સાસુ સાથે આ બાબતો પર ક્યારેય ન કરો ચર્ચા, પતિ સાથે ખરાબ થશે સંબંધ!😷😷

કહેવાય છે કે સાસરામાં સંબંધ પતિ સાથે જોડાય છે પરંતુ નિભાવવો સાસુ જોડે પડે છે. સાસુ અને વહુનો સંબંધ નાજુક હોય છે. જો બંને તરફથી સારી પહેલ થાય ત્યારે જ આ સંબંધ સફળ થાય છે.

દરેક વહુએ રાખવું આ બાબતનું ધ્યાન

આજકાલની છોકરીઓમાં પહેલાની મહિલાઓ જેટલી સહનશક્તિ નથી. જેના કારણે તે સાસરામાં બધાને મોઢા પર જવાબ આપી દે છે. પરંતુ કોઈ સમયે આ પ્રકારનું વર્તન ભારે પડી શકે છે. આજે અમે તમને કેટલીક એવી વાત જણાવી રહ્યા છીએ જેને દરેક વહુએ અનુસરવી જોઈએ. એટલે કે કેટલીક એવી વાતો જેને તમે પોતાની સાસુ સાથે શેર કરી રહ્યા છો તો મધુર વાણીમાં કહો.

બેડરૂમની વાતો

જો પતિ-પત્ની વચ્ચે બેડરૂમમાં કોઈ વાત થાય છે તો તેને જગજાહેર ન કરવી જોઈએ. પરંતુ પોતાના સુધી રાખવી જોઈએ. તમને ગોસિપ કરવી ગમે છે પરંતુ બેડરૂમની વાતો બહાર ન જવી જોઈએ. તમારી પર્સનલ વાતો અને બેડરૂમની વાતો સાસુને કહેવી મૂર્ખામી છે. પછી તે પ્રેમની વાત હોય કે લડાઈની વાત હોય.

પતિ સાથે ખરાબ થઈ શકે સંબંધ

તમારા સંબંધની સિક્રેટ વાતો સાસુ સાથે મિત્રોને પણ ન કહેવી જોઈએ. દરેક ઘરમાં કોઈ વ્યક્તિનું ચાલે છે, પછી તે પતિ હોય કે પત્ની. તેનો મતલબ એવો નથી કે બીજો વ્યક્તિ વિનમ્ર છે. ઘરમાં કોણ સીધું છે, કોણ વધારે ગુસ્સે થાય છે, કોનું વધારે ચાલે છે, આ વાતો સખીઓને પણ ન કહેવી.

પતિની નિંદા

તમારા પતિમાં ગમે તેટલા ખરાબ ગુણો હોય, પરંતુ તેને સાસુની સામે ક્યારેય ન કહો. કારણ કે કોઈપણ માતા પોતાના દીકરા વિશે ખરાબ નથી સાંભળી શકતી. પોતાના પતિના ચરિત્રની વાતોને તમારા સુધી જ રાખો. આમ કરવાથી તમારી સાસુ નારાજ નહીં થાય અને જો તમારી કહેલી વાતને સાસુ પતિ સાથે શેર કરશે તો બની શકે પતિ-પત્નીના સંબંધ ખરાબ થઈ શકે છે. તમારો પતિ નારાજ થતો હોય, રાત્રે ઊંઘમાં ઉઠતો હોય અથવા ચાઈનીઝ હાથથી ખાતો હોય, પણ આ પ્રકારની વાતોને તમારા સુધી જ રાખો. આવી વાતોને તમારો વ્યક્તિગત મામલો સમજીને તમારી પાસે જ રાખો. આવા મામલામાં તમારી સખી કે ફ્રેન્ડની સલાહ લેવાની કોઈ જરૂર નથી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ‘ફક્ત ગુજરાતી’ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો.. આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે..

Author : Aditi Nandargi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!