. જો કોઈ કારણ વગર તમારા શરીરમાં ધ્રુજારી આવે, તો આ મુદ્રાનો પ્રયાસ કરો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *