શ્રાવણ માસ માં ઉપવાસ કરો તો રાખો આ 7 વાત નું ધ્યાન..

શ્રાવણ માસ ને આસ્થા ની દ્રષ્ટિ એ પવિત્ર માનવામાં આવે છે. આ માસ માં પૂજા-પાઠ, ધાર્મિક અનુષ્ઠાન ની સાથે ઉપવાસ નું પણ મહત્વ ખૂબ છે. જો તમે ઉપવાસ કરો છો તો આ વાત નું પણ ધ્યાન રાખવું.

Image Source

1 જો તમે ઉપવાસ કરવાના હોવ તો તેના 2-3 દિવસ પહેલા થી જ ફળ અને શાકભાજી વધારે લેવાની શરૂઆત કરવી જોઈએ. જો તમે આખો જ મહિનો ઉપવાસ કરવા ના હોવ તો તેની વિશેષ તૈયારી કરી લેવી જોઈએ.

Image Source

2 શ્રાવણ માસ નો ઉપવાસ કરતાં પહેલા જ વધારે અન્ન લેવાનું ચાલુ કરી દેવું. ઉપવાસ ના 1-2 દિવસ પહેલા થી એક time રોટલી,સલાડ,અને શાક લેવું અને બીજા  time એ ફળ નું સેવન કરવું.

Image Source

3 જો તમે શ્રાવણ નો ઉપવાસ વધારે ટાઇમ સુધી કરવાના હોય તો લીંબુ પાણી, મધ અને ફક્ત 2-3 ગ્લાસ પાણી પીવા થી ભૂખ મટાડી શકાય છે.

4 નિર્જળ ઉપવાસ ક્યારે પણ ન કરવો. શરીર માં પાણી ન જવા થી અપશીસ્ત પદાર્થ શરીર થી બહાર નથી નીકળી શકતા. જેનાથી શરીર માં અનેક બીમારીઓ થઈ જાય છે.

Image Source

5 ઉપવાસ રાખતી વખતે એ વાત નું ધ્યાન પણ રાખવું જોઈએ કે પેટ વધારે સમય સુધી ભૂખ્યું ન રહે. જો ઉપવાસ ના સમય માં તમે ભોજન ગ્રહણ ન કરો તો સવારે દૂધ તો પણ અવશ્ય પીવું જોઈએ. બપોર ના સમય માં ફળ કે જ્યુસ લઈ શકાય છે. સાંજ ના સમય માં ચા પી શકાય છે. રાત્રિ ના સમય માં સલાડ નું સેવન કરવું. જો તમે એક ટાણું કરતાં હોવ તો ભોજન વધુ ન ખાવું.

Image Source

6 ઉપવાસ કાલ માં ઉપવાસ કર્તા નું મળ સુકાઈ જાય છે. ઉપવાસ કરવાના પહેલા ત્રિફળ ચૂર્ણ, આમળા, નાશપતિ વગેરે નું સેવન કરવું જેથી પેટ સાફ થઈ જાય. આવા માં યુરીન માં બળતરા, પસીનો, પેટ માં બળતરા થાય છે. એક સાથે પાણી ન પીતા કલાક કલાક એ પાણી પીવું જોઈએ.

Image Source

7 ઉપવાસ ની સાથે સવાર સાંજ પ્રાણાયામ કરવું. ઉપવાસ કાલ માં મૌન વ્રત રાખવું પણ સારું છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *