ફક્ત બ્યુટી પ્રોડક્ટથી જ નહીં પરંતુ, કિચનની આ વસ્તુઓથી પણ ચેહરાનું ધ્યાન રાખો

ચેહરાનું ધ્યાન રાખવા માટે શું તમે દરરોજ નવા નવા બ્યુટી પ્રોડક્ટને ખરીદવા માટે પૈસા ખર્ચ કરો છો? જો તેમ છે તો તમારા પૈસાને આ કેમિકલ યુક્ત ઉત્પાદનો પર ખર્ચ કરશો નહિ. આ ઉત્પાદનોથી તમને નકારાત્મક પરિણામ નહિ મળે પરંતુ હજારો ખર્ચ કરવાનું પણ દુઃખ થશે. આ કેમિકલ વાળા ઉત્પાદનથી ઘરેલુ ઉપાય સારા છે. કિચનમાં રહેલ સામગ્રીઓ તમારા ચેહરાની કાળજી રાખે છે અને કોઈપણ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યા દૂર કરે છે.

આ લેખમાં અમે તમને કેટલીક પ્રાકૃતિક સામગ્રીઓથી ચેહરાનું ધ્યાન રાખવાની રીત જણાવી રહ્યા છીએ. આ રીત અજમાવ્યા પછી તમે જાતે જ આ નુકસાનદાયક કેમિકલ વાળા બ્યુટી પ્રોડક્ટ થી દુર રહેશો.

Image Source

1. ઓર્ગન ઓઈલ

ઓર્ગન ઓઈલમાં વિટામિન એ અને વિટામિન ઈ હોય છે, ઘણા એન્ટી ઓક્સિડન્ટ હોય છે, ઓમેગા 6 ફૈટી એસિડ અને લિકોનિક એસિડ હોય છે. આ પોષક તત્વોથી ત્વચાની સારવાર થાય છે. ઓર્ગન તેલ ફક્ત ત્વચાને મોઇશ્ચરાઇઝ નથી કરતું પરંતુ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.

ચેહરાના ખીલ, કીડી કરડી જવાથી થતા ચાંભા , ખરજવું અને સોરાયસિસથી રાહત મેળવવા માટે દિવસમાં બે વાર થોડી માત્રામાં ચેહરા પર ઓર્ગન ઓઇલ લગાવો. ઓર્ગન ઓઇલથી ચેહરો સુંદર અને યુવાન લાગે છે.

2. ચાનું પાણી

ચાનું પાણી ચેહરાને સુંદર બનાવે છે અને ત્વચા પરથી ગંદકીને સાફ કરે છે. ચાના પાણીનો ઉપયોગ તમારા ચેહરાને યુવાન પણ બનાવે છે.

સામગ્રી

 • એક વાસણમાં ઉકળેલું પાણી
 • ચાના પાન

બનાવવા અને લગાવવાની રીત

 • પેહલા ઉકાળેલા પાણીમાં થોડા ચાના પાન નાખી અને થોડી વાર પછી તે ચાના પાણીને ગળી લો.
 • હવે આ ગાળેલા મિશ્રણને બરફ વાળી ડિશમાં નાખો અને જામવા માટે ફ્રિજમાં મૂકી દો. ત્યાં સુધી જ્યાં સુધી બરફ બની જાય નહિ.
 • હવે બરફને ચેહરા અને આંખોની આજુબાજુ લગાવો અને 10 થી 15 મિનિટ માટે તેમજ રેહવા દો.
 • પછી ચેહરાને પાણીથી ધોઈ લો.

3. સંતરાની છાલ

સંતરાની છાલમાં એસ્ટ્રીજેંટ હોય છે જે ત્વચાના રોમછિદ્રોને બંધ કરે છે અને ખીલથી છૂટકારો અપાવે છે.

સામગ્રી

 • બે થી ત્રણ મોટી ચમચી સંતરાની છાલ
 • ત્રણ મોટી ચમચી ગુલાબ જળ

બનાવવા અને લગાવવાની રીત

 • પેહલા સંતરાની છાલને કાઢી અને પછી તેને તડકામાં સૂકવી દો.
 • સુકાયા પછી પાવડર તૈયાર કરી લો.
 • હવે પાવડરમાં ગુલાબ જળ ઉમેરી અને સરખી રીતે મિશ્રણને મિક્સ કરો.
 • પછી આ પેસ્ટને ચેહરા પર લગાવી અને લગાવ્યા પછી સુકાવા દો.
 • ત્યારબાદ ચેહરાને પાણીથી ધોઈ લો.

4. લીંબુનું તેલ

લીંબુના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાના હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે અને છિદ્રોમાં જમાં થતાં બેક્ટેરિયાને પણ દૂર કરી ખીલથી છુટકારો અપાવે છે. લીંબુના તેલથી ત્વચા પર નિશાન અને વધતી ઉંમરના કારણે થતા ડાઘ ધબ્બા દૂર થાય છે અને આ રીતે ત્વચા ચમકીલી અને સાફ દેખાવા લાગે છે. લીંબુના તેલથી ચેહરાની કરચલીઓ પણ દૂર થાય છે.

તમે એવા ઉત્પાદનનો ઉપયોગ કરી શકો છો જેમાં લીંબુનું તેલ રહેલું હોય સાથેજ જોજોબા તેલ અને લીંબુનું તેલ એક સાથે ઉમેરી તેને ચેહરા પર લગાવી મસાજ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment