તમારી મોંઘી સાડીઓની કેર કરો આ રીતે, એકદમ નવા જેવી

Image Source

જો તમે તમારી મોંઘી સાડીઓને વર્ષો સુધી નવી રાખવા માંગો છો, તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

ભારતીય સંસ્કૃતિમાં સાડીનું એક અલગ જ મહત્વ છે. પછી ભલે તે પાર્ટી હોય કે ઘરનું કોઈ પણ ફંકશન હોય કે લગ્ન, સાડી મહિલાઓની પ્રથમ પ્રાથમિકતા હોય છે. તે એટલા માટે કારણકે સાડી મહિલાઓને ક્લાસી લુક આપે છે. આ ઉપરાંત ઘણી મહિલાઓ મોંઘી મોંઘી સાડીઓ ખરીદે છે અને તેમને એક -બે વાર પહેર્યા પછી જ કબાટમાં મૂકે છે. અને જ્યારે તેને સાડી પહેરવાની જરૂર પડે છે, ત્યારે તે સાડી કાઢતા તેને ફક્ત નિરાશ જ થાય છે. ઘણી વખત નાની નાની ભૂલોને કારણે મોંઘી સાડીઓ ખરાબ થઈ જાય છે. જો તમે ઇચ્છો છો કે તમારી સાડીઓ વર્ષોવર્ષ સુંદર અને નવી દેખાય, તો આ ટિપ્સ કામમાં આવી શકે છે.

Image Source

પ્લાસ્ટિકના હેંગર્સ નો ઉપયોગ કરો

મહિલાઓ સાડીને એકવાર પહેર્યા પછી કબાટમાં મૂકી દે છે અને ખાસ તહેવારો પર એ સાડીનો ઉપયોગ કરે છે. આ સમય દરમિયાન સાડી પર કાટ ના ધબ્બા અને ઘડીઓ પડી જાય છે અને તમારી સાડી ખૂબ જ ખરાબ દેખાય છે. તેથી તમે સાડીઓને લટકાવવા માટે હંમેશા હેંગર્સનો ઉપયોગ કરો. સાથે સાથે સાડીઓને કાટથી બચાવવા માટે પ્લાસ્ટિકના હેંગર્સનો ઉપયોગ કરો કારણકે મેટલના હેંગર્સથી સાડી ઉપર કાટના ધબ્બા પડી શકે છે.

Image Source

ફિનાઈલ ની ગોળીઓનો ઉપયોગ કરો

કબાટમાં સાડીઓને લાંબા સમય સુધી રાખવાથી જીવાતનો ડર રહે છે. તેથી તમે સા સિલ્વર ફિશ અને મોથથી દૂર રાખવા માટે ફિનાઇલની ગોળીઓનો ઉપયોગ કરી શકો છો. કેટલીક મહિલાઓ સૂકા મરચાનો પણ ઉપયોગ કરે છે. પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ફિનાઇલની ગોળીઓ સાડીના ફેબ્રિકથી દૂર હોવી જોઈએ, નહીં તો તેનાથી સાડીનો રંગ બગડી પણ શકે છે. આ ઉપરાંત તમે કબાટમાં લીમડાના પાન પણ રાખી શકો છો. તે તમારી સાડીઓને જીવાણુઓથી મુક્ત રાખે છે અને તે લાંબા સમય સુધી નવી દેખાય છે.

Image Source

સાડીને કવર આ રીતે કરો

તમારી મોંઘી સાડી ને કોટનના કપડામાં વીંટાળીને તમે રાખી શકો છો. આ ઉપરાંત તમે સોફ્ટ ટુવાલનો ઉપયોગ પણ કરી શકો છો. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારની સાડી બેગ પણ મળી રહે છે, તમે સાડીને બેગમાં પણ રાખી શકો છો. પરંતુ હંમેશા ધ્યાન રાખવું કે સિલ્કની સાડીઓને રાખવા માટે હંમેશા કોટન બેગની જ પસંદગી કરવી. ફાઇબર વાળી સાડીઓ માટે પોલિએસ્ટર બેગ યોગ્ય છે.

Image Source

એમ્બ્રોઇડરી કરેલી સાડીઓ આ રીતે રાખો

જો તમારી સાડીમાં હેવી એમ્બ્રોઇડરી વર્ક છે અને નેટ લાઇનિંગનું પણ વર્ક છે તો તમે સાડીના દોરાને એકબીજામાં ફસાતા અટકાવવા માટે સાડીને પહેર્યા પછી કેવી રીતે ફોલ્ડ કરવી કે તેમના દોરા ફસાઇ ન જાય. આમ કરવાથી સાડીની ચમક જળવાઈ રહેશે.

અન્ય ટિપ્સ

  • જો તમારી સાડી પર ડાઘ પડ્યો હોય તો તમે તેને હાથથી ધોયા પછી જ રાખો.
  • સાડી પહેરતી વખતે વધારે પીન નો ઉપયોગ ન કરવો કારણકે પીનથી પ્લેટ્સ ફાટવાનો ભય રહે છે.
  • જરીવાળી સાડીઓને સ્પ્રે અથવા અત્તરની સુગંધ થી દુર રાખો. સુગંધ ના લીધે જરી કાળી પડવાની સંપૂર્ણ શક્યતા રહે છે.
  • સાડીની એવી જગ્યાએ રાખવી જ્યાં ઉંદરો આવતા ન હોય.

આ ટિપ્સ અને સાવચેતીઓ અપનાવ્યા પછી તમારી મોંઘી સાડીઓ લાંબા સમય સુધી નવી તેમજ ચમકતી રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment