વાળ ખરવા તે સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે તે હદ થી વધારે વધવા લાગે ત્યારે ચિંતાજનક અને તણાવપૂર્ણ થઈ શકે છે. જે છોકરાઓના વાળ વધારે ખરે છે, તેને સમયથી પહેલા ટાલ ની સમસ્યા થઈ જાય છે. સમયથી પહેલા ટાલ પડવી એક વધતો ચિંતાનો વિષય છે, ખાસ કરીને તે પુરુષો માટે જે 30 વર્ષની આજુબાજુ થઈ ચૂક્યા છે. તેવા ઘણા કારણ હોઈ શકે છે, જેના લીધે થી ઉંમરથી પહેલા ટાલ પડવી શરૂ થઈ જાય છે.
તમારી જીવનશૈલી અને કેટલીક ખરાબ ટેવ, તમારા વાળો ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. સ્વસ્થ વાળોથી ચહેરાની સ્માર્ટનેશ જાળવી રાખે છે. તેથી ત્વચાની સાથે જ વાળની સંભાળ પણ ખૂબ જરૂરી છે. તો ચાલો જાણીએ, આવી જ કેટલીક રોજિંદી ટેવો જેનાથી અકાળે ટાલ પડી શકે છે.
વધુ ગરમ પાણીથી નહાવું
વધારે ગરમ પાણી માથાની ત્વચા ને નુકસાન પહોંચાડી શકે છે. આમ કરવાથી ત્વચાની પ્રાકૃતિક નમી છીનવાઈ જાય છે, જે માથાની ત્વચાને શુષ્ક થવાથી બચાવવાનું કામ કરે છે. પરંતુ તેનું કોઇ પ્રત્યક્ષ પ્રમાણ નથી કે ગરમ પાણીથી નહાવું વાળ ના ખરવાનું કારણ બની શકે છે, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે માથાની ચામડીની બળતરાથી વાળના છિદ્રો અને વાળ પાતળા થઈ શકે છે.
ધૂમ્રપાન અને દારૂ
ઘણા અભ્યાસ દ્વારા સાબિત થયું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે અને દારૂ પીવે છે, તેના વાળ ઝડપથી ખરવા લાગે છે. સિગરેટ અને પીણામાં રહેલા ટોક્સિન વાળના ફોલિકલ્સ અને હોર્મોન્સ ને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, ધૂમ્રપાન અને દારૂ પીવાથી વાળ ઝડપથી સફેદ થવા લાગે છે.
વાળમાં નિયમિત રીતે તેલનો ઉપયોગ ન કરવો
નિયમિત રૂપે વાળમાં તેલ લગાવવું તે નિશ્ચિત કરે છે કે તમારા માથાની ચામડી વિટામિન અને પોષક તત્વોની સાથે સારું પોષણ પ્રાપ્ત કરે છે. તેથી નિયમિત રૂપે વાળમા તેલ લગાવવું સમયથી પહેલા વાળોનું ખરવું અને સફેદ થવાની સમસ્યાને રોકે છે.
ખોટી વાળની ઓવર સ્ટાઈલ
તમારા વાળ પર રોજ હિટીગ ટુલનો ઉપયોગ કરવો કે લાંબા સમય સુધી વધારે હેર સ્ટાઈલ ઉત્પાદનોનો ઉપયોગ કરવો, વાળને ખરાબ રીતે નુકસાન કરી શકે છે. હેર ડ્રાયર, કલર અને સ્ટ્રેટનર જેવા ગરમ સ્ટાઇલિંગ ટૂલનો વધારે પ્રયોગ, તમારા વાળને શુષ્ક બનાવી શકે છે અને તે તૂટવાનો ડર લાગે છે.
સખત રીતે ભીના વાળમાં કાંસકો ફેરવવો
વાળ ભીના થવાથી વધુ નાજુક થઈ જાય છે, જેનાથી તૂટવાની સમસ્યા વધી જાય છે. વાળ જો ભીના હોય તો તેના પર વજન આપીને કાંસકો ન ફેરવો. તેના બદલે તમારી આંગળીઓથી તમારા વાળને ઓળવાનો પ્રયત્ન કરો.
ભોજન છોડવું
જે લોકોને પોતાના ભોજન ને છોડવાની ટેવ હોય, તેના વાળ ઝડપથી ખરે છે. ઘણા અભ્યાસ મુજબ, પોતાને આખો દિવસ ભૂખ્યા રાખવા અને સમય પર ભોજન ન કરવાના લીધેથી આપણા શરીરની બધી ઊર્જા અવશ્યક કાર્ય, જેમકે હૃદય અને મસ્તિષ્ક ના કામ કરવામાં ખર્ચાઈ જાય છે. જેના કારણે શરીરના વાળ બનવાનું કામ બંધ થઈ જાય છે. તમારા વાળ મુખ્યરૂપે પ્રોટીનથી બને છે, તેથી તમારા ભોજનમાં પ્રોટીન યુક્ત ખોરાક જેમ કે દાળ, માછલી, ઇંડા વગેરેનો સમાવેશ કરો.
ખાસ નોંધ : અમે ઉપરોક્ત દરેક માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રીત કરી ને આપ સુધી પોહચડેલ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team