ઉનાળાની શરૂઆત સાથે આટલી વાતનું ખાસ ધ્યાન રાખો – નહીતર મોત થઇ ગયા હોય એવા પણ કિસ્સા છે.

હાય રે હાય ગરમી હાય…જોકે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. પણ અત્યારથી જ ગરમી સખત પાડવા લાગી છે. હવામાન વિભાગ આ વખતે જણાવે છે કે, આ વર્ષની ગરમીનો પારો રેકોર્ડબ્રેક થવાનો છે. પણ આપણે શું કરી શકીએ કુદરત પાસે આપણું કંઈ ચાલે!!!

પણ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે તો અમુક ટિપ્સને ફોલો કરવાનું ભૂલતા નહીં. ગરમીથી બચવા માટે સામાન્ય અને અસરકારક એવા ઉપાયો આ જ તમને અહીં વાંચવા મળશે, તો આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં.

ગરમીના દિવસો તડકાની લૂ થી બચવા માટેના અસરકારક ઉપાયો અહીં જણાવ્યા છે, તમે યાદ રાખવાનું ભૂલતા નહીં.

(૧) ગરમીમાં પરસેવો થવાને કારણે શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે, તો શક્ય તેટલું વધુ પાણી પીવું.

(૨) જમવાના સમયે છાશ કે દહીં જેવું લિક્વિડ પણ સારું રહે.

(૩) તડકામાં જતી વખતે લીંબુ પાણી કે લીંબુ શરબત પીને જ નીકળવું જોઈએ, જેથી ગરમીથી રાહત મળે છે.

(૪) હાથ મોં ઢાંકીને બહાર જવું જેથી લૂ લાગવાથી બચી શકાય છે.

(૫) બપોરના સમયે તીખું-તેલવાળો ખોરાક લેવાનું ટાળવું જે તબિયતને ખરાબ કરે છે.

(૬) બજારમાંથી મળતા તૈયાર ઠંડાપીણાને બદલે ઘરે બનાવેલા ઠંડા પીણાં પીવાનો આગ્રહ રાખવો.

(૭) ગરમીમાં તરબૂચ ખાવું પણ સારું રહે, જે શરીરમાં પાણીની માત્રા જાળવી રાખે છે.

(૮) બપોરના સમયમાં લસ્સી પણ સારું કામ આપે છે. ગરમીના દિવસોમાં થોડી રાહત થાય એ માટે લસ્સી પણ પી શકાય છે.

(૯) માથા પર ટોપી અને આંખના ગોગલ્સ પહેરીને જ બહાર નીકળવું, જેથી ગરમીની વધુ અસર ન થાય.

(૧૦) ડાયાબિટીસના દર્દી ગરમીના દિવસોમાં બપોરે ભરપેટ જમવાનું ટાળવું.

(૧૧) આઇસ્ક્રીમ જ્યુસ વગેરે પણ પી શકાય છે પણ સ્વાસ્થ્યને અનુકૂળ આવે તેવી પસંદગી કરવી જોઈએ.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

Leave a Comment